ટોપ ટેન ન્યુઝ સમાચાર માટે નીચે જોતા રહો

0
98
 1. *દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે ગોળીબાર પોલીસે બે શખ્સોની કરી ધરપકડ*
  દિલ્હીમાં અક્ષરધામ મંદિર નજીક ફાયરિંગ થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ફાયરિંગની માહિતી મેળવ્યા બાદ પોલીસ કર્મચારીઓ હાજર થઈ ગયા હતા. જ્યાં સુધી સમાચાર ફેલાય એ પહેલા તો દિલ્હી પોલીસે ગુનેગારને પકડી પાડ્યા છે પોલીસે ફ્લાયઓવરમાંથી બે આરોપીઓને પકડ્યા છે ત્યાં ભારે પોલીસ દળ અત્યારે તૈનાત કરવામાં આવ્યા છે.એક પત્રકારે કહ્યું કે માણસનો હેતુ શું હતો અને તે શા માટે પોલીસ પાસે આવ્યો તે હુમલાખોરોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહાયો છે. અક્ષરધામ મંદિરની આ ઘટનાં દેશ માટે મોટો હુમલો બની જશે
  *********
  *સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ખરાખરીનો ખેલ*
  જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની ૧૪ એપ્રિલના રોજ રાધારમણ દેવ વહિવટી સમિતિની 10 બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે. ત્યારે ચૂંટણી પહેલા મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેમાં દેવ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આચાર્ય પક્ષના સમર્થકોએ બોગસ મતદારો અને પાર્ષદોને મતદાર યાદીમાં સામેલ કરી દીધા છે. આ સમગ્ર મામલે આજરોજ મતદાન યાદી અંગે ચૂંટણી અધિકારીને વાંધા સૂચનો રજૂ કરવાના હતા જે આધાર પુરાવા સાથે વાંધા સૂચનો રજૂ કરેલા છે અને છતાં પણ ન્યાય નહીં મળે તો કાયદાકીય લડત કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
  **********
  *અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સો 250 બસો મેદાનમાં ઉતારશે*
  એસટી કર્મચારીઓની હડતાળને લઇને સામાન્ય લોકોને હાલાકી ન પડે તે માટે ગુજરાત ટ્રાવેલ્સ એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ છે. જેમાં અમદાવાદથી અગત્યના પરિવહન સ્થળો માટે 250 બસોની મદદ માટે એસોસિએશને તૈયારી દર્શાવી છે. તો બીજી તરફ તંત્ર તરફથી પણ અમદાવાદ શહેરની અંદર ખાનગી બસના પ્રવેશને લઇને મંજુરી આપવામાં આવશે. જેમાં સરખેજ, સીટીએમ, ગીતા મંદિર સહિતના 13 જેટલા સ્થળેથી વ્યાજબી ભાડાથી પ્રવાસીઓને લઇ જવાશે. તો બીજી તરફ પરિસ્થિતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ તે માટે પોલીસની પણ મદદ લેવાશે.
  *********
  *ભણે એટલે નોકરી ના મળે રાજ્યના બેરોજગારોને નીતિનભાઈ પટેલે આપી સલાહ*
  રોજગારી મુદ્દે વિધાનસભામાં જવાબ આપતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે ભણે એટલે નોકરીના મળે પરંતુ આવડત હોય અને મેહનત કરે પછી નોકરી મળે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભણેલાને સરકારી નોકરી મળતી. ગુજરાતમાં દર વર્ષે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ પાસ થઈને કારકિર્દી બનાવે છે. એટલે ચાર લાખ વિદ્યાર્થીઓને તરત નોકરી ન મળે. ભણવું તે તેમના જીવનનો પાર્ટ છે તેમનો વિકાસ છે.રોજગારી મુદ્દે વિધાનસભામાં જવાબ આપતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે ભણે એટલે નોકરી ના મળે પરંતુ આવડત હોય અને મેહનત કરે પછી નોકરી મળે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભણેલાને સરકારી નોકરી મળતી. ગુજરાતમાં દર વર્ષે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ પાસ થઈને કારકિર્દી બનાવે છે. એટલે ચાર લાખ વિદ્યાર્થીઓને તરત નોકરી ન મળે. ભણવું તે તેમના જીવનનો પાર્ટ છે
  **********
  *ભાગલાવાદી નેતાઓની સુરક્ષા હટાવવા પર બોલ્યા ઓમર અબ્દુલ્લા કહ્યું કે ષડયંત્ર હેઠળ કોમને બદનામ કરવાનો પ્રયાસ* જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી નેતાઓની સુરક્ષા હટાવવાના નિર્ણયનો નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટીકા કરી અને કહ્યું કે એક તરફ સરકાર સંસદ અને વિધાનસભા ચૂંટણીની વાત કરી રહી છે અને બીજી તરફ નેતાઓને સુરક્ષાની કોઇ જરૂરિયાત ન હોવાનું જણાવી રહી છે.
