ગોંડલ નગર સેવા સદનના ર દરવાજામાં એક બંધ દરવાજો ખોલવા માંગણી

0
34

ગોંડલ તા.૬: રાજ્ય સરકારનાં મોડેલમાં બનેલ સેવાસદનનું અદ્યતન બિલ્ડીંગમાં ઇન આઉટ એમ બે દરવાજા મુકેલ છે. જયારે આ બિલ્ડીંગ કાર્યરત થયું ત્યાર પછી થોડા સમયમાંજ એક ગેઇટ કાયમને માટે બંધ કરી દેવાયો છે.

સેવા સદનની એન્ટ્રી આગળથી વિશાળ દરવાજાથી થતી હતી તે પણ થોડો સમય આગળથી ખુલ્લી રાખી પછી બંધ કરી પાછળથી કરી દેવાઇ  છે.

રાજ્ય સરકાર સેવાસદનનાં બધા સરખા મોડેલનાં બિલ્ડીંગ બનાવી એકજ બિલ્ડીંગમાં બધી જ કચેરી ત્યાં કાર્યરત કરાઇ છે તેવામાં  ઇન-આઉટના બે દરવાજા મુકેલ અને તેનો મુખ્ય પ્રવેશ દ્વાર બનાવેલ છે. પરંતુ સ્થાનિક તંત્રે એક દરવાજો કાયમ માટે બંધ કરીને અંદર જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર પણ બંધ કરી દીધેલ છે જે દરવાજો ખોલવા માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here