અમેરીકાની સૌથી મોટી “Pharma immiune” નામ ની કંપની મા ડીલર્સશીપ આપવાનુ જણાવી ફરીયાદીને ઓનલાઇન જુદીજુદી બેંકોના ખાતામા રૂ.૨૪,૦૯,૦૦૦/- જેટલી રકમ ભરાવડાવી ડીલર્સશીપ નહી આપી ફરીયાદી સાથે વિશ્વાવાસઘાત છેતરપીંડી કરતા આરોપીઓને ગાજીયાબાદ થી પકડી લાવતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ

0
841

 

 

ફરીયાદી દિનેશ કાંતીલાલ પટેલ રહેવાસી એ/૧૨, પ્રમુખ સ્વામીનગર, રીલાયન્સ મોલની પાછળ, ઓ.પી.રોડ વડોદરા. નાઓને પાર્ટટાઇમ બીજઝનેશ કરવા માંગતા હોવાથી તે ન્યુઝ પેપરમા જાહેરતા વાંચતા હતા અને ગઇ તા.૧૫/૧૨/૧૮ ના રોજ ટાઇમ્સ ઓફ ઇંડીયા ન્યુઝ પેપર મા dealership4india@gmail.com વેબસાઇડ લખેલ ટ્ચુકડી જાહેરાત વાંચી તે વેબસાઇડ ઉપર ઇમેલ કરી માહીતી મંગાવેલ અને સામાવાળી કંપનીએ પોતાની કંપની અમેરીકાની સૌથી મોટી “Pharma immiune” નામ ની કંપની છે અને આ કંપની કેન્સર રીસર્ચ અને એનીમલ વેક્સીંન બનાવે છે. જેમા “Glyco Frozen Harbal Extract Oil” ભારત માંથી ઇંપોર્ટ કરવામા આવે છે. અને આ કંપનીના પરચેજ મેનેજર તરીકે આવી ડીસીલ્વા છે. જેનો કોન્ટેક નંબર +૧(૭૬૯)૨૦૪૮૮૪૮ નો છે. અને કંપનીને દર મહીને વિસ (૨૦) ગેલન ઓઇલ ની જરૂર હોય છે. જેથી આ કપનીની ડીલર્સ શીપ જોઇતી હોય તો તમારે “Glyco Frozen Harbal Extract Oil” પહેલા સેમ્પલ માટે એક ગેલન મોકલવુ પડશે અને અમારા કંપનીનો કર્મચારી તેને ચેક કરી રીપોર્ટ આપશે એટલે કંપની ડીલર્સ શીપ આપી ઓઇલ ના બેરલ ની ઓર્ડર કરશે અને આ ઓઇલ “Lakshmi Agro Industries” ગોરખપુર ઉ.પ્ર. મા આવેલ છે અને તેના બીજનેશ મેનેજર તરીકે પ્રવીણ ગોલ્ચા છે જેનો મો.નં ૦૮૩૦૮૯૪૫૪૦૨ નો છે અને તે કંપનીનો ઇમેલ આઇ.ડી sales@lakshmiagroindustries.com છે તેમની પાસે થી મેળવવાની હોય છે તેમ કહી આરોપી (૧) “Pharma immiune” કંપનીના પરચેજ મેનેજર આવી ડીસીલ્વા (૨) “Lakshmi Agro Industries” કંપનીના બીજનેસ મેનેજર પ્રવીણ ગોલ્ચા (૩) મી.મોરીશ નાઓએ (૪) તાકસી સીહા જેને RBI ના નામે મો.નં ૮૬૦૫૦૮૯૯૩૧થી ફોન કરેલ (૫) પદમા જેને ક્સ્ટમ ઓફીસર નામે ફોન કરેલ જેનો નં ૭૭૯૬૭૨૬૬૩૨ નો છે જે તામમ આરોપીઓએ ગુનાહીત કાવત્રુ રચી ફરીયાદીને “Glyco Frozen Harbal Extract Oil” ની ડીલરશીપ આપવાની તેમજ દર માસે ૨૦ ગેલન ઓઇલ અમેરીકાની કંપનીમા સપ્લાય કરવાની ઓફર આપી વિશ્વાસ મા લઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી તા.૧૫/૧૨/૧૮ થી તા.૨૪/૧/૧૯ સુધીમા જુદી જુદી કંપનીના બેકોના ખાતામા જેમા (૬) ડી.પી.એંટરપ્રાઇઝનુ સેંટ્રલ બેંક અંકલેશ્વર જી.આઇ.