સલામત ગુજરાતમાં અસલામત મહિલાઓ, જાણો વધુ માહિતી

0
46

એક તરફ સરકાર દ્વારા સલામત ગુજરાતના બણગા ફુંક્વામાં આવી રહ્યા છે, તો બીજી તરફ યુવતીઓ પર બળાત્કાર, છેડતી અને અપહરણ જેવી ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકાર તો સલામત ગુજરાતના દાવા કરી રહી છે, પરંતુ સલામત ગુજરાતમાં ગુજરાતણ સલામત નથી તેવું લાગી રહ્યું છે. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ ખુદ રાજ્ય સરકારના રિપોર્ટમાં એવું સાબિત થઈ રહ્યું છે કે, ગુજરાતમાં યુવતીઓ અને મહિલાઓ સલામત નથી.

ગુજરાતમાંથી છેલ્લાં એક વર્ષ દરમિયાન 6108 મહિલાઓ ગુમ થઈ છે અને આ મહિલાઓ અને યુવતીઓનો હજુ સુધી કોઇ અતોપતો પણ લાગ્યો નથી. 2017-18 માં મહિલાઓના અપહરણના કેસ વધીને 1679 થયા હતા. 2017-18 માં મહિલાઓ અને યુવતીઓની છેડતીના 1224 કેસ નોંધાયા છે. ત્યારે દુષ્કર્મના 926 કેસ નોંધાયા છે. આ તો પોલીસના ચોપડે નોંધાયેલા દુષ્કર્મના કેસ છે, પરંતુ હજી તો ઘણી પીડિતાઓ છે કે, જે બદનામીના ડરથી સામે નથી આવી રહી.

વર્ષ 2017-18 માં કેન્દ્ર સરકાર દ્વારા સૌથી સલામત રાજ્યોની એક યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં સલામત ગુજરાતનું સ્થાન છેક 16માં ક્રમે આવે છે. આ બાબતને લઈ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાત અસલામત છે, સમગ્ર દેશ અસલામત છે. કારણ કે, સલામતીની જવાબદારી જેમને સોંપી હતી તે જ ભાજપના શાસકો પોતાની પ્રસિદ્ધિ માટે કિંમતી સમયનો વેડફાટ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here