રાજકોટ શહેરમાં હવે દાઝેલાને પાટો નહીં પણ ચામડીનું ડ્રેસિંગ લાગશે

2
143

દાઝેલાઓને પીડામાં રાહત થશે, પાટો દર 3 દિવસે બદલે, જ્યારે ચામડીનું ડ્રેસિંગ 3 અઠવાડિયા સુધી ચાલે

 

રાજકોટ શહેરમાં રાજ્યની પ્રથમ સ્કિન બેંક સ્થપાવા જઇ રહી છે. જેમ મૃત્યુ બાદ ચક્ષુદાન થકી આંખો સચવાય છે તેમ મૃત્ય બાદ ચર્મદાન કરવાથી ચામડી સાચવવામાં આવે છે. આ ચામડીનો ઉપયોગ દાઝેલા લોકોને કામ આવે છે. દાઝ્યા પર ચામડીનું ડ્રેસિંગ કરવાથી દર્દીને દર ત્રણ દિવસને બદલે ત્રણ અઠવાડિયે ડ્રેસિંગ બદલાવવાનું રહેશે. આ સ્કિન બેંકનો વિચાર રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા કરાયો છે અને સરકારની તમામ મંજૂરીઓ મેળવીને શરૂ કરવામાં આવશે તેમ ડો. કેતન બાવીશીએ જણાવ્યું હતું. સ્કિન બેંક નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે કામ કરશે તેમજ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચામડી અપાશે તેમ જણાવ્યું હતું.

મૃતકના ઘરેથી જ ચામડી લઇ લેવાય તેવી સગવડતા
જે કોઇએ ચર્મદાનની ઈચ્છા વ્યક્ત કરે અને મોત થાય તો ચક્ષુદાનની માફક મૃતકને હોસ્પિટલ સુધી આવવાની જરૂર નથી. ઘરે અથવા હોસ્પિટલ જ્યાં લાશ હોય ત્યાં સ્કિન બેંકનો સ્ટાફ આવી જાય અને માત્ર 45 મિનિટમાં જ હાથ, પગ, થાપા અને પીઠના ભાગેથી ચામડી લઇ લે છે. ચામડી કાઢવા માટે પણ ખાસ પ્રકારનુ ઓજાર હોય છે અને ત્રણ ત્રણ ઈંચના પાટા પાડવામાં આવે છે અને પછી તેને સ્ટોર કરી દેવાય છે. જે પાંચ વર્ષ સુધી સચવાઈ શકે છે. આ કારણે ચર્મદાન ખૂબ જ સરળ પધ્ધતિ છે.

પાટા કરતા ચામડી ડ્રેસિંગમાં આ કારણે ઉત્તમ
દાઝેલા વ્યક્તિના શરીરમાં ઈન્ફેક્શનનું પ્રમાણ વધી જાય છે, તેમજ દાઝેલી ચામડીમાંથી શરીરનું પ્રવાહી વહી જાય છે. પાટા લગાવાય ત્યારે પ્રવાહી તેમાં ભરાય છે તેમજ પાટો બાયોલોજિક ન હોવાથી શરીર સ્વીકારતું નથી અને દર ત્રણ દિવસે બદલાવો પડે નહીંતર ઈન્ફેક્શનનો ખતરો રહે છે, જ્યારે ચામડી એ કુદરતી છે અને વોટરપ્રૂફ તેમજ ઈન્ફેક્શનપ્રૂફ છે. ચામડીનું ડ્રેસિંગ કરવાથી ત્રણ અઠવાડિયા સુધી કશી તકલીફ પડતી નથી, તેમજ નવી ચામડીમાં ડાઘા પણ ઓછા આવે છે.

રાહત દરે સ્કિન લગાડી અપાશે
રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરે સ્કિન બેંક પ્રત્યે પોતાનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, સ્કિન બેંચ હાલ તો ફક્ત દાઝેલા લોકો માટે જ ઉપયોગમાં લેવાનો છે. તેમજ નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે કામ કરશે. મહત્તમ ચાર્જ 5000 રૂપિયાથી વધશે નહીં.

2 COMMENTS

  1. 555076 135581Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You actually know how to bring a difficulty to light and function out it crucial. The diet need to see this and appreciate this side on the story. I cant believe youre no a lot more popular since you surely possess the gift. 720752

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here