આગામી તારીખ 14 મી ના રોજ વલસાડના ધરમપુર ખાતે રાહુલ ગાંધી જન આક્રોશ રેલી મા જોડાવા આહવાન કરતા શ્રી કુંભાણી શ્રી સાકરીયા

0
153

સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણીના પડધા વાગ્યા છે ત્યારે પ્રથમ કોંગ્રેસની જંગી જાહેર સભા ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આગામી તારીખ 14 ના રોજ 1:00 વાગે ધરમપુરના લાલ ડુંગરી ખાતે શ્રી રાહુલ ગાંધીની જન આક્રોશ રેલી આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસી કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાશે આ જનાક્રોશ જંગી સભા સાથે ગુજરાત લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ સ્થપાશે આ રેલીમાં જોડાવા માટે અમરેલી જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને સુરતના કોપરેટર નિલેશભાઈ કુંભાણી પ્રદેશ કોંગ્રેસના મંત્રી પ્રદીપભાઈ સાકરીયા એ અમરેલી જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ તેમજ હોદેદારો ને આ રેલીમાં જોડાવા આહવાન કરેલ છે શ્રી કુંભાણી એ જણાવ્યું કે સુરત જિલ્લામાંથી વીસ હજાર ઉપરાંત કાર્યકર્તાઓ જોડાશે આ જનાક્રોશ રેલીમાં જોડાઈ અને આપણા લોકલાડીલા યુવા નેતા શ્રી રાહુલ ગાંધીના હાથ મજબૂત કરી આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી છૂટી કાઢી એવી આશા સાથે જોડાવા ગુજરાતની તેમજ અમરેલી જિલ્લાની જનતાને આહવાન કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here