પાટીદાર નેતા હાર્દિક ‘પાટીદાર’ સાથે નહીં ‘વૈષ્ણવ વણિક’ કિંજલ સાથે કરશે લગ્ન! હાર્દિકના પિતાએ કિંજલની જ્ઞાતિ વિશે સ્પષ્ટ કરતાં કહ્યું કે, આ આંતર-જ્ઞાતિ લગ્ન નથી. કિંજલ પરીખ પટેલ છે અને તે અમારા પાટીદાર સમાજની છે

10
544

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યો છે. હાર્દિક 27 જાન્યુઆરીએ પોતાની વાગ્દત્તા અને નાનપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હાર્દિક-કિંજલના લગ્ન સુરેન્દ્રનગરના દિગસાર ગામમાં યોજાશે. મળતી માહિતી મુજબ હાર્દિકના લગ્ન ખૂબ જ સાદાઈથી આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કિંજલ પરીખ વૈષ્ણવ વણિક પરિવારમાંથી આવે છે. કિંજલ કોમર્સ ગ્રેજ્યુએટ છે. તે હાલમાં ગાંધીનગરમાં એલએલબીનો અભ્યાસ કરી રહી છે.

હાર્દિક પટેલના પિતા ભરત પટેલે ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, હાર્દિક અને કિંજલ એક જ વિસ્તારમાં રહેતા હતા અને નાનપણથી જ એક-બીજાને ઓળખતા હતા. અમે અને કિંજલના પરિવારે લગ્ન 27 જાન્યુઆરીએ આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, હાર્દિકના પિતાએ કિંજલની જ્ઞાતિ વિશે સ્પષ્ટ કરતાં કહ્યું કે, આ આંતર-જ્ઞાતિ લગ્ન નથી. કિંજલ પરીખ પટેલ છે અને તે અમારા પાટીદાર સમાજની છે.

મળતી માહિતી મુજબ, કિંજલ અનેકવાર હાર્દિકના ઘરે આવતી હતી. કિંજલ અને હાર્દિકની બહેન મોન

10 COMMENTS

  1. It is appropriate time to make some plans for the
    future and it is time to be happy. I have read this post and if I could I desire to suggest you few interesting things or suggestions.
    Maybe you can write next articles referring to this article.
    I desire to read more things about it!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here