વડાપ્રધાન કિસાન સહાય યોજના સંદર્ભે કલેકટર કચેરીમાં સ્પે.કન્ટ્રોલરૂમઃ રાત્રે ર સુધી ધમધમશે

0
131

બજેટમાં જાહેર થયેલ વડાપ્રધાન કિસાન સહાય યોજના સંર્દભે કલેકટર કચેરીમાં ૧ થી ર દિ’માં સ્પે. કન્ટ્રોલરૂમ ખોલાશે તેમ કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું.તેમણે કનિદૈ લાકિઅ ઉમેર્યું કે, આ માટે ખાસ ટેકનીકલ ટીમ રહેશે, કલેકટર કચેરીમાં બેસતી એનઆઇસી બ્રાંચના  ઉચ્ચ અધીકારીઓ શ્રી દુષ્યતભાઇ, ધંધુકીયા, જોશી, ઉપરાંત જીલ્લા કનિદૈ લાકિઅ તાલુકા અકિલા પંચાયતના અધીકારીઓ સ્ટાફ સવારે ૧૦ થી રાત્રે ર સૂધી રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે, કલેકટરની સુચના બાદ ખાસ બે ટીમ બનાવાઇ છે. ગ્રામ  પંચાયતોની ઓફીસમાંથી આ અંગે ફોર્મ વિતરણ પણ શરૂ થઇ ગયા છે.

  1. મોદી સરકારે ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે 2019ના બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ સીધા એમના બેંક ખાતામાં આપવામાં આવશે. ખેડૂતોને આ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવશે. પહેલો હપ્તો માર્ચમાં આપવામાં આવશે. પરંતુ આ યોજનાનો ફાયદો કોને મળશે? આ માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. એ ઉપર ખેડૂતોના નામ મુકવામાં આવશે. આજે અમે તમને આ યોજનાનો લાભ કેવીરીતે લઇ શકાશે તેની જાણકારી આપીશું. આ યોજનાનો લાભ ઓનલાઇન અને ઓફલાઈન બન્ને રીતે લઇ શકાશે. અમે ખેડૂત મિત્રોને ઓફલાઈન પ્રોસેસ કરવાની સલાહ આપીશું. આ પોસ્ટને વધુમાં વધુ ખેડૂતભાઈઓ બહેનો સુધી પહોંચાડજો અને મદદ કરજો.
  2. ઓનલાઇન:

    સરકારે બહાર પટેલ વેબસાઈટ http://pmkisan.nic.in આ પોર્ટલ પર ખેડૂતો આ યોજના સાથે જોડાયેલ નિયમ જાણી શકશે. પોર્ટલમાં આ અંગેની તમામ વિગત આપવામાં આવી છે કે કયા રાજ્યના ખેડૂતો આ આ કિસાન યોજનાના દાયરામાં આવશે અને કોણ નહીં? સરકારની આ યોજનાને અમલી બનાવવા માટે ઘણી એજન્સીઓને જવાબદારી આપવામાં આવી છે.

  3. ઓફલાઈન:

    PM Kisan યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ, ખેડૂત ખાતેદારના ખાતાની વિગત, બેન્ક પાસબુક/બેન્ક ખાતા નંબર અને IFSC કોડ સહિતની માહિતી તેમજ એકરાર નામું સહિતના આધાર પુરાવાઓ સાથે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે. તલાટી પાસેથી તમને અહીં દર્શાવેલ છે તેવું ફોર્મ મળી રહેશે. વધુમાં ખેડુત લાભાર્થીને એકરારનામાની વિગત ગ્રામ પંચાયત ખાતેથી મળી રહેશે.  જેમા તેઓએ તમામ વિગતો ભરી પોતાની સહી સાથે રજુ કરવાનું રહેશે.

  4.              આ ય્પજનાનો લાભ 2 હેકટર(5 એકર) થી ઓછી જમીન વાળા ખેડૂતો લઇ શકશે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના અનુસાર ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં 2000-2000 રૂપિયા આપવામાં આવશે. પહેલો હપ્તો માર્ચમાં ખેડૂતોના ખાતામાં નાંખવામાં આવશે. આ માટે સરકારે તમામ રાજયોને કહ્યું છે કે, તે ખેડૂતોની યાદી પોર્ટલમાં ઉમેરે. પોર્ટલમાં ખેડૂતોના નામ ઉમેરવાની અંતિમ તારીખ 25 ફેબ્રુઆરી છે. 26 ફેબ્રુઆરીથી પોર્ટલમાં ખેડૂતો પોતાનું નામ જોઇ શકશે. આ ઉપરાંત એ વાતની પણ જાણકારી મળશે કે આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે અને કોને નહીં મળે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here