ગુજરાત કોંગ્રેસના શક્તિ પ્રોજેક્ટનો ફિયાસ્કો

14
150
newslifes.in

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તમામ પાર્ટીઓ વિજય મેળવવા માટે કમર કસી રહી છે. ગત માર્ચ મહિનામાં કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કાર્યકરોના અવાજને શક્તિ આપવા માટે શક્તિ પ્રોજેક્ટનો આરંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ કાર્યકર્તાનો અવાજ સીધો સંગઠન સુધી પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે હાલમાં મળતી માહિતી મુજબ, આ પ્રોજેક્ટનો રાજ્યમાં ફિયાસ્કો થયો હોવાની માહિતી મળી છે.

 

લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ તરફથી ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે ધારાસભ્યો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં અલ્પેશ ઠાકોર સહિત 11 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેના કારણે પાર્ટી પ્રત્યે તેમની નારાજગી હોવાની અટકળો તેજ બની છે. આ બેઠકમાં શક્તિ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી છે.

રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટને રાજ્યમાં નબળો પ્રતિસાદ સાંપડતો હોવાની માહિતી મળી છે. અત્યાર સુધી રાજ્યના 7 હજાર વોર્ડમાંથી એકમાં પણ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી.

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કશું જ કહેવાનો ઈન્કાર કર્યો હતો. જો કે રાજીવ સાતવે જણાવ્યું કે, લગ્ન સહિત અંગત કારણોને કારણે આ ધારાસભ્યો હાજરી આપવા માટે અસમર્થ હતા.

14 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here