ગોંડલના ત્રણ ખુણીયા પાસે ટ્રકે બાઈકને ઉલાળતા ધીરૂભાઇ વાસાણીનું મોત

0
97

સુરેન્દ્રનગરના સુરેલનો યુવાન મિત્ર સાથે ગોંડલ ખરીદી માટે આવ્યો’તોઃ મિત્ર અજીત દુધરેજીયાનો ચમત્કારીક બચાવ

ગોંડલના ત્રણ ખુણીયા પાસે  પુરપાટ ઝડપે આવતા ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ટ્રકના તોતિંગ વ્હીલ યુવાન પર ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના જેતપુર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ત્યાં ટ્રાફીક જામની સમસ્યાઓ સાથે ભારે વાહનો જમાવડો રહેતો હોય રાહદારીઓને સતત અકસ્માતનો ભય રહ્યા  કરે છે ત્યારે ત્રણ ખુણીયા પાસે મોટર સાયકલ નં.જીજે૦૧એસડી૯૯૪૨ પર જઈ રહેલ ધીરુ ગુગાભાઇ વસાણી ઠાકોર (ઉમર વર્ષ ૨૭) ને પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક  નં.જીઆરપી અકિલા ૬૫૨૫ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં શ્રમિક યુવાન પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માત અંગેની તપાસ સીટી પોલીસે હાથ ધરી હતી. અકસ્માતમાં મોત ને અકીલા ભેટનાર યુવાન ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ પેન્ટાગોન ફોર્જિંગ ફેકટરીમાં પેટિયું રડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના સુરેલ ગામેથી આવ્યો હતો અને ગોંડલ કરિયાણાની ખરીદી માટે આવ્યો હતો અકસ્માતમાં તેનું મોત કનિદૈ લાકિઅ નિપજતા તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી મોટરસાયકલમાં પાછળ બેઠેલ તેનો મિત્ર અજીત જેસીંગ દુધરેજીયાનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here