STનાં કર્મીઓને નિગમની નોટિસ, ‘હાજર ન થયા તો સસ્પેન્ડ’

0
190

જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો સમયસર તમે નોકરી પર હાજર નહીં થાવ તો સસ્પેન્ડ કરવામાં આવશે.

મદાવાદ : રાજ્યનાં એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ગયા છે. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આજે એસ.ટી નિગમે ફિક્સ પગારનાં કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો સમયસર તમે નોકરી પર હાજર નહીં થાવ તો સસ્પેન્ડ કરવામાં આવશે.

આ નોટિસો કર્મચારીઓને મળતા જ તેમનામાં સરકાર વિરુદ્ધનો રોષ વધી ગયો છે. અમારી ટીમે અમદાવાદનાં ફિક્સ પગારનાં કર્મી કે જેમને નોટિસ મળી છે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, ‘સરકારને જે પણ કાર્યવાહી કરવી હોય તે કરે અમે લોકો સાતમું પગાર પંચ લીધા વગર નહીં ઉભા થઇએ. જો સરકારને અમને રાજીનામું આપવા માંગે છે તો આપી દો ગુજરાતનાં તમામ કર્મીઓ સાથે રાજીનામું આપશે. નવા કર્મીઓ બધા જ કાયદાનાં જાણકાર અને ભણેલા ગણેલા છે. સરકારને એવું પણ કહેવું છે કે તમે અમારો વર્ગ નક્કી કરો. જ્યારે લાભ આપવાનો હોય તો બીજો વર્ગ અને કામ આપવાનું હો. તો બીજો વર્ગ એવું અમને માન્ય નથી.’

આ પણ વાંચો: ST નિગમનાં કર્મચારીઓ લડી લેવાનાં મૂડમાં, માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે

નોંધનીય છે કે સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હાલ લગ્નની મોસમ પણ ચાલી રહી છે તેમાં પણ લોકોની અવર જવરમાં તકલીફ પડે છે. તો જોવાનું એ જ રહ્યું કે આ પરિસ્થિતિમાં કોની જીત થશે સરકારની, કર્મચારીઓની કે પછી ત્રીજો જ રસ્તો આવશે?

 

હડતાળનાં બીજા દિવસે અમદાવાદ S.T.નાં કર્મચારીઓએ અર્ધ નગ્ન થઇને કર્યો વિરોધ

એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું એક દિવસીય માસ સીએલનું એલાન હવે અચોક્કસ મુદતની હડતાળમાં પરિવર્તિત થઇ ગયું છે. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ હાલાકી આજે પણ આમની આમ જ રહેશે કારણ કે આજે બીજા દિવસે પણ એસટીનાં કર્મચારીઓનો વિરોધ યથાવત છે.

આજે અમદાવાદમાં એસટી કર્મચારીઓનો વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. કર્મચારીઓએ આજે શર્ટ ઉતારીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. તેમણે રૂપાણી સરકાર સામે પોતાની માંગણી નહીં સંતોષાઇ ત્યાં સુધી અમે મક્કમ છીએ તેમ જણાવ્યું છે.

મહત્વનું છે કે સાતમાં પગાર પંચ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇને એસ.ટી.નિગમના કર્મચારીઓ તારીખ 20 ફેબુ્રઆરીને બુધવારની મધરાતે 12.00 કલાકથી એક દિવસીય માસ સીએલ પર ઉતર્યા હતા. બુધવારે રાત્રે રાજ્યભરના તમામ ડેપોમાં બસો પાર્ક કરી દેવાઇ હતી. જેને લઇને અડધી રાત્રે હજારો મુસાફરો વિવિધ બસ સ્ટેન્ડો અને ડેપોમાં અટવાઇ પડયા હતા.

બુધવારે રાત્રે 12.00 વાગ્યાથી ગુરૂવારની રાત્રીના 12.00 વાગ્યા સુધી માસ સીએલને લઇને બસો બંધ રહેવાની હતી. તેવામાં ગુરૂવારે મુખ્યમંત્રીએ સાતમાં પગાર પંચનો લાભ આપવાની ના પાડી દેતા કર્મચારીઓ રોષે ભરાયા હતા. જેના પગલે તેઓએ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી દેતા પરિસ્થિતિ વધુ વણસી હતી. રાજ્યમાં પરિવહનની જીવાદોરી સમાન એસ.ટી.બસોનું સંચાલન સદંતર ખોરવાઇ જતા મુસાફરો ઠેરઠેર અટવાઇ પડયા હતા.

આ અંગે એસ.ટી.સંકલન સમિતિના સભ્ય જ્યોતિન્દ્રભાઇ વ્યાસના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીએ અમારી માંગણીઓ પુરી કરવાનું આશ્વાસન આપવાને બદલે અમને સાતમા પગાર પંચનો લાભ જ આપવાની ના પાડી દેતા કર્મચારીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર જો બીજા નિગમો અને એકમોના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપતી હોય તો એસ.ટી.કર્મચારીઓને કેમ નહીં. તે પ્રશ્ને કર્મચારીઓએ અંતિમ શ્વાસ સુધી લડી લેવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here