  *********
  *ભાજપના સાંસદ હરિભાઈ ચૌધરી કહ્યું અમારી સરકાર છે પણ મારું કંઈ ઉપજતું નથી*
  બનાસકાંઠાના ભાજપના સાંસદ અને રાજ્યકક્ષાના પ્રધાન હરિભાઈ ચૌધરીનું દિલ્હીમાં કંઈ ઉપજતુ નથી. આ વાત અમે નથી કહેતા પણ ખુદ હરિભાઈ કહી રહ્યા છે. પાલનપુરમાં રેલવેના જનરલ મેનેજર સાથે વાતચીત દરમ્યાન તેમણે પોતાનો બળાપો કાઢ્યો. રેલવેની ટીકીટના રિઝર્વેશનમાં પોતાના કાગળની કોઈ વેલ્યુ નહિ હોવાનો તેમણે બળાપો કાઢ્યો હતો.હરિભાઈએ કહ્યું કે 1998 થી તેઓ પાલનપુરથી રેલવેની ટીકીટ લેવા માંગે છે પરંતુ કોઈ સાંભળતું નથી. ખુદ ભાજપના પ્રધાન એમ કહેતા હોય કે વર્ષોથી તેમની સરકાર હોવા છતા દિલ્હીમાં તેમનું કંઈ ઉપજતુ નથી તો પછી આમ આદમીની માંગ કઈ રીતે સંતોષશે તે પણ એક સવાલ છે.
  ********
  *1500નો વાયદો કરીને 900 વધાર્યા જામનગરના બહેનો રોષે ભરાયા*
  જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 400 જેટલી આંગણવાડી વર્કર બહેનોએ બજેટની પ્રતિકૃતિની હોળી કરી હતી આંગણવાડી બહેનોએ ગુજરાતના બજેટમાં નાણામંત્રી દ્વારા તેમના પગાર વધારામાં અન્યાય કર્યાનો આક્ષેપ કર્યો હતો. સરકારે તેમને 1500 રૂપિયાના વધારાના વચન સામે 900 રૂપિયાનો જ વધારો કરતા તેઓ રોષે ભરાઇ હતી
  *એસટી બંધ જનજીવન ઠપ્પ ૧૦ કરોડનું નુકસાન* ૪૫ હજાર કર્મચારીઓની હડતાલ લગન માટે બુક કરાયેલ ૫૦૦ બસ રદ્દ ૧૨ લાખ વિદ્યાર્થીઓ ૨૮ લાખ મુસાફરો રઝળી પડ્યા એસટી જ્યાં ઉભી રહેતી હોય તેવી હાઇવે ઉપરની હોટલોને ૨૦ લાખનું નુકસાન વેપારીઓના પાર્સલ અટકી પડયા બસોના થપ્પા હજારો મુસાફરો લાચાર વિદ્યાર્થીઓ પરેશાન બધુ સૂમસામ
  *********
  *મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની એસ ટી કર્મચારીઓને અપીલ* પ્રજાને મુશ્કેલી ન પડે તે માટે એસ ટી કર્મચારીઓ હડતાળ પરત ખેંચે રાજ્ય સરકાર કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે સાથે મળીને યોગ્ય ચર્ચા કરી ઉકેલ લાવવા ખાત્રી આપી
  ********
  *આજે સવા બે લાખ શિક્ષકોની હડતાલ* ગાંધીનગર સવા બે લાખ શિક્ષકો હડતાલ પર ૧૯૯૭થી ફિકસ પગારના શિક્ષકોને સળંગ ગણવાની માંગ શિક્ષકો ચાણકય ભવનથી વિધાનસભાનો કરશે ઘેરાવ
  ********
  *પાકિસ્તાનનાં ઘરમાં ઘુસી સટાસટી બોલાવવાની તૈયારી પૂરી*
