તાપડીયા આશ્રમ ના મહંત શ્રી ઘનશ્યામદાસજી બાપુ ની અધ્યક્ષતા માં બાબરા ખાતે વિશ્વ હિંદુ પરિષદ ના છત્ર હેઠળ શ્રી રામ જન્મોત્સવ ઉજવવા બેઠક મળી

0
136

બાબરા ખાતે હિંદુ આરાધ્ય શ્રી ભગવાન રામચંદ્રજી નો જન્મોત્સવ ધામે ધૂમે ઉજવવા વિશ્વ હિન્દુ પરિષદ ના છત્ર હેઠળ બાબરા તાપડીયા આશ્રમ ના મહંત શ્રીઘનશ્યામદાસજી ની અધ્યક્ષતા માં ગ્રામ્ય હિંદુ બિરાદરો ની બેઠક મળી હતી
બેઠક નો સંચાલન દોર સંભાળતા બાબરા ના પ્રસિદ્ધ ઉદઘોષક શ્રી અરવિંદભાઈ ત્રિવેદી દ્વારા પ્રભુ શ્રીરામ જન્મોત્સવ સમિતિ વતી ઉપસ્થિતો ને માહિતગાર કરતા જણાવ્યું હતું કે આગામી તા ૧૪/૪/૨૦૧૯ ના ભવ્ય શોભાયાત્રા સહિત સમૂહ ભોજન સહિત ના ધાર્મિક કાર્યક્રમ નું પરંપરાગત રીતે વિશ્વ હિન્દુ પરિષદ ના નેતૃત્વ માં આયોજન કરવા માં આવ્યું છે
બાબરા શ્રી મોટા રામજી મંદિર ખાતે થી સવારે ૮ કલાકે તમામ હિંદુ ધર્મપ્રેમી જનતા દ્વારા આયોજિત શ્રી રામ જન્મોત્સવ નિમિતે ભવ્યશોભાયાત્રા નીકળી શહેર ના વિવિધ વિસ્તાર માં ઢોલ ત્રાસા સાથે ફરવા પામશે જેમાં દરેક હિંદુ સમાજે પ્રસંગ અનુરૂપ શક્ય હોઈ તો સફેદ પોષાક અને ભગવા સાફા સાથે ઉપસ્થિત રહી અને ધર્મોત્સવ માં ભાગ લેવા જણાવ્યું હતું

બાબરા વિશ્વ હિંદુ પરિષદ ના શ્રી મૌલિકભાઈ તેરૈયા,શ્રીકૌશિકભાઈ ભરાડ શ્રી ગજેન્દ્રભાઈ શેખવા શ્રી અનિલભાઈ ચોંહાણ (ખાદી ભંડાર) ધર્મેન્દ્રભાઈ બસિયા શ્રી યજ્ઞેશ શુકલ શ્રી હાર્દિક ભટ્ટ ના જણાવ્યા મુજબ બાબરા માં માર્ગો ઉપર વિવિધ હિંદુ સમાજ પોતાના આરાધ્ય દેવો
ના આકર્ષક ફોર્ટ ઉભાકારવા અને ઠેર ઠેર પ્રસાદરૂપી સ્ટોલ નું આયોજન આવકાર્ય રહેશે
બાબરા શહેર તેમજ તાલુકાભર માંથી શ્રી રામ જન્મોત્સવ ઉજવવા માટે શોભાયાત્રા માં જોડાવવા અને બપોરે તાપડીયા આશ્રમખાતે સમૂહ ભોજન ફરાળ નો પ્રસાદરૂપી લાભ લેવા બાબરા ગામ સમસ્ત ને જાહેર આમંત્રણ આપવા માં આવ્યું હતુ
ધાર્મિક કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા બાબરા મર્કન્ટાઈલ બેંક પાછળ કાર્યાલય ખુલ્લું મુકવા માં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here