જૂનાગઢ બેકાબૂ બનેલી કાર પલટી માર્યા બાદ પડીકું વળી ગઇ, ચાર યુવકોનાં મોત

0
34

જૂનાગઢમાં કાર અકસ્માતની ઘટના બની છે. જેમાં ચાર યુવકોના એક સાથે ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.

જૂનાગઢમાં કાર અકસ્માતની ઘટના બની છે. જેમાં ચાર યુવકોના એક સાથે ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જેના પગલે યુવકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ફૂલ સ્પીડમાં આવતી કાર અચાનક બે કાબુ બનતા કાર પલટી મારી ગઇ હતી. અને કાર સીધી રોડ પાસેના બસસ્ટેડમાં ઘૂસી ગઇ હતી. આમ કારમાં બેઠેલા ચાર યુવકોના સ્થળ ઉપર જ મોત થયા હતા. (અતુલ વ્યાસ, જૂનાગઢ)

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક કાર પસાર થઇ રહી હતી.

ત્યારે કાર ચાલક યુવકે કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બનીને પલટી ખાઇ ગઇ હતી. કારે પલટી ખાઇને ગામમાં આવેલા બસસ્ટેન્ડમાં થડાકાભેર ઘૂસી ગઇ હતી.

ધડાકાભેર અથડાતા કારનું પડીકું વળી ગયું હતું. અને કારમાં બેઠેલા ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ ગામ લોકો એકઠાં થયા હતા. અને યુવકોની લાશોને કારમાંથી બહાર કાઢી હતી. સાથે સાથે કારને પણ બસસ્ટેન્ડમાંથી બહાર કાઢી હતી.

બીજી તરફ એક સાથે ચાર યુવકોના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે સ્થળે ઉપર આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here