  આર્મીને માત્ર લીલીઝંડીની રાહ એલઓસી પર મોટી કાર્યવાહીની જોરશોરથી તૈયારી સર્જિકલ સ્ટ્રાઈકથી પણ મોટી કાર્યવાહી હશે દળો ઠલવાયા પેલે પાર ત્રાસવાદીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા
  ********
  જૈશની ધમકી મોદીની રેલીમાં ૨ કિલો RDXથી ફુંકી મારવાનો છે મંચ ભેદી પત્રથી સનસનાટી કાલિન્દી એક્સપ્રેસ વિસ્ફોટ બાદ ટ્રેનમાંથી મળ્યો પત્રબોંબ પત્રમાં જૈશના એજન્ટની સહી કામ માટે ૫ કરોડની વાત મંચના પાઇપમાં RDX ભરવાની પત્રમાં નોંધ
  ********
  *લોકોના મતે ફરી મોદીના નેતૃત્વમાં સરકાર રચાશે* ટાઇમ્સ ગ્રુપનો સર્વે પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધઃ ૧૦ ટકા લોકો રામ મંદિરને મુદ્દો ગણે છે ૪૦.૨ ટકા લોકોના મતે નોકરી મોટા મુદ્દો ૫૯.૫૧ ટકા લોકોને સરકારનું કામ ખૂબ ગમ્યું: ૮૪ ટકા લોકો મોદીને તો ૮.૩૩ ટકા લોકો રાહુલને PM તરીકે જોવા માંગે છે
  *********
  *શ્રીનગર અવર-જવર કરવા જવાનો માટે વિમાન સર્વિસ* પુલવામા હુમલા બાદ નિર્ણય કરવામાં આવ્યો અર્ધલશ્કરી દળોની સુરક્ષાને ધ્યાનમાં લઇને નિર્ણય કરાયો
  *******
  *૬ માર્ચ બાદ લોકસભા ચૂંટણીની તારીખોનું થશે એલાન* મોદી દેશના દરેક ચીફ સેક્રેટરી સાથે કરશે સમીક્ષા બેઠક ચૂંટણીપંચે દરેક રાજયોને પત્ર મોકલીને ૨૮ ફેબ્રુ.માં તમામ તૈયારી પૂર્ણ કરવા કહ્યું
  ********
  *અશોક ચક્ર વિજેતાને રૂપાણી સરકાર 20 હજાર અને હરિયાણા સરકાર પૂરા એક કરોડ*
  જમ્મુ અને કાશ્મીરના પુલવામા જીલ્લામાં સીઆરપીએફનાં જવાનો પરના હુમલા બાદ શહીદને મદદ કરવા માટે સમગ્ર દેશમાં લોકો આગળ આવી રહ્યા છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર વિજેતાને આપવામાં આવેલી રકમ આઘાતજનક લાગી રહી છે.એક ખ્યાતનામ પેપરનાં અહેવાલ અનુસાર ગુજરાત સરકારે 39 વીરતા પુરસ્કાર વિજેતાઓ માટે ફક્ત બે લાખ કે ચાર હજાર રૂપિયા જ ખર્ચ્યા છે. ગુજરાત સરકાર અશોક ચક્રના વિજેતાને ફક્ત 20,000 રૂપિયા પુરસ્કાર રૂપે આપે છે, જ્યારે હરિયાણા સરકાર રૂ. એક કરોડનો પુરસ્કાર આપે છે. રાજ્યના ગૃહમંત્રાલય હેઠળ કામ કરતાં સૈનિક કલ્યાણ અને પુનર્વસન વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ પરમ વીર ચક્ર વિજેતાને 22,500 રૂપિયાની રકમ આપવામાં આવે છે.
