ધ્રાંગધ્રામાં સરકારી વકિલના પુત્રએ પત્રકારને આપી હતી જાનથી મારી નાખવાની ધમકી, નોંધાઈ ફરિયાદ

0
30

પોલીસ, પ્રજા, પત્રકાર અને વકીલ જ્યારે એકબીજા સંકલનમાં હોય છે ત્યારે સમાજમાં થતી અસામાજીક પ્રવૃતિઓનું દુષણ હટાવી શકાય પરંતુ ખરેખર આ સંકલન ક્યાંય જોવા મળતુ નથી. જેના લીધે ગુંડાગીરી અને અસામાજીક પ્રવૃતિઓને છુટોદોર મળે છે. જ્યારે સમાજમાં મહત્વની ભૂમિકા ભજવતી તમામ ચારેય ફરજોમાં ચોથી જાગીર તરીકે હંમેશા નિડર અને નિષ્પક્ષ રહેતા પત્રકારો પર રાજ્યમાં થતા હુમલા તથા મોટી વગ ધરાવતા માથાઓ દ્વારા દબાવવાના પ્રયાસને લઇને હવે પત્રકારો પણ એકજુટ થવા લાગ્યા છે. તેવામાં ઉલ્લેખનીય છે કે અગાઉ ધ્રાંગધ્રાના વરીષ્ઠ સરકારી વકિલ વાસુદેવભાઇ ભટ્ટના પુત્ર વકિલ આશુતોષ ભટ્ટ દ્વારા એક પરીવારની દીકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્નનું નાટક કર્યા બાદ યુવતી પ્રેગનેન્ટ થતા સરકારી વકિલના પુત્રે તેને તરછોડી દીધી હતી.
જે બાબતે ધ્રાંગધ્રાના પત્રકાર તથા સામાજીક કાર્યકર સાહરુખભાઇ સિપાઇ દ્વારા આ મામલે તે પરીવારને ટેકો કરી ઉચ્ચ કક્ષાએ રજૂવાતની મહામહેનત બાદ સરકારી વકિલના પુત્ર વિરુધ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશને ગૃનો દાખલ કરાયો હતો. જે તે સમયે યુવા પત્રકાર શાહરુખ સિપાઇ દ્વારા તે પરીવારને મદદ કરતા તેનું મન દુઃખ રાખી ગત તારીખ ૨ માર્ચના રોજ સાંજના સમયે પત્રકાર શાહરુખ સિપાઇ પોતાના મિત્રો સાથે શહેરની જુની વિધુત બોર્ડની ઓફીસ પાસે બેઠા હતા. તે સમયે એક કાળા રંગની સ્કોર્પીયો કાર આવી જેમાં ચાલક સરકારી વકિલના પુત્ર આશુતોષ ભટ્ટ દ્વારા શાહરુખ સિપાઇને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તે સમયે પત્રકાર દ્વારા તુરંત સીટી પોલીસને વકિલ પુત્ર વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવા લેખિત અરજી આપી પરંતુ આજ દિન સુધી ફરિયાદ દાખલ નહીં થતા આજે ધ્રાંગધ્રાના તમામ પત્રક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here