સદીઓ જૂની વાત છે. આહીર સ્ત્રીઓ અને આહીર સમાજ સાથે જોડાયેલ આ સત્યવાત વાંચીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે…

0
86

સદીઓ જૂની વાત છે જે આજે અમે તમને જણાવીશું,
જાણીને આ વાત તમારી આંખમાં પણ આંસુ આણીશું…

આજે વાત આપણા આહીર સમાજની શાન એવા દેવાયત બોદરની,
સાથે અંતે લાગશું પાય પેલા સોનલઆઈને સ્મરણ કરીશું સાથે હાવજના દિકરા ઉગાને…

એક સમયની વાત છે પાટણનો રાજા સોલંકી એ જુનાગઢ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે ચઢાઈ કરે છે. યુધ્ધમાં રા’દિયાસએ જીવ ગુમાવ્યો છે એવા સમાચાર તેમના પત્ની સોમલદેને મળે છે અને તરત જ તેઓ એક નિર્ણય કરે છે તેઓ પોતાના વ્હાલસોયા દિકરાને પોતાની વિશ્વાસપાત્રું દાસીને સોંપે છે અને તેને જણાવે છે કે તેઓ તેમના દિકરાને ઓડીદાર-બોડીદર ગામમાં જ્યાં દેવાયત બોદર રહે છે તેમને આપી દેજો. આમ દાસીને પોતાનો પુત્ર સોંપીને તેઓ આત્મવિલોપન કરે છે.

દાસી બાળકને લઈને આવે છે અને તેની વાતો પરથી દેવાયત બધું સમજી જાય છે તેઓ દાસીને જણાવે છે કે હવે તારું કામ પૂર્ણ થયું હવે હું મારી ફરજ નિભાવીશ. તેઓ નિર્ણય કરે છે કે કાઈ પણ થઇ જાય તેઓ રા’નવઘણને જુનાગઢનો રાજા બનાવશે અને સોલંકી રાજાનો નાશ કરશે અને રા’નવઘણને પોતાના દિકરાથી પણ વધુ પ્રેમ આપશે. આમ પછી રા’નવઘણ એ દેવાયતના દિકરા ઉગા અને દિકરી જાહલ સાથે ભળી જાય છે અને દેવાયત બોદર એ રા’નવઘણનો ઉછેર કરવા લાગે છે. અમુક વર્ષ પછી રાજા કે જેણે જુનાગઢ પર ચઢાઈ કરી હતી એને માહિતી મળે છે કે રા’નવઘણ તો જીવે છે. આ માહિતી જાણીને તેઓ તેમના સૈનિકોને રા’નવઘણને મારવા માટે મોકલે છે.

સૈનિકો દેવાયત બોદરના ગામે પહોચે છે અને જયારે તેમને પૂછવામાં આવે છે કે રા’નવઘણ તમારી પાસે છે ત્યારે તેઓ જણાવે છે કે “હા મારી પાસે જ છે પણ મેં તેમને મારા ઘરમાં કેદ કરી રાખ્યા છે અને મારા ઘરે જ ઉછેર કરી રહ્યો છું. તેઓ જવાન થતા જ હું તેમને રાજાને સોંપી દેવાનો હતો.” તેમની પાસેથી આવી વાત સાંભળીને સૈનિકોએ રા’નવઘણને તેમની સામે લાવવા જણાવે છે. તેમનો હુકુમ માનીને તેઓ તેમની પત્નીને ખબર પહોચાડે છે કે રા’નવઘણને મોકલી આપે. સોનલઆઈ એ સંદેશો સાંભળીને તેમના પતિએ લીધેલ કસમ યાદ આવે છે કે તેઓ પોતાનો જીવ આપીને પણ રા’નવઘણની રક્ષા કરશે. આ બધું યાદ કરીને તેઓ સૈનિકો પાસે રા’નવઘણની જગ્યાએ પોતાના દિકરા ઉગાને મોકલે છે. આ વાત પરથી જાણી શકાય છે કે જયારે તેઓ કોઈને વચન આપે છે તો તેઓ એ પાળવા માટે પોતાના દિકરાના જીવને પણ જોખમમાં મુકતા પહેલા વિચારતા નથી.

તેઓ પોતાના દિકરા ઉગાને રાજાના દિકરાની જેમ તૈયાર કરીને સૈનિકો પાસે મોકલે છે. સૈનિકોને શંકા થાય છે કે કદાચ આ રા’નવઘણ નથી આ તો દેવાયત બોદરનો દિકરો ઉગો છે તેમની આ શંકાનું નિવારણ કરવા માટે સૈનિકો એ દેવાયતબોદરને હુકુમ આપે છે કે તમારી તલવારથી આ રા’નવઘણનું માથું ધડથી અલગ કરી દો. સૈનિકોને એમ હતું કે જો આ કદાચ તેમનો જ દિકરો હશે તો ગળું કાપતા સમયે તેમનો હાથ ધ્રુજશે, પણ એવું થતું નથી. દેવાયત બોદરએ પોતાની તલવારના એક જ ઝાટકે પોતાના વ્હાલસોયા દિકરાના માથાને કાપી નાખે છે. આટલું કરવા છતાં પણ સૈનિકોને ભરોસો થતો નથી અને પછી તેઓ દેવાયત બોદરના પત્ની સોનલઆઈને તેડાવે છે અને તેમને હુકુમ કરે છે કે આ કપાયેલ માથામાંથી બંને આંખો કાઢી નાખો અને જમીન પર પડેલ એ આંખ પર તમારે ચાલવાનું છે.

