૧૦ વર્ષની બાળાએ પીએમ મોદીને હૃદય હચમચાવી નાખે તેવો પત્ર લખ્યો

0
50

સુરત,
પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોનો બદલો લેવા દેશના અલગ અલગ વિસ્તારોમાંથી અભિપ્રાયો મળી રહ્યા છે. લોકોમાં ગુસ્સો એટલી હદે વકર્યો છે કે પીએમ મોદીને પત્ર લખીને જણાવી રહ્યા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં રહેતી એક ૧૦ વર્ષની માસૂમ બાળાએ પીએમ મોદીને હૃદય હચમચાવી નાખે તેવો પત્ર લખ્યો છે. આ ૧૦ વર્ષની બાળકીએ પીએમ મોદીને કહ્યું છે કે, તેઓ ૪૪ જવાનોનો બદલો આતંકીઓ અને પાકિસ્તાનને મૂંહતોડ જવાબ આપીને દે. તેણે પોતાના પત્રમાં પોતાની બચત કરેલા રૂપિયા પણ શહીદોને આપવાનું જણાવ્યું છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના પુણા વિસ્તારમાં એક ૧૦ વર્ષની મનાલી રહે છે. તેણે ૧૪મી ફેબ્રુઆરીએ જ્યારે તે હોમવર્ક કરી રહી હતી, ત્યારે તેણે સમાચાર મળ્યા હતા કે, જમ્મુમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા છે. આ સાંભળીને ૧૦ વર્ષની મનાલીના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેમ ચોધાર આંસુએ રડી પડી હતી.

બાળકીના મનમાં પ્રથમ સવાલ ઉદ્દભવ્યો કે, જવાનોએ દેશ માટે જીવ ખોયો છે. તો પાકિસ્તાનને સબક શીખવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાત કરી શકાય કે નહી. જેથી તેણે પોતાની મમ્મીને આ વિશે જાણ કરી હતી. માતાએ સૌ પ્રથમ તો જણાવ્યું કે, વાત કરવી શક્ય નથી પણ પત્ર લખીને પોતાની વાત જણાવી શકે છે. બસ આ જ વાતનો અમલ મનાલીએ તરત જ કરી દીધો અને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આશ્વર્યની વાત તો એ છે કે, સુરતની મનાલીમાં ભારે રોષ છે. તેણે જણાવ્યું છે કે જા નરેન્દ્ર મોદી આતંકીઓ અને પાકિસ્તાનને મૂંહતોડ જવાબ નહીં આપે તો તે મોટી થઇને કોઇ દિવસ મત નહીં આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here