ઇંગ્લીસ ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડતી ઘોઘારોડ પોલીસ*

0
29

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ નાસતા ફરતા તથા પેરોલ જંપ કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા આપેલ ડ્રાઇવ સંબંધે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી જી.કે.ઇશરાણી સાહેબએ ઘોઘારોડ પો.સ્ટે.ના ડી-સ્ટાફ ઇન્ચાર્જ યોગેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફને આપેલ સખ્ત સુચના આધારે ડી સ્ટાફ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. ખેંગારસિંહ ગોહિલ, કિર્તીસિંહ રાણા તથા જયદિપસિંહ જાડેજા તથા ફારૂકભાઇ મહિડા તથા મહેશભાઇ હેમુભાઇ તથા વનરાજસિંહ પરમાર એમ પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન *પો.કોન્સ. ખેંગારસિંહ ચંદુભા તથા પો.કોન્સ. કિર્તીસિંહ ઇન્દુભાને* સંયુક્ત રીતે બાતમીરાહે મળેલ હકિકત મુજબ *પ્રોહી.ગુ.ર.નં.૧૪૬૦/૨૦૧૮ ના કામે છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી શંકરભાઇ વિજયભાઇ નીનામા, ઉવ.૪૬, રહે.ખારી ગામ, તા.ભીલોડા, જી.અરવલ્લીવાળો ભાવનગર કોર્ટમાં આવેલ છે* જેથી તેને સદરહું ગુન્હામાં પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
*આમ ભાવનગર પોલીસના ચોપડે નાસતો ફરતો આરોપી ઘોઘારોડ પોલીસે પકડી સરાહનીય કામગીરી કરેલ છે*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here