અમદાવાદ ખાતે યોજાનાર કોંગ્રેસ ની જન સંકલ્પ રેલી ના આયોજન ના ભાગ રૂપે સુરતમાં આગેવાનો ની બેઠક મળી

0
324

સુરત અમરેલી ભાવનગર લોકસભાની સીટ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી ગુજરાતની ૨૬ બેઠકો પર કબજો કરવા માટે કાર્યકર્તાઓને સંગઠિત થવા આહવાન કરવામાં આવ્યું હતું

આગામી તારીખ 28ના રોજ અમદાવાદ ખાતે કોંગ્રેસની જન સંકલ્પ મહા રેલી નુ આયોજન કરવામાં આવ્યું આ રેલી મા સમગ્ર ગુજરાત માથી મોટી સંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે આ રેલીમાં પ્રથમ વખત પુવઁ વડાપ્રધાન મનમોહન સિંહ પુવઁ રાષ્ટ્રીય કોંગ્રેસ ના અધ્યક્ષ સોનીયા ગાંધી રાષ્ટ્રીય કોંગ્રેસ ના અધ્યક્ષ રાહુલ ગાંધી રાષ્ટ્રીય કોંગ્રેસ ના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહીત કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા ઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ રેલી ને વધુ મા વધુ સફર બનાવવા માટે સુરત ખાતે અમરેલી જીલ્લા ના તેમજ સુરત ના આગેવાનો ની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય ધારી ધારાસભ્ય જે વી કાકડીયા,સુરત ના ઉદ્યોગપતિ અને અમરેલી જીલ્લા કોંગ્રેસ ના અગ્રણી નિલેષભાઈ કુંભાણી,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ના મંત્રી પ્રદીપ સાકરીયા,લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઇ તળાવીયા,લાઠી ના પુવઁ ધારાસભ્ય હનુભાભા ધોરજીયા,ગારીયાધાર ના હીરાભાઇ રોય,હીરાભાઇ ગાંગાણી સહીત આગેવાનો ની ઉપસ્થિત મા બેઠક યોજાઈ હતી તેમજ આગામી દિવસોમાં આવનારા લોકસભાની ચૂંટણી અંગે અમરેલી સુરત ભાવનગર ની બેઠક બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી શ્રી સાકરીયા અને કુંભાણી એ જણાવ્યું કે અમદાવાદ ખાતે યોજાનાર સંમેલનમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ પૂર્વ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ખાસ ઉપસ્થિત રહેવાના હોય તેથી મોટામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ આરેલી માં જોડાઈ એવી સુરત ભાવનગર અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here