રાજકોટ કોર્ટમાં હાજરી આપવા આવેલા આરોપીના પિતાની આંખમાં મરચાની ભૂકી છાંટી છરીથી હુમલો

0
47

 

રાજકોટ શહેરની ફાસ્ટટ્રેક કોર્ટમાં અઢી વર્ષ પૂર્વેની હત્યાની ઘટનામાં પુત્રના ફાઇનલ હિયરીંગમાં આવેલ લઘુમતી સેલના ઇન્ચાર્જ ઉપર સામેના પક્ષના આઠેક શખ્સોએ મરચાની ભૂકી છાંટી છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરતા ટોળા એકઠા થઇ જતા તેઓ બચી ગયા હતા કોર્ટ સંકુલમાં જાહેરમાં છરીઓ ઉડતા પ્રનગર અને એસઓજી પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંને પક્ષના દસેક લોકોને સકંજામાં લઇ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો મુજબ અગાઉ જંગલેશ્વરમાં રહેતા અને છેલ્લા અઢી વર્ષથી જામનગર રોડ ઉપર સંજયનાગરમાં રહેતા અને ભાજપ લઘુમતી સેલના ઇન્ચાર્જ તરીકે હોદ્દો ધરાવતા રજાકભાઈ અલ્લારખાભાઇ સંધી ઉર્ફે જામનગરી નામના 53 વર્ષીય આધેડના પુત્ર ફારૂકભાઈ જામનગરીએ અઢી વર્ષ પૂર્વે એટલે કે 18 ઓગસ્ટ 2016માં જંગલેશ્વર વિસ્તારમાં યુનુસભાઇ કરીમભાઇ પીપરવાડીયા નામના યુવકની હત્યા નિપજાવી હતી આ મર્ડરના ગુનામાં ફારૂકની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી હતી અને આજે ફાઇનલ હીયરીંગ હોવાથી રજાકભાઈ અને તેનો પુત્ર જાવેદ બંને ફાસ્ટટ્રેક કોર્ટ ખાતે ગયા હતા ફારુકને પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યો ત્યારે સામાવાળા રજાક કરીમ પીપરવાડીયા, ઇકબાલ અજિત પીપરવાડીયા, રસુલ આમદ પીપરવાડીયા, અજિત આમદ પીપરવાડીયા, મુસ્તાક અજિત પીપરવાડીયા, રફીક ગુલમહમ્મદ પીપરવાડીયા અને ગુલમહમદ આમદ પીપરવાડીયા સહિતનાઓ હાથમાં ખુલ્લી છરીઓ લઈને ધસી આવ્યા હતા અને પહેલા ફારૂક ઉપર અને બાદમાં રજાકભાઈ તથા તેના પુત્ર જાવેદ ઉપર મરચાની ભૂકી છાંટી છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પિતા-પુત્ર ઉપર મરચાની ભૂકી છાંટવામાં આવતા દેકારો મચી ગયો હતો અને બંને પિતા-પુત્ર હુમલાથી બચવા પ્રયાસ કર્યો હતો અચાનક છરીઓ ઉડતા કોર્ટ સંકુલમાં નાસભાગ મચી જવા પામી હત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here