  ********
  *ભારતનો ડર પાકને રાત-દિવસ ઉંઘવા નથી દેતો ટેન્કોને સિયાલકોટ બોર્ડર તરફ ધકેલી*
  પુલવામા હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ ઉભુ કર્યું છે. એવું માનવામાં આવે છે કે ભારત આ હુમલાનો જવાબ આપવા માટે પાકિસ્તાન પર કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે. ભારતના જવાબી હુમલાથી પાકિસ્તાન ખૂબ ભયભીત છે.પાકિસ્તાનને બીક લાગે છે કે ભારત તેના પર હુમલો કરી શકે છે. આ ડરથી તેણે સિયાલકોટ બોર્ડર તરફ પોતાની ટેન્કોને રવાના કરી છે. પાકિસ્તાની ટ્વિટર ખાતાએ આ વિશેની માહિતી આપી છે. મોહમ્મદ સાદ નામના એક વ્યક્તિએ આ વિડિઓ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાં ઘણા ગામો પણ ખાલી કરી દીધા છે
  *********
  *પાકિસ્તાને 40 ગામોને ખાલી કરાવી નાખ્યાં*
  પુલવામા હુમલા પછી ભારત અને પાક વચ્ચે 36નો આકડો થઈ ગયો છે એવામાં સમાચાર મળ્યા છે કે પાકિસ્તાન ત્યાંના ગામડાઓને ખાલી કરવામાં લાગ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાં ઘણા ગામો પણ ખાલી કરી દીધા છે. આ સાથે લોકોને ચેતવણી આપવા માટે કહેવામાં આવ્યું છે. માહિતી અનુસાર પાકિસ્તાને નિયંત્રણ રેખા નજીક લોકોનાં અવન જવન અટકાવી દીધી છે. પીઓકેના 127 ગામોમાં પાકિસ્તાને ચેતવણી આપી દીધી છે. સાથે સાથે જ 40થી વધુ ગામોને એલઓસી દ્વારા ખાલી કરવામાં આવ્યા છે.
  ********
  *મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય પાકનાં જન જન હવે પાણી માટે તરસશે ત્રણ નદીઓનું પાણી રોકી દીધું*
  પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી તોડી નાંખવા માટેની માંગણી ઉઠી રહી છે. ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એક મોટું એલાન કરતા કહ્યું કે પાકિસ્તાનને નદીઓ દ્વારા મળતું પાણી રોકીને હવે જમ્મુ-પંજાબ અને યમુનામાં લાવવામાં આવશે.તેના માટે ભારતના અધિકારવાળી ત્રણ નદીઓ માટે પ્રોજેક્ટ તૈયાર કરી લેવાયો છે
  ********
  *અયોધ્યામાં રામમંદિર તો અમે જ બનાવીશું વિજ્ય રૂપાણી*
  ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી લાગણીની તમને કદર નથી પણ અમને તમારી નફરતથી પણ લગાવ છે એટલે તમારી વાતોને પ્રેમ અને સદભાવનાથી સ્વીકારીશું.રાજ્યપાલનાં પ્રવચનને મહત્વનું ગણાવતા તેમણે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે અધ્યોધ્યામાં રામ અમારી કટિબદ્ધતા છે. રામ મંદિર તો અમે જ બનાવીશું.
  ********
  *બોર્ડની પરીક્ષામાં CCTV સાથે ઓડીયો રેકોર્ડિંગ પણ ફરજિયાત*
  અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાઓ તા.૭મી માર્ચથી શરૂ થવાની છે, શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં સીસીટીવી સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે.