ડીસી બ્રાંચ ના ખાતા નં ૩૭૧૦૦૯૮૩૫૦ (૫) ભવાની ટ્રેડ્ર્સ IDBI બેંક ના ખાતા નં ૧૩૪૩૧૦૨૦૦૦૦૧૨૭૨૨ મા તેમજ (૭) સુખય ભારદ્વાજ, સીનડીંકેટ બેંક ગાઝીયાબાદ બ્રાંચ ના ખાતા નં ૯૯૪૦૨૦૧૦૦૦૯૫૭૫ મા (૮) વનલાલ યુમીહીની IDBI બેંક ખાતા નં ૦૬૭૦૧૦૪૦૦૦૧૧૪૧૪૧મા (૯) ઓબોટેપ ઇશોલ્યુશન લીમી. SBI ચેનૈય બ્રાંચ ના ખાતા નં ૩૮૧૩૪૯૫૦૭૪૩ના ખાતામા (૧૦) ICIC બેક ચેનૈય બ્રાંચ ના ખાતા નં ૦૦૭૭૦૫૫૦૧૭૦૬ ના ખાતાઓમા ઓનલાઇન રૂ.૨૪,૦૯,૦૦૦/- જેટલી રકમ ભરાવડાવી કંપની ડીલરશીપ નહી આપી ગુનો કરેલ હોય જે તમામ વિરૂધ્ધ તપાસ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મા ફરીયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા ફસ્ટ ૦૧/૧૯ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ આઇ.ટી.એક્ટ ૬૬ (સી), ૬૬ (ડી) મુજબો નો ગુનો તા.૧૬/૨/૧૮ ના રજી કરવામા આવેલ હતો.
અને સદર ગુનાના કામના આરોપીઓની તપાસ કરી પકડી પાડવા સારૂ વડોદરા શહેરના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબ તથા JCP શ્રી કેશરીસિંહ ભાટી સાહેબ તથા DCP શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ સાયબર ક્રાઈમ ACP ભરત રાઠોડ સાહેબ નાઓના તરફથી જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ તે માર્ગદર્શન આધારે સાયબર ક્રાઇમ ના ઇ.પો.ઇન્સ એ.આર.ગોહીલ નાઓએ સમગ્ર ગુનાની એનાલીશીસ કર્યા બાદ તાબાના પો.સ.ઇ કે.સી રાઠોડ તથા સ્ટાફના અ.હે.કો સતીષ ભોગીલાલ, તથા પો.કો કુલદીપસીંહ, તથા પો.કો રજનીભાઇ તથા પો.કો વિજયસીહ વગેરે પો.કર્મચારીને ગાંજીયાબાદ ઉ.પ્રદેશ તપાસમા રવાના કરવામા આવેલ હતા. અને ટેકનીકલ શોર્સીસ તેમજ બાતમીદારો ની મદદ થી આરોપી (૧) સુખઇ S/O કલ્પનાથ ભાર્દવાજ રહે. ગામ.ગડીમાંજરા, મેરઠરોડ, તા.જી. ગાજીયાબાદ ઉ.પ્ર (૨) રાજેશકુમાર S/o શ્રવણકુમાર વર્મા રહેવાસી ગામ.ગડીમાંજરા, પાંચ નબર ભ્ટ્ટા. મેરઠરોડ, તા.જી. ગાજીયાબાદ ઉ.પ્ર પકડી પાડેલા અને બને આરોપીઓ મની ટ્રાન્સ્ફરનો ધધો કરે છે. અને તેમને ફરીયાદી પાસે થી છેતરીને પોતાના તેમજ અન્ય ખાતાઓમા જમા કરાવેલ હતા જેઓ ને ગાજયાબાદ થી ગણતરી ના કલાકોમા પકડી પાડી સદર ગુનામા અટક કરેલ છે જેઓ ની વધુ પુછપરછ તેમજ મુદામાલ રીકવર કરવાની તેમજ બીજા અન્ય આરોપીઓની પકડવાની તજવીજ સ ચાલુ છે.

આરોપીઓ ગુનાહીત ઇતીહાસ ધરાવે છે.
(૧) દીલ્હી ખાતે આવેલ રોહણી, પોલીસ સ્ટેશન મા તેમજ મધ્ય પ્રદેશના જી.અનુપુર કોટ કોતમા પુલીસ સ્ટેશન મા આઠેક વર્ષ પહેલા મોબાઇલ કંપનીના નામે ટાવર ઇંસ્ટોલેશન ના ગુના મા પકડાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here