ગોંડલના આશાપુરા ચોકડી પાસે નેપાળી પ્રવાસી વૃદ્ઘનું હાર્ટ એટેકથી મોત

0
43

ગોંડલ, તા.૪:-નેપાળના પશુપતિનાથ મહાદેવના સાનિધ્યે થી સૌરાષ્ટ્ર સોમનાથના દર્શને આવી રહેલ નેપાળી પરિવારના વૃદ્ઘનું ગોંડલ આશાપુરા ચોકડી પાસે હાર્ટ એટેકથી નિધન  થતા નેપાળી પરિવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સોમવતી અમાસના મહાશિવરાત્રીનું પર્વ હોય, શિવ ભકતો શિવ ભકિતમાં તલ્લીન થઈ રહ્યા  છે ત્યારે નેપાળના અકિલા પશુપતિ મહાદેવના સાનિધ્યે થી સૌરાષ્ટ્ર સોમનાથ મહાદેવના મંદિરે જઈ રહેલ નેપાળી પરિવારના કાલીચરણ શાહ રામપ્રસાદ શાહ હલવાઈ (ઉંમર વર્ષ ૭૪) (રહે વિરાજ નગર, નેપાળ)ને ગોંડલના આશાપુરા ચોકડી પાસે હૃદયરોગનો હુમલો આવતા ગોંડલના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા  હતા પરંતુ વૃદ્ઘને સારવાર મળે તે પહેલા જ તેમનું નિધન થતાં નેપાળી પરિવાર શોકમગ્ન બન્યો હતો. છેલ્લા ૩૨ દિવસથી ભારતભરનું પરિભ્રમણ કરી રહેલ નેપાળી  પરિવારના સહારે માનવ સેવા ટ્રસ્ટના  અને નગરપાલિકા તંત્ર આવ્યું હતું ૩૦ જેટલા પ્રવાસીઓની રહેવાની વ્યવસ્થા બાલાશ્રમ  ખાતે કરાઇ હતી અને વૃદ્ઘના મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહને પરત નેપાળ પહોંચાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. નેપાળી પ્રવાસીઓ અંગે માનવ  સેવા ટ્રસ્ટના પ્રમુખ જણાવ્યું હતું કે નેપાળી પરિવાર શિવ ભકિતમાં માનનાર હોય બાર જયોતિર્લિંગ સાથે ભારત દર્શન માટે ૩૨ દિવસેના પ્રવાસે નીકળ્યા હતા અને જૂનાગઢ ખાતે અર્ધકુંભના પણ દર્શન કરવા જવાના હતા પરંતુ પરિવારના મોભીનું જ નિધન થતા પ્રવાસ ગોંડલ ખાતે અટકી પડ્યો હતો. ઘટના અંગે નેપાળી વૃદ્ઘ કાલીચરણ શાહના પુત્ર પશુપતિને જાણ કરવામાં આવી હતી તેઓ પ્લેન મારફત અમદાવાદ આવવા નીકળી ગયેલ છે અને પ્રવાસીઓ દ્વારા તેમને સમજાવવામાં આવશે કે અંતિમવિધિ ગોંડલ અથવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવે અને ત્યારબાદ તેમના અસ્થિ ફૂલને નેપાળ લઈ જઈ અસ્થિ વિસર્જન વિધિ કરવામાં આવે આખરી નિર્ણય તેના પુત્ર ઉપર નિર્ધારિત રાખવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here