ગુજરાતીઓમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડી કરી ઉજવણી

0
47

એર સ્ટ્રાઇકનાં સમાચાર મળતાની સાથે દેશની સાથે સાથે આખા રાજ્યમાં પણ લોકોમાં અનેરો જોશ જોવા મળી રહ્યો છે.

પુલવામા આતંકવાદી હુમલા પછી ભારતીય વાયુસેનાએ સીમા પર છુપાયેલા જૈશ એ મોહમ્મદનાં આતંકીઓ સામે ગઇકાલે મોડી રાતે કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાનાં સૂત્રોએ જણાવ્યું કે, ‘ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે.’ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સવારે 3:30 વાગ્યે 1000 કિલો વિસ્ફોટકને ટારગેટ પર દાગવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. આ સમાચાર મળતાની સાથે દેશની સાથે સાથે આખા રાજ્યમાં પણ લોકોમાં અનેરો જોશ જોવા મળી રહ્યો છે.

ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપતા લોકોમાં ખુશીનો માહોલ જામ્યો છે. મણીનગર ખાતે લોકોએ ઉજવણી કરી હતી. જ્યાં તેઓએ પાકિસ્તાનનું પૂતળું બનાવીને બાળ્યું હતું. પાકિસ્તાનનાં હાય હાયનાં નારા લગાવીને ફટાકડા ફોડીને ઉજવણી કરાઇ હતી. ભારતીય સેનાની કામગીરી જોઇને લોકોમાં જોશ અને ખુશીની માંગણી છે.

અમદાવાદ ઉપરાંત બનાસકાંઠામાં પણ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકની ખુશી જોવા મળી રહી છે. ડીસામાં લોકોએ આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.

રાજકોટમાં પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા ઠેર ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેકેવી હોલ ચોક ખાતે NSUI દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય સેનાની કામગીરીને યુવાનોએ બિરદાવી અને વંદે માતરમનાં સૂત્રોચ્ચાર કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here