પુલવામાં માં થયેલા આંતકી હુમલો કાયરતા પૂર્વક નું કૃત્ય…ઉષાબેન કુસકીયા…જવાનો ની શહાદત નો બદલો લેવા માંગણી

0
64

*આત્મઘાતી હુમલા ના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે આંતકવાદ મુદ્દે ભારતે ત્રણેય મોરચે લડવું એજ વિકલ્પ…*

 

વેરાવળ તા.16/02/2019
તાજેતરમાં જમ્મુ કાશમીર ના પુલવા શહેર માં થયેલા આંતકી હુમલાને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયા એ કડી નિંદા અને ઉંડા દુઃખ સાથે વખોડી કાઢેલ છે અને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવેલ કે આવા વારંવાર ના આત્મઘાતી હુમલાને સાંખી લેવા જોઈએ નહીં આ બનાવ
થી દેશ ભરમાં જયારે તેના ઘેરા પ્રત્યાઘાત સાથે આક્રોશ વ્યતિત થઈ રહ્યો છે ત્યારે આવા આંતકવાદ ને નાખવા અને ખતમ કરવા ભારતે ત્રણેય મોરચે લડીને આંતકવાદ નો ખાત્મો બોલાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી…..
ઉષાબેન ફુસકિયા એ આ બાબતે વધુ માં જણાવેલ કે ભારત સરકારે દેશ માં રહેલા ગદારો ને ઓળખી જવાનો સમય હવે પાકી ગયો છે જે લોકો ભારત દેશ નું અન્ન ખાય છે અને પાકિસ્તાન ના નામનો ઓડકાર ખાય છે એવા લોકો થી ચેતી જવાની તાતી જરૂરિયાત છે અને તે બાબતે સતર્ક બનીને કડક માં કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને દેશ વિરોધી પરિબળો નો સૌ પ્રથમ ખાત્મો બોલાવવા ચોક્કસ પ્રકારનો એક્સન પ્લાન બનાવવો જોઈએ
આપણા માનવતા વાદી અને સંયમતા ના અભિગમને નબળાઈ સમજી બેસનારા લોકોને કડક માં કડક સજા મળવી જોઈએ તોજ આંતકવાદ ની હરકતો ઉપર કાયમી પૂર્ણ વિરામ મૂકી શકાય એવા નક્કર પગલાં ભરવા અખબારી યાદી માં માગણી કરેલ છે…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here