  ********
  *પાકિસ્તાન આર્થિક રીતે બરબાદ ટામેટાંનો ર૦૦ કિલો*
  ઇસ્લામાબાદ: પુલવામા આતંકી હુમલા બાદ ભારતના લોકો પાકિસ્તાન સામે બદલો લઇને પાઠ ભણાવવાની ઉગ્ર માગણી કરી રહ્યા છે, પરંતુ મોદી સરકારે પાકિસ્તાન પર એવો ઘા કર્યો છે કે જેનાથી આર્થિક રીતે તેની કમર તૂટી ગઇ છે. પુલવામા હુમલા બાદ મોદી સરકારે પાકિસ્તાનનો સૌ પહેલાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો હતો અને ત્યાર બાદ પાક.થી આયાત થતા માલસામાન પર ર૦૦ ટકા ડયૂટી ઝીંકતાં પાકિસ્તાન આર્થિક બરબાદીના આરે આવીને ઊભું રહી ગયું છે
  ********
  *બાંગ્લાદેશ: ઢાકાની કેમિકલ ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં ૭૦નાં મોત*
  ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ચોક બજાર સ્થિત એક ઈમારતમાં સિલિન્ડર ફાટવાથી લાગેલી ભીષણ આગના કારણે ૭૦ લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં ૪૦થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યાંક હજુ વધી શકે છે.
  *******
  *હુર્રિયતના વધુ 18 નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી*
  જમ્મુ: સરકારી સુરક્ષામાં સલામત રહીને આતંકીઓની ભાષા બોલનારા અને પાકિસ્તાન તરફી હુર્રિયતના કટ્ટરપંથી જૂથના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાની સહિત ૧૮ અલગતાવાદી નેતાઓની સુરક્ષા જમ્મુ-કાશ્મીર પ્રશાસને પાછી ખેંચી લીધી છે.
  ********
  *રાજ્યભરના એસ.ટી હડતાળ થી મુસાફરો બેહાલ*
  રાજ્યભરના એસ.ટી. કર્મચારીની સાથે બોટાદના એસ.ટી. કર્મચારી પણ જોડાયા છે. હડતાલ પર એસ.ટી. કર્મચારીઓના રાજ્યના ત્રણ મોટા મંડળો દ્વારા રાજ્ય સરકાર સાથે વિવિધ માંગણીઓની વારંવાર રજુવાત કરતા સરકાર દ્વારા માંગણી નહી સ્વીકારતા રાજ્યના એસ.ટી.ના 45૦૦૦ હજાર જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. એસ.ટી. કર્મચારીઓ હડતાલ પર ઉતરતા રાજ્યની ૭૦૦૦થી વધુ બસોના પૈડા થંભી ગયા છે. એસ.ટી કર્મચારીઓ દ્વારા એસ.ટી. ડેપોમાં આવતી બસો રોકી લેતા મુસાફરોને રઝળવાનો વારો આવ્યો હતો
  ***********
  *સીએમ રૂપાણીની અપીલ હડતાળ સમેટી લો નિરાકરણ આવશે*
  સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપીને કહ્યું છે કે,’હડતાળ સમેટી લો, ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ આવશે.’ સીએમ વિજય રૂપાણીના નિવેદન બાદ પણ હજી સુધી એસટી કર્મચારીના યુનિયનો દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી અને હડતાળ યથાવત્ છે.
  *******
  *વ્હોટ્સએપ પર પાકિસ્તાન વાત કરતો હતો યુવાન થઇ રહી છે પૂછપરછ*
  કચ્છઃ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકી હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા છે ત્યારે આ હુમલામાં સ્થાનિક વ્યક્તિની જ સંડોવણીનો ખુલાસો થતા સુરક્ષા એજન્સીઓ સતર્કતાથી કામગીરી કરી રહી છે. હાઇએલર્ટની વચ્ચે સીમાવર્તી કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના નાના એવા ગામનો વ્યક્તિ અન્યના નામે સીમકાર્ડ લઇ પાકિસ્તાનમાં વાત કરતો હોવાની બાતમી ગુપ્તચર એજન્સીને મળી હતી.
  ***********
  *હાઇએલર્ટ:ગુજરાતના ડાકોર રણછોડરાય મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ*
  પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશમાં સુરક્ષા એજન્સી સતર્ક થઇ ગઇ છે જેને પગલે IB એ ભારતમાં હજુ મોટા આતંકી હુમલાની ચેતવણી આપી છે. જેને પગલે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ગુજરાતના પ્રખ્યાત ડાકોરના રણછોડરાય મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં આતંકી હુમલાના એલર્ટને લઈ ટેમ્પલ કમિટીએ ગર્ભગૃહમાં કોઈને પણ પ્રવેશ આપવા પર પ્રતિબંધ મુક્યો છે.
