ગુજરાતમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઈન NAની સફળતાથી મહેસૂલ વિભાગે વધુ ૮ સેવાઓ ઓનલાઈન કરી

0
51

 

ગાંધીનગર: ગુજરાતમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરવાની સફળ કામગીરી બાદ ખેતી / બિનખેતીના પ્રિમિયમની પરવાનગી તથા સ્ટેમ્પ ડ્યુટી પણ હવે ઓનલાઈન ભરપાઈ કરવા માટે ઈ-પેમેન્ટની વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.

રાજયના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આ નિર્ણયોની ભૂમિકા આપતાં જણાવ્યું કે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવતા નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. માત્ર ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઈન મળેલ અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજૂર કરવામાં આવી છે. મહેસૂલ વિભાગની કામગીરી સરળ, ઝડપી, સિટિઝન સેન્ટ્રિક બને તે હેતુસર અનેકવિધ નવા આયામો ખૂબ જ ટૂંકા ગાળામાં હાથ ધર્યા છે. જેના પરીણામે 15 માસ જેટલા ટૂંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન થશે.
મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર મહેસૂલ સેવાઓ ઓનલાઈન કરી સરળ અને પારદર્શી બનાવવા ઝડપભેર આગળ વધી રહેલ છે અને વધુ 8 (આઠ) જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન થવા જઈ રહી છે. આ સેવાઓમાં (1) ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી / બિનખેતીના હેતુસર શરતફેર કરવા અંગે પ્રિમિયમની પરવાનગી (2) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી (3) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ખ) હેઠળ બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી (4) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત કરવું (5) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-65 ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી (6) ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી (7) ગણોતધારાની કલમ-63(AA) હેઠળ બોનાફાઈડ ઈન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી (8) ઈ-ધરામાં વારસાઈ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here