રોજગારી ગાયબઃ ૧૫ લાખ ગાયબઃ રાફેલની ફાઈલ પણ ગાયબ

0
36

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે દિલ્લીમાં પત્રકાર પરીષદને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે રાફેલ ડીલમાં હવે નવી લાઇન બહાર આવી છે ‘ગાયબ થઇ ગયું’.

15 લાખ રૂપિયા જે લોકોના બેંકના ખાતામાં આવવા હતા તે ગાયબ થઇ ગયા, ડોકલામ ગાયબ થઇ ગયું. જ્યારે ગઇકાલે આશ્ચર્યચકિત વાત થઇ. ગઇકાલે સરકાર દ્વારા જણવવામાં આવ્યું કે રાફેલની ફાઇલ ગાયબ થઇ ગઇ.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે મને લાગે છે કે સરકારનું માત્ર એક જ કામ છે અને તે માત્ર ‘ચોકીદાર’ને બચાવવું.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે યુપીએની ડીલમાં રાફેલ વિમાન સમયસર ભારતમાં પહોંચી ગયા હોત. અનિલ અંબાણીના કારણે રાફેલ સમયસર ભારત આવી રહ્યાં નથી. રક્ષા મંત્રાલયની ફાઇલમાં લખવામાં આવ્યું છે કે રાફેલ ડીલ પર પીએમઓમાં સૂચન કરવામાં આવે છે.

ગોવાના મુખ્યમંત્રી પાસે રાફેલ ડીલની ફાઇલ કેવી રીતે છે. આ રાફેલ ડીલને લઇને વડાપ્રધાન મોદીની તપાસ થવી જોઇએ. વડાપ્રધાનની સાથે બધાની તપાસ થવી જોઇએ. જો તેઓ સાચા છે તો તપાસથી કેમ ડરી રહ્યાં છે. અમારી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની માગ કેમ માનતા નથી.

આમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે ચોકીદારને બચાવવામાં આવે છે, કોઇ પર એકશન લેવામાં આવતું નથી. ન્યાય બધા માટે સરખો હોવો જોઇએ.

જો ફાઇલ ગાયબ થઇ તો તેનો મતલબ કાગળો સાચા હતા. કિંમતમાં વધારો થયો તે ફાઇલમાં લખ્યું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે મોદીજીએ રાફેલ ડીલની બાયપાસ સર્જરી કરી, અનિલ અંબાણીના કારણે રાફેલ ડીલમાં મોડુ થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here