જામ કંડોરણા ના જસાપર ગામ માં રહેણાંક વિસ્તાર માં ભારતભર સૌથી વધુ ઝેરી પ્રજાતી નો કાળતરો સાપ દેખાયો

32
323

“પાણી ના ખાલી ટાંકામાં કાળતરો આવી
ચડ્યો ”
વિઓ :- સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ભારતભર મા સૌથી વધુ ઝેરી સાપ મા કાળતરો સાપ નુ ઝેર ખુબ ખતરનાક છે તેવુ નિષ્ણાતો નુ માનવુ છે ત્યારે જામકંડોરણા તાલુકા ના જસાપર ગામે અમારા પ્રતિનિધિ અતુલભાઈ લશ્કરી ના મકાન પાસે ખાલી પડેલો પાણી ના ટાંકા મા ક્યાય થી ઓચિંતા ચડી આવેલો કાળતરો સાપ પડી ગયો હતો આ સર્પ ને પુરી સાવધાની રાખી ને ટાંકા બહાર કાઢી તેમની કુદરતી સ્થાન છોડી દીધી હતો આ તકે જે.સી જાડેજા (ફોરેસ્ટ ઓફિસર) દ્વારા જાણવા મળ્યુ કે સર્પની પ્રજાતિ માં ચાર જાતના સર્પ ઝેરી હોય છે તેમના ઝેરની પણ બે પ્રકારની અસર હોય છે એક ન્યુરોટોકસીક પ્રકારની અસર જે જ્ઞાનતંતુ ને શિથિલ કરી નાખે છે બીજી અસર હિમો ટોકસીક છે જે લોહી ને અસર કરે છે ઝેરી સાપ મા કાળતરો (ક્રેઈટ) નાગ (કોબ્રા) પડકું (સો સ્કેલ્ડ) ખળચીતરો (રસેલ્સ વાયપર) સૌરાષ્ટ્ર માટે નાગ (કોબ્રા) પડકું (સો સ્કેલ્ડ) વધુ જોવા મળે ત્યારે કાળતરો તથા ખળચીતરો ભાગ્યે જોવા મળે છે આ ચાર ઝેરી સર્પ મા સૌથી વધુ ઝેરી કાળતરો સાપ હોય છે ગુજરાત મા ચાર પ્રકારના ઝેરી જોવા મળે છે જેમા આ કાળતરો સાપ સૌથી વધારે ઝેરી હોય છે ત્યારે આ કાળતરો સાપ જસાપર મા રહેણાક વિસ્તાર મા જોવા મા આવતા આ સાપ ને સાવધાની પુર્વક પકડી ને સર્પ પ્રેમી એવા અમારા પ્રતિનિધિ અતુલ લશ્કરી એ તેને તેમના કુદરતી સ્થાન સમા જંગલ વિસ્તાર માં છોડી મુકાયો

બ્યુરો રિપોર્ટ :- જામકંડોરણા

32 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here