સરહદ પર કરે છે દુશ્મનોનો સફાયો, સાસરે નિભાવે છે માં -વહુ-પત્નીની ફરજ… કેટલી સલામ? જરૂર વાંચો જોરદાર સ્ટોરી

0
97

ભારત દેશ બે બાબતો માટે ખૂબ જ જાણીતો છે, એક છે દેશના સૈનિકો અને બીજા ખેડૂતો. એક તરફ ખેડૂતો સખત મહેનત કરીને પરસેવો પાડીને દેશને અનાજ પૂરું પાડે છે, ત્યારે બીજી તરફ દેશના સૈનિકો સરહદ પર લોહી વહાવીને દેશના નાગરિકોને દુશ્મનોથી સુરક્ષિત રાખે છે. લોકો ઘણીવાર કહે છે કે વીર જવાનો છોકરાઓ જ હોય છે સરહદ પર લડે છે, દેશની રક્ષા કરે છે. પરંતુ આજે એક એવી મહિલા વિશે વાત કરીશું કે જે આર્મીની મેજર છે, સરહદ પર દુશ્મનોનો સફાયો કરે છે, અને ઘરમાં આદર્શ વહુ બનીને રહે છે.

આર્મીની આ મેજર બોર્ડર પર કરે છે દુશ્મનોનો સફાયો

આજના સમયમાં મહિલાઓ અને પુરુષો દરક ક્ષેત્રમાં એકસાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહયા છે. તે આજે એક એવી મહિલા વિશે વાત કરીએ કે જે આર્મીમાં મેજર છે અને તે પોતાના વ્યક્તિગત જીવન અને વ્યાવસાયિક જીવનને જુદું જુદું રાખે છે. આ આર્મી મેજરનું નામ પ્રેરણા સિંહ છે, જે રાજસ્થાનની રહેવાસી છે. પ્રેરણા પોતાના ગામની એવી પહેલી મહિલા છે જે ઇન્ડિયન આર્મીમાં જોડાઈ અને હવે મેજરના પદ પર કાર્યરત છે. પ્રેરણાએ વર્ષ 2011માં ઇન્ડિયન આર્મી જોઈન કરી અને 6 વર્ષો સુધી સખત મહેનત કરીને આ પોસ્ટ પ્રાપ્ત કરી છે.

જણાવી દઈએ કે પ્રેરણા સિંહનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં થયો અને તેમના લગ્નને 4 વર્ષ થઇ ગયા છે. તેમના પતિ મંધાતા સિંહ છે જે એક વકીલ છે. તેમની ત્રણ વર્ષની દીકરી પણ છે. પ્રેરણા પોતાના આખા પરિવાર સાથે જયપુરમાં રહે છે, પરંતુ મેરઠ અને જયપુરમાં પોસ્ટિંગ પછી હાલ પ્રેરણા પુણેમાં આ પદ પર કાર્યરત છે, જે એન્જીનીયરીંગ કોરમાં છે.

ખુશ છે પ્રેરણાના સાસરીવાળા

પ્રેરણાના આ કામમાં તેમના પતિ તેમનો ખૂબ જ સાથ આપે છે અને પ્રેરણાના સાસરીવાળા પણ તેમના કામથી ખુશ છે. ખાસ કરીને પ્રેરણાના સસરાને પોતાની વહુ પર ખૂબ જ ગર્વ થાય છે. પ્રેરણા સાચે જ એક દેશભક્ત છે અને તેમના પર દરેકને ગર્વ છે. ઘરમાં તે આદર્શ વહુ, મા અને પત્ની છે તો દેશ પ્રતિ પણ બોર્ડર પર ઘણા દુશ્મનોના છક્કા છોડાવીને દેશની સેવા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here