ગોંડલમાં ઝઘડામાં સમજાવવા વચ્ચે પડેલ રાકેશ આદીવાસીની હત્યાનો પ્રયાસઃ ૩ સામે ગુન્હો

0
42

                        ગોંડલમાં ગુંદાળા રોડ ઉપર ઝુંપડપટ્ટીમાં બે આદીવાસી યુવાનના ઝઘડામાં સમજાવવા વચ્ચે પડેલ આદીવાસી યુવાન પર ખુની હુમલો થયો હતો.

                                                         પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર ઓરો સ્કુલ પાસે ઝુંપડપટ્ટીમાં બાબુ નેનસીંગ તથા રાહુલભાઇ બાબુભાઇ વચ્ચે ઝઘડો ચાલતો હોય ત્યાં જ રહેતો રાકેશ આદીવાસી આ બંન્નેને  સમજાવવા જતા રાહુલ બાબુભાઇ પચાવા, બાબુ નેનસીંગભાઇ પચાવા તથા મંજુબેન બાબુભાઇ પચાવાએ એક સંપ કરી રાકેશ પર વાંસના ધોકાથી ખુની હુમલો કરતા રાકેશને માથામાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

બનાવ અંગે ઇજાગ્રસ્ત રાકેશના ભાઇ મુકેશ ઋગજીભાઇ વસુનીયા (રહે. મૂળ ગામ જોધપુર, એમપી)એ ઉકત ત્રણેય સામે ફરીયાદ નોંધાવતા ગોંડલ પોલીસે હત્યાની કોશીષનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here