31 માર્ચ બાદ તમારું PAN કાર્ડ નકામું થઈ શકે છે, જાણો શા માટે?

0
43

ઇનકમટેક્સ રિટર્ન ન ભરનાર નાગરિકો માટે 31 માર્ચ પહેલાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અનિવાર્ય છે.

 

સેન્ટ્ર્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના આદેશ મુજબ, PANને આધારા કાર્ડ સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. CBDTએ 31 માર્ચની ડેડલાઈન આપી છે. સુપ્રીમ કોર્ટે અગાઉથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આ પાન કાર્ડને આધારા કાર્ડ સાથે ફરજિયાત લિંક કરાવવું પડશે. આ નિયમ મુજબ, 31મી માર્ચ પહેલાં આ પ્રક્રિયા કરવી અનિવાર્ય છે.

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયા છે કે નહીં તે આવી રીતે ચેક કરી શકાશે. તમે ઇનકમટેક્સની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર ક્લિક કરી અને તમે Link Aadhaar ટેબ પર ક્લિક કરી અને જરૂરી વિગતો ભરી શકો છે. તમારી તમામ વિગતો આ ટેબલમાં ભર્યા બાદ તમે જાણી શકશો કે તમારા કાર્ડનું લિંકિંગ થયું છે કે નહીં.

SMSથી લિંક કરો- તમે જો હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યુ તો તમે ઇનકમટેક્સ ડિપાર્ટમેન્ટને એસએમએસ મોકલી અને તમે લિંક કરાવી શકો છો.

તમારે મેસેજ કરવ માટે ચોક્કસ ફોર્મેટમાં 567678 અને 56167 નંબર પર SMS કરવાનો રહેશે. મેસેજમાં તમે UIDPAN<SPACE><12 અંકોનો આધાર નંબર><Space><10 અંકોનો પાન નંબર PAN> ટાયપ કરી 567678 અને 56161 પર SMS કરો. જે લોકોના કાર્ડ અગાઉથી લિંક થઈ ગયા છે તેમને મેસેજ આવશે અને જે લોકોના થયા નથી તેમને નવા રજિસ્ટ્રેશનનો મેસેજ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here