  *******
  *શાયરાના અંદાજમાં રૂપાણીનો કોંગ્રેસને ટોણો રાજ્યપાલના આભાર પ્રસ્તાવમાં ગણાવ્યા સરકારના કામ*
  રાજ્યપાલના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ નાત-જાત, ભાષા-કોમની રાજનીતિમાંથી બહાર આવી વિકાસની પરિભાષા અંકિત કરી છે. યુપીએ સરકાર ના સમયમાં ગુજરાતને માત્ર 63346 કરોડ મળતા હતા. આજે 1 લાખ 58 હજાર કરોડથી પણ વધુની રકમ જનહિત કાર્યો
  ********
  *STના કર્મચારીઓ પછી હવે શિક્ષકોનો વારો આજે ઉતરશે CLપર*
  રાજ્યભરના એસટી વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા તેની સૌથી મોટી અસર મુસાફરો પર પડી છે. ત્યારે હવે શિક્ષકો પણ એસટી કર્મચારીના રાહે પોતાની માંગણીઓ પૂરી કરવા નીકળ્યા છે. 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે રાજ્યના સવા બે લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર જવાના છે
  *********
  *ગીરના જંગલમાં સિંહોનો વાઇરલ થયેલો વિડિયો સાચો*
  ગીરના જંગલમાં સિંહોની સંખ્યા વધી છે એનો વધુ એક પુરાવો સવારે વાઇરલ થયો હતો. વાઇરલ થયેલા વિડિયોમાં પંદર સિંહની એક ફૅમિલી સો મીટરની રેન્જમાં જ દેખાઈ હતી. દોઢ મિનિટના આ વિડિયોમાં એક પછી એક સિંહ આવી રહ્યા છે અને ગાડીમાં બેઠેલી ગુજરાતી ફૅમિલીની વાતો પણ એમાં સંભળાઈ રહી છે. આ વિડિયો ગઈ કાલે ગુજરાતના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણપત વસાવાએ જોયો અને એની ખરાઈ પણ કરી. ગણપત વસાવાએ કહ્યું હતું કે ‘આ વિડિયો સાચો છે.
  *નાસિકથી મુંબઈ સુધી ખેડૂતોની કૂચ સરકારે વચનો પૂરાં ન કરતા કર્યો વિરોધ*
  મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં રહેલી બીજેપી સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂરા કર્યા નથી અને આ બાબતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હજારો ખેડૂતોએ નાસિકથી મુંબઈ સુધીની 180 કિલોમીટરની કૂચ શરૂ કરી છે. છેલ્લા 1 વર્ષમાં ખેડૂતોની આ બીજી આવી કૂચ છે મહારાષ્ટ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ચાલી રહેલી વાતચીત પડી ભાંગી છે અને તે પછી ખેડૂતોએ તેમની મુંબઈ તરફની કૂચ ચાલુ રાખી છે.
  *********
  *સુરતના વેપારીઓ નેતા ભક્તિ છોડી દેશ ભક્તિમાં જોડાયા સાડીની નવી ડિઝાઇન પ્રિન્ટ તૈયાર*
  પુલવામા થયેલા આતંકી હુમલા બાદ લોકોનો જુસ્સો ટોચના લેવલે છે. ત્યારબાદ સુરતના ટેક્ષટાઇલ માર્કેટમાં સર્જિકલ સ્ટ્રાઇકની પ્રિંટ ધરાવતી અવનવી સાડીઓ તૈયાર કરવામાં આવી છે. આ સિવાય ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ પણ તૈયાર કરાઇ છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઈક દર્શાવવામાં આવી છે.સર્જિકલ સ્ટ્રાઇકની પ્રિંટ ધરાવતી અવનવી સાડીઓમાં બંદૂક લઈને ચાલતા સૈનિકો, હેલિકોપ્ટરથી હુમલાનું દ્રશ્ય, પહાડો તેમજ નદીઓને દર્શાવવામાં આવી છે.
