ગોંડલ તાલુકા વિસ્તારમાં પાંચ મહિના પહેલા બનેલ લુંટનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

0
58

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓએ અનડીટેકટ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હતી. જેઓની સુચના અન્વયે આજરોજ તા.૨૦/૦૩/૨૦૧૯ ના રોજ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સ. એમ.એન.રાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. એચ.એ.જાડેજા સાહેબ નાઓ સ્ટાફ સાથે વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન એક ઈસમને એક મોટર સાયકલ તથા દસ મોબાઇલ ફોન સાથે પકડી પાડી ગોંડલ તાલુકા વિસ્તારમાં પાંચ મહિના પહેલા બનેલ લુંટનો ભેદ ઉકેલેલ છે.

પકડાયેલ આરોપી :-
(૧) નરશીભાઇ દામજીભાઇ રાઠોડ રહે- જનાગઢ તારબંગલા પાસે

કબજે કરેલ મુદામાલ :-
(૧) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૨૫૦૦૦/-
(૨) દસ મોબાઇલ ફોન કિં.રૂ. ૬૨૫૦/-

કુલ મુદામાલ કિં.રૂ. ૩૧,૨૫૦/-

કામગીરી કરનાર ટીમ:-
(૧) પો.ઇન્સ. શ્રી એમ.એન.રાણા
(૨) પો.સબ ઇન્સ. શ્રી એચ.એ.જાડેજા
(૩) પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા
(૪) પો.હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી
(૫) પો.હેડ કોન્સ. રમેશભાઇ બોદર
(૬) પો. કોન્સ. દિવ્યેશભાઇ સુવા
(૭) પો. કોન્સ. મયુરસિંહ જાડેજા
(૮) એ.એસ.આઇ અમુભાઇ વીરડા
(૯) પો. હેડ કોન્સ ભીખુભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here