સોની બજાર અટિકામાં 48 મિલકતોને જપ્તીની નોટિસ

0
67

 

રાજકોટ મહાનગરપાલીકાના વેરા વિભાગ દ્વારા 80 કરોડની ઉઘરાણી માટે 1 લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના કોમર્શિયલ મિલકતો વિરૂધ્ધ મિલકત સીલીંગ અને જપ્તીની નોટીસ આપવા માટે રીકવરી ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત આજરોજ સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનમાં 6 યુનિટ સીલ કરી 48 આસામીઓને મિલકત જપ્તીની નોટીસ ફટકારી રૂા.26 લાખની વેરા વસુલાત કરી હતી.
મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.7, 13, 17 માં આવેલ જાગનાથ પ્લોટ, રામકૃષ્ણનગર, સોની બજાર, લોધાવાડ ચોક, ભુતખાના ચોક, સદર નગર મેઇન રોડ, માયા ચેમ્બર્સ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, સમ્રાટ ઇન્ડ. વિસ્તાર, પરમેશ્ર્વર સોસાયટી, અટીકા ઇન્ડ. એરીયા અને સહકાર મેઇન રોડ સહિતના વિસ્તારોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરી સોની બજાર, લોધાવાડ અને ભુતખાના ચોકમાં છ
દુકાનને સીલ કરવામાં આવી હતી તેમજ અન્ય ચાર યુનિટને મિલ્કત જપ્તીની નોટીસ ફટકારી રૂા.12.49 લાખની સ્થળ ઉપર વસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા ઇસ્ટ ઝોનમાં સીલીંગની કામગીરી દરમ્યાન ગાયત્રી પાર્ક, મોરબી રોડ, નવાગામ, પેડક રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, સંતકબીર રોડ, કબીર કોમ્પ., રામનગર જીઆઇડીસી, કેદારનાથ સોસાયટી, સાગર સોસાયટી, આશાપુરા સોસાયટી, વિરાણી અઘાટ અને બાલાજી ઇન્ડ. વિસ્તારોમાં મિલ્કત સીલીંગ તેમજ જપ્તીની નોટીસ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી 44 આસામીઓને મિલ્કત જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી અને સીલીંગથી બચવા 34 આસામીઓેએ સ્થળ ઉપર વેરાની રકમ ભરપાઇ કરતા મનપાને 13.18 લાખની આવક થઇ હતી.
વેરા વિભાગના ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનના સ્ટાફ દ્વારા રીકવરી ઝુંબેશ હાથ ધરી સોની બજાર, લોધાવાડ ચોક અને ભુતખાનામાં 6 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે બંને ઝોનમાં 84 મિલ્કતો પૈકી 48 આસામીઓને મિલ્કત જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા.26 લાખની વસુલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here