મહીસાગરઃ વીરપુર હાઈ-વે પર જાનૈયા ભરેલી ટ્રક પલટી, 30થી વધુ ઘાયલ રવિવારે સવારે મહીસાગરમાં વીરપુર હાઈ-વે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં જાનૈયા ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં 30થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

0
440

 

રવિવારે સવારે મહીસાગ  રમાં વીરપુર હાઈ-વે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં જાનૈયા ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં 30થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે, ચાલુ ટ્રકમાં અચાનક જ ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો અને ટ્રક પલટી ખાઇ ગઇ હતી.

જાનૈયાઓ વગાસથી કારંટા લગ્ન પ્રસંગમાં જઇ રહ્યાં હતા તે સમયે ઘટના સર્જાઇ હતી.

ટ્રકમાં જાનૈયાઓની સાથે નાના બાળકો પણ સવાર હતા. બાળકોને પણ અકસ્માતમાં ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.

જ્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here