એક માતા જે પોતાના સંતાનને થોડી પણ તકલીફ પડે તો તેનું કાળજું કપાઈ જાય જયારે અહિયાં તો એક માતાને પોતાના દિકરાના કપાયેલ માથામાંથી તેની આંખો કાઢવાની હતી અને આટલું ઓછું હોય એમ તે આંખો પર ચાલવાનું પણ હતું. આટલી જ વાતથી જયારે આપણા પેટમાં ફાળ પડી રહી છે તો વિચારો એ સમયે આ માતાના મનમાં શું ચાલી રહ્યું હશે. પણ તમે વિચારો આટલો હુકુમ સાંભળીને એ સોનલઆઈ એ જરા પણ ડગતા નથી અને વિહ્વળ પણ થતા નથી તેઓ આંખો પણ માથામાંથી કાઢી નાખે છે અને તેની પર ચાલે પણ છે. આટલું થયા પછી પણ તેમની આંખોમાં એક આંસુ પણ આવતા નથી તેઓ તેમના હૃદય પર પથ્થર મુકીને બધી ક્રિયા કરે છે.

માતા પિતાની વાત તો સમજ્યા કે તેઓ તો પોતાના હૃદય કઠણ કરીને આ કામ કરી દીધું પણ પેલો બાળક જે ફક્ત ૧૨ વર્ષનો હતો દેવાયત બોદરનો દિકરો જયારે તેની સાથે આ ઘટના બની ત્યારે તે ફક્ત ૧૨ વર્ષનો હતો. એ ૧૨ વર્ષના દિકરાએ જયારે જોયું હશે કે તેના પિતા એ તેનું માથું કાપવા માટે તલવાર ઉગામી રહ્યા છે તો શું તેનામનમાં વિચાર નહિ આવ્યો હોય કે હું પિતાને રોકી લઉં કે પછી બીજું કશું, પણ ના એવું કશું થતું નથી એ ૧૨ વર્ષના બાળકના હૃદયમાં પણ દેશ પ્રત્યે ઈમાનદારી અને દેશ ભક્તિ તો જુઓ કે એક હરફ પણ તે ઉચ્ચારતો નથી અને ખુશી ખુશી દેશ માટે અને તેના પિતાના વચન માટે પોતાનો જીવ આપી દે છે.

સોનલઆઈ દ્વારા કરવામાં આવેલ કામ પછી સૈનિકોને વિશ્વાસ થાય છે કે આ જ રા’નવઘણ છે. ત્યાર પછી જયારે રા’નવઘણ કે જેનો જીવ આ દંપતીએ બચાવ્યો હતો એ યુવાન થાય છે અને દેવાયત બોદર એ પોતાની જ્ઞાતિના બધા આહીર લોકોને ભેગા કરીને સોલંકી રાજાને હરાવે છે, આ સાથે જ દેવાયત બોદરએ પોતાનું વચન પૂરું કરે છે અને રા’નવઘણને જુનાગઢનો રાજા બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ જયારે સોનલઆઈએ પોતાના દિકરાની આંખો કાઢી નાખી હતી ત્યારે તેઓ રડ્યા હતા નહિ તેમની આંખમાંથી તેમણે આંસુ એ દિવસ સુધી રોકી રાખ્યા હતા જ્યાં સુધી રા’નવઘણ એ જુનાગઢની ગાદી પર બેઠો નહિ. જયારે દેવાયત બોદરનું વચન પૂરું થયું કે તરત જ સોનલઆઈએ પોક મુકીને રડે છે. દસ વર્ષ પછી જયારે તેઓ પોતાના દિકરાના મૃત્યુ પર રડી રહ્યા હતા ત્યારે જ તેઓએ ઉગાને યાદ કરતા મરસીયા પણ ગયા હતા.

હવે ખાસ વાત આહીર સ્ત્રીઓ એ દેવાયત બોદર અને તેમની પત્ની અને ઉગાની કુરબાની ભૂલી ના જાય એટલા માટે આજર પણ આહીર સમાજની મહિલાઓ સેથામાં સિંદુર પુરતી નથી અને હાથમાં ચૂડો પણ પહેરતી નથી. ઉગાના સ્મરણમાં આજે પણ આહીર સ્ત્રીઓ એ કાપડું પહેરે છે. આ સાથે આજે આપણે પણ દેવાયત બોદર, તેમની પત્ની અને ઉગાને યાદ કરીએ. તમારા રૂંવાડાં ઉભા થયા કે નહિ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here