  ********
  *સુરત,લાયનસ ક્લબ ઝોન-2 દ્વારા શહિદ થયેલા વીર જવાનોના પરિવારને ફાળો મોકલશે*
  સુરતમાં ઝોન-2 મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆતમાં દેશમાં થયેલ આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડીને બે મિનિટનો મોન ધારણ કરવામાં આવ્યું હતું સાથે ૧.લાખ.૫૦ હજારનો ફાળો શહીદ જવાનોના કુટુંબ માટે લાયનસ ક્લબ ઝોનના મિત્રોં દ્વારા ઉઘરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રીમતિ મોનાબેન દેસાઈ પંકજ પટેલ નરેશ પારેખ ઝેડ.સી.ટીમ સાથે ડીજી કેશરવાનીજી વીડીજી.૨ અશોકભાઈ આર.સી.ભરત ભાઈ ઉપસ્થિત રહિયા હતા સાથે બીજા પીડીજીઓ પણ હાજરી આપી હતી
  **********
  *વાપીથી બે બોગસ ડોક્ટરોને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા*
  સુરતઃ વાપીમાં એસઓજીની ટીમ દ્વારા બે બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હતા. વાપી ટાઉન પોલીસે બંને બોગસ તબીબ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાપીમાં અગાઉ પણ બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યા હતા. અને જેલ હવાલે કર્યા હતા.
  ******
  *સુરતમાં STના કર્મચારીઓએ ગરબા લઈ વિરોધ નોંધાવ્યો*
  સુરતઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ નહીં આવતા હડતાળ પર ઊતરી ગયા છે. અને સુરત સેન્ટ્રલ ટેપો પર કર્મચારીઓ દ્વારા ગરબા, લોલીપોપ દર્શાવી અને સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
  ********
  *સુરતઃસરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ*
  સરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફેસબૂક પર કોમેન્ટ કરવાને લઈને એક યુવકને ફાર્મ હાઉસમાં માર મારવામાં આવ્યો હતો. જેને પગલે યુવકે સરથાણા પોલીસમાં કોર્પોરેટર નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
  ********
  *સુરતમાં રિંગરોડ રાજહંસ બિલ્ડીંગ પાસે રિંગરોડ આઇટીસીથી ગ્રીન પ્રભા બિલ્ડીંગ સુધી ઓનસ્ટ્રીટ પાર્કિંગનો અમલ થશે*
  વરાછા : ટી.પી 16 કાપોદ્રા એફ.પી.3,4ની પાછળ જવાહરનગર રોડ ટી.પી 16 કાપોદ્રા, એફ.પી 10-11ની પાછળ જવાહરનગર રોડ ટી.પી 16 કાપોદ્રા, એફ.પી 22ની પાછળ કમલપાર્ક સોસાયટીથી જવાહરનગર રોડ
  વરાછા : વરાછા ડી માર્ટ પાસે સરથાણા, વરાછા મેઇન રોડ, અવધથી રોયલ આર્કેડ પાસે વરાછા મેઇન રોડ, વોટર વર્કસથી મહારાણા પ્રતાપ ગાર્ડન સુધી
  લિંબાયત : સાલાસર ગેટથી કમેલા રોડ, કમેલા દરવાજાથી આંજણા ગરનાળાઉધના: સેન્ટર પોઇન્ટથી સિવિલ ચાર રસ્તાથી સોસિયો સર્કલ સુધી ઉધના દરવાજાથી સત્યનગર ગેટ સુધી બંને બાજુ સત્યનગર ગેટથી સિટી ઇન્ડસ્ટ્રીઝ સુધી રસ્તાની બંને બાજુ અઠવા : ડુમસ રોડ અઠવાગેટથી ચોપાટી જંકશન દરગાહ પાસેરાંદેર : એલ.પી.સવાણી રોડ આનંદ મહલ રોડ સુરત હજીરા રોડતારગામ : ગજેરા સ્કુલ અંકુર વિદ્યાલય વેડરોડ પ્રણામી હોસ્પિટલથી સિંગણપોર ચાર રસ્તા
  *********
  *સુરતમાં પાલિકાના આરોગ્ય અધિકારી તરીકે ડો. ઉમરીગરની નિમણૂક*
