કોંગ્રેસની વધુ એક વિકેટ પડી, માણાવદરના MLA જવાહર ચાવડાએ આપ્યું રાજીનામું         

0
54

 

 

આશાબેન પટેલ બાદ કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે. આ પહેલા ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ આશાબેન ભાજપમાં જોડાયા હતા. છેલ્લા બે અઠવાડિયામાં કોંગ્રેસની બીજી વિકેટ પડી છે.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આજે જવાહર ચાવડાનું રાજીનામું સુપરત કરવામાં આવ્યું હતું. જોકે, જવાહર ચાવડા રાજીનામું આપવા માટે રૂબરૂ હાજર રહ્યા ન હતા.

જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહિર નેતા છે. તેના પિતા પેથલજી ચાવડા જૂનાગઢના રાજકારણમાં મોટું નામ ધરાવતા હતા. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

જવાહર ચાવડાની જન્મ 20 જુલાઇ, 1964ના રોજ ધોરાજી તાલુકાના ભડજડીયા ગામ ખાતે થયો હતો. જવાહર ચાવડાએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જવાબહ ચાવડાએ મીતાબેન સાથે લગ્ન કર્યા છે. દામ્પત્ય જીવનથી તેમને એક દીકરો અને દીકરી છે.

રાજકીય કારકિર્દી

જવાહર ચાવડા પ્રથમ વખત કોંગ્રેસની ટિકિટ પરથી 1990-95ના વર્ષમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2007, 2012 અને 20187માં તેઓ માણાવદર બેઠક પરથી સતત ચૂંટાતા આવ્યા છે.

જવાહર ચાવડા

જ્ઞાતિ સમિકરણોને જોતા જો ભાજપ તેને જૂનાગઢમાંથી ચૂંટણી લડાવે તો આહિર અને કોળી મતદારોને કારણે ભાજપ આ બેઠક સરળતાથી મેળવી શકે છે.

અલ્પેશ સહિત ત્રણ ધારાસભ્યો રાજીનામું આપે તેવી ચર્ચા

ગુરુવારથી એવી ચર્ચા ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. જોકે, આ દરમિયાન અલ્પેશ ઠાકોરને દિલ્હી બોલાવવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અલ્પેશે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને અહેમદ પટેલ સાથે બેઠક કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here