જ્યારે શહીદ તિલક રાજના અઢી વર્ષના દીકરાએ માતાને પૂછ્યું- ‘ચૂપ થઈ જા મા, કેમ રડી રહી છે?’

0
50

માતાના આંસુ લૂછતા વિહાને પૂછ્યું, શું મારા પાપા હવે આ દુનિયામાં નથી રહ્યા?

‘ચૂપ થઈ જા મા, કેમ રડી રહી છે’, આ શબ્દ હતા તે અઢી વર્ષના વિહાનના, જે માતાના ખોળામાં બેસી તેના આંસુ લૂછી રહ્યો હતો. તે પૂછી રહ્યો હતો, ‘શું થયું મા મારા પાપાને. બધા કેમ રડી રહ્યા છો. શું મારા પાપા હવે આ દુનિયામાં નથી રહ્યા.’ બાળકના આ શબ્દોને સાંભળી ત્યાં હાજર દરેક વ્યકિતની આંખમાં આંસુ આવી ગયા.

માતૃભૂમિની રક્ષા કરતાં પુલવામા આતંકી હુમલામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વીર જવાન શહીદ તિલક રાજના પાર્થિવદેહને જ્યારે તેમના ગામે પહોંચ્યો, તો એકદમ ચીસા-ચીસ થવા લાગી. શહીદના પિતા લાયક રામ, માતા બિમલા, પત્ની સાવિત્રી, ભાઈ બળદેવ સહતિ પરિજનોની આંખમાં અશ્રુધારા બંધ થવાનું નામ જ નહોતી લેતી.

તિરંગામાં લપેટાયેલા શહીદ તિલક રાજને જોવા માટે દરેક વ્યક્તિ આતુર હતા. લોકોએ શહીદને સેલ્યૂટ કર્યું. પરિજનો સહિત ગામલોકો કોફિનને ભેટી-ભેટીને રડ્યા. પરિજનો સહિત ગામવાસીઓએ શહીદની શહાદત પર ગૌરવ કર્યું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here