ગોંડલમાંથી ગુમ થયેલ મહિલાની હત્યા કરી, લાશને સળગાવી નાખેલ ગુન્હાનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા એસ.ઓ.જી.

0
466

બનાવની વિગતઃ-
ગઇ તા.૧૫/૦૨/૨૦૧૯ ના રોજ પરેશભાઇ રાજુભાઇ ગૌસ્વામી રહે.ગોંડલ વાળાએ ગોંડલ સીટી પો.સ્ટે.માં આવી જાહેરાત કરેલ કે, તા.૧૨/૦૨/૨૦૧૯ ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યા પછી પોતાની બહેન આરતીબેન ડો.ઓ. રાજુભાઇ ગૌસ્વામી ઉ.વ.૨૪ રહે.ગોંડલ વાળી કયાંક જતી રહેલ છે. તેવી જાહેરાત કરતા ગોંડલ સીટી પો.સ્ટે. ગુમસુધા નં. ૦૨/૨૦૧૯ તા.૧૫/૦૨/૨૦૧૯ થી જાહેર થયેલ.

જે બાબતે પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યના બલરામ મીણા સાહેબ દ્રારા ગુમ થનારને સત્વેર શોધી કાઢવા સારૂ સુચના કરવામાં આવતા એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી એમ.એન.રાણા સાહેબ તથા એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એ.જાડેજા સાહેબ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ના સ્ટાફ સાથે તપાસમાં હતા. અને આ કામે ગુમ થનાર ને ગુમ થયા પહેલા ઇમરાન ઉર્ફે ઇમલો કરીમભાઇ કટારીયા રહે.ગોંડલ વાળા સાથે મોબાઇલ ફોનમાં વાતચીત થયેલ હોવાનું જણાય આવતા તેને પુછપરછ માટે બોલાવતા અને તેની યુકિત પ્રયુકિતથી ઉંડાણપુર્વક પુછપરછ કરવામા આવતા ચારેક મહિનાથી તેને ગુમ થનાર સાથે પ્રેમ સબંધ હોય અને પોતે બન્ને અવાર નવાર મળતા અને ફોનમા વાતો કરતા હતા અને તા.૧૩/૦૨/૨૦૧૯ ના રોજ ગુમ થનારને પોતાના ઘરે બોલાવેલ અને પોતાની પાસે ગેર કાયદેસરની પિસ્ટલ હથિયાર હોય તેનાથી કોઇ પણ કારણ સર ફાયરીંગ કરી ગુમ થનારને ગોળી વાગી જતા તેનું મોત નિપજેલ હતુ. જેથી પોતે પોતાના મિત્રો (૧) જુનેજ મેમણ તથા (૨) સવુ બાપુ સૈયદ તથા (૩) નુરમહમદ રહે. ગોંડલ વાળાને બોલાવી તેઓની મદદથી લાશને ગોંડલ કંટોલીયા રોડ ઉપર આવેલ નદીમાં સળગાવી તેના હાડ માસ ને કોથળામાં ભરી ગોંડલ કંટોલીયા રોડ ઉપર આવેલ નદી પાસે બાવળની કાંટમાં ફેંકી દીધેલ હોવાની કબુલાત આપેલ છે. અને આ બાબતે ખરાઇ કરતા આરોપીએ બતાવેલ જગ્યાએથી મરણ જનાર ના હાડ માંસ મળી આવેલ અને તેમાંથી પગમા પહેરવાની ઝાંઝરી મળી આવતા જેની ગુમ થનારના ભાઇ પરેશભાઇ રાજુભાઇ ગૌસ્વામી પાસે ઓળખ કરાવતા જે ઝાંઝરી પોતાની બહેન આરતીબેનની હોવાનું ઓળખી બતાવેલ છે.

આમ, ગુમ થનાર આરતીબેન ડો.ઓ. રાજુભાઇ ગૌસ્વામી ઉ.વ.૨૪ રહે.ગોંડલ વાળીને આ કામના આરોપીએ પિસ્ટલ હથિયારથી ફાયરીંગ કરી મોત નિપજાવી લાશને સળગાવી તેના હાડ માસ ફેંકી દઇ ગુન્હો કરેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે. જે બાબતે મરણ જનાર ના ભાઇ પરેશભાઇ રાજુભાઇ ગૌસ્વામી જાતે.બાવાજી રહે. ગોંડલ વાળાની ફરીયાદ લઇ સીટી પો.સ્ટે.માં ફ. ગુ.ર.નં. ૨૩/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૨૦૧, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી) (એ), ૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આરોપીઓઃ-
(૧) ઇમરાન ઉર્ફે ઇમલો કટારીયા રહે.ગોંડલ (ફાયરીંગ કરી મોત નિપજાવેલ)
(૨) જુનેજ મેમણ રહે.ગોંડલ (લાશ સળગાવવામા તથા હાડ માસ નિકાલ કરવામાં મદદગારી)
(૩) સવુ બાપુ સૈયદ રહે.ગોંડલ (લાશ સળગાવવામા તથા હાડ માસ નિકાલ કરવામાં મદદગારી)
(૪) નુરમહમદ રહે. ગોંડલ. (લાશ સળગાવવામા તથા હાડ માસ નિકાલ કરવામાં મદદગારી)

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી (૧) ઇમરાન ઉર્ફે ઇમલો કટારીયા રહે.ગોંડલ વાળાને કબજામા લીધેલ છે. તેમજ બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આરોપીનો ગુન્હાહીત ઇતિહાસઃ-
આરોપી (૧) ઇમરાન ઉર્ફે ઇમલો કટારીયા રહે.ગોંડલ વાળો અગાઉ ગોંડલ સીટી પો.સ્ટે.માં વર્ષ ૨૦૧૬ માં પટેલ યુવાનના ચકચારી ખુન ના ગુન્હામાં તથા અન્ય મારા મારી, તથા જુગાર તથા ગેર કાયદેસર હથિયારના મળી સાતેક ગુન્હામા પકડાયેલ છે.

કામગીરી કરનાર ટીમઃ-
આ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એમ.એન.રાણા, તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.એ.જાડેજા, તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી શાખાના સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here