  સુરત ખડી કમિટિમાં આરોગ્ય અધિકારી તરીકે ડો.પ્રદીપ ઉમરીગરની નિમણૂંક કરાઇ હતી.આ રેસમાં ડો.પ્રદિપ ઉમરીગર,ડો.અજીત ભટ્ટ, ડો. મહેન્દ્ર પટેલ સાથે અમિત પટેલ હતા. આ ચારેયમાં ડો.પ્રદિપ ઉમરીગરને 23 વર્ષ 9 માસ, ડો.મહેન્દ્ર પટેલને 23 વર્ષ 3 માસ જ્યારે ડો. અજીત ભટ્ટને 25 વર્ષનો પાલિકામાં નોકરીનો અનુભવ છે. જેમાં ડો.પ્રદિપ ઉમરીગર છેલ્લા 8 મહિનાથી ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે
  **********
  *આજે આજ ફીર જીનેકી તમન્ના હૈ સંગીત કાર્યક્રમ યોજાશે*
  સુરતમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં સાહિત્ય કાર્યક્રમ યોજાશે
  સુરત યુનિવર્સિટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટ દ્વારા સાહિત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે 22મી ફેબ્રુઆરીના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી યોજાશે
  **********
  *સુરત પેસેન્જરોની ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે હાપા અને સાંત્રાગાછી રેલવે સ્ટેશન વચ્ચે એસી સ્પેશ્યિલ ટ્રેન દોડશે*
  ટ્રેન નંબર-02833 હાપા સાંત્રાગાછી સુપર ફાસ્ટ એસી સ્પેશિયલ ટ્રેન સોમવારે 25 ફેબ્રુઆરીએ હાપાથી સવારે 10.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 10.10 કલાકે સુરત આવીને સવારે 05.45 કલાકે સાંત્રાગાછી પહોંચશે. ત્યાંથી ટ્રેન શુક્રવારે રાત્રે 9.05 કલાકે ઉપડશે અને સવારે 5.25 કલાકે સુરત આવી સાંજે 4.35 કલાકે હાપા પહોંચશે.આ ટ્રેનનો લાભ રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રઘરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશનને મળનારો છે
  *********
  *સુરત સ્પાઇસ જેટ 31મી માર્ચથી ભોપાલ, અને ચૈન્નઇની ફ્લાઇટ શરૂ કરશે*
  સુરત સ્પાઇસ જેટ ભોપાલ બાદ હવે 31મી માર્ચથી સુરતથી ચેન્નઇની ફ્લાઇટ શરૂ કરી રહી છે. જેના માટેનું બુકિંગ પણ તેણે શરૂ કર્યું છે.ફ્લાઇટ ચેન્નઇ એરપોર્ટથી બપોરે 12:50 કલાકે ટેકઓફ થઈ સુરત એરપોર્ટ પર બપોરે 15:00 કલાકે લેન્ડ થશે
  ********
  *બાન્દ્રા-પટના, ઉધના-દાનાપુર એક્સપ્રેસનાં ભાડાં ઘટાડાયા*
  સુરત ઉધના દાનાપુર અને બાન્દ્રા પટના એક્સપ્રેસને પૂર્વ મધ્ય રેલવેએ નોન પોપ્યુલર જાહેર કરી દીધી છે. જેને કારણે બે ટ્રેનના સેકેન્ડ એસીના ભાડાંમાં રૂપિયા 100થી 150 સુધી ઘટાડો થઈ ગયો છે
  ********
  *રેલવેએ 10 કરોડનો દંડ વસૂલ્યો*
  સુરત પશ્ચિમ રેલવેએ જાન્યુઆરીમાં મફતિયા મુસાફરોને પકડવાનું અભિયાન હાથ ધર્યું હતું. રેલવેએ 2.15 લાખ કેસ નોંધીને 10.06 કરોડનો દંડ વસૂલ્યો છે. રેલવેએ પકડેલા મફતિયા મુસાફરમાં 319 ભિખારીઓ, 526 ફેરિયાઓને પકડીને દંડ વસૂલ્યા છે
  ********
  *પ્રિય વાચક મિત્રો* સમાચારો યોગ્ય અને પ્રમાણિક હોય છે માટે આગળ ફોરવર્ડ કરતા રહેવું જેથી કરી અન્ય વાચક મિત્રોને લાભ મળી શકે આભાર Editor pruthvirajsinh jadeja  9909282128*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here