બોટલ નંગ- ૨૪૦ કિ.રૂ. ૭૨,૦૦૦/- ભારતીય બનાવટનો દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

0
63

ભાવનગર ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. જી.કે.ઇસરાણી તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તાનરમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન *પો.કો. ચિંતનભાઇ ભગવાનભાઇ મકવાણા* ને બાતમી રાહે હકિકત મળેલ કે અતુલ શક્તિ લોડીંગ રીક્ષા રજીનં G.J.7.UU.6478 માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો આવેલ છે. અને આડોડીયાવાસમાં ઉતરવાનો છે. જેથી તાત્કાલીક આડોડીયાવાસના ગોબર ગેસ પ્લાન્ટ પાસે રેઇડ કરતા સદરહું નંબરની અતુલ શક્તિ લોડીંગ રીક્ષામાં દિનેશભાઇ પ્રભાશંકરભાઇ બારૈયા ઉ.વ.૪૨.રહે.પ્લોટ નં.૪૫ જલારામા સોસાયટી તળાજા જકાત નાકા. ભાવનગર વાળા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વિહીસ્કી ની ૭૫૦ એમ.એલ.ની કું.સીલપેક કાચની બોટલ નંગ- ૨૪૦ કિ.રૂ. ૭૨.૦૦૦/-સાથે પકડાય ગયેલ અને મજકુરની પુછ પરછ કરતા સરદહું દારૂનો જથ્થો ઘોઘા તાલુકાના ખાટડી ગામના શક્તિસિંહ ચકુભા રાયજાદા ભાવનગર લીલા સકર્લ પાસે આપી ગયેલાનું જણાવતા કુલ રૂ. ૧,૦૩,૦૦૦/-ના મુદામાલ સાથે બંને ઇસમો વિરૂધ્ધમાં *ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં* ગુન્હો નોઘાવવામાં આવેલ છે.
*આ કામગરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. જી.કે ઇસરાણી તથા એ.એસ.આઇ પરાક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ.જે.વી.ઝાલા, આર.એમ.સરવૈયા, બી.એસ.ચુડાસમા તથા પો.કોન્સ. જયદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ,શકિતસિંહ ગોહિલ, અરવિંદભાઇ દેવશીભાઇ પરમાર,રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે જોડાયેલ હતા.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here