ગોંડલ રીબડા ખાતે રમાઈ રહેલ 37 જુનિયર ટેનિકોઇટ ચેમ્પિયનશિપ પ્રથમ ચરણ પૂર્ણ થયું

23
239

 

પ્રથમ ચરણમાં મહિલાઓમાં પ્રથમ તમિલનાડુ દ્વિતીય પોંડિચેરી અને તૃતિય સ્થાને આંધ્રપ્રદેશની ટીમ પહોંચી, જ્યારે પુરુષોમાં પ્રથમ સ્થાને તામિલનાડુ દ્વિતીય સ્થાને કેરેલા અને તૃતિય સ્થાને પોન્ડીચેરી ની ટિમ પહોંચી હતી.

ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલ sgvp સ્કૂલ ખાતે ગુજરાત ટેનિકોઇટ ડો ટી. એસ. બીસ્ટ ની અધ્યક્ષતા માં 37 જુનિયર નેશનલ ટેનિકોઇટ ચેમ્પિયનશિપ રમાઈ રહેલ છે જેના પ્રથમ ચરણમાં ટીમ ચેમ્પિયનશિપ અને બીજા ચરણમાં વ્યક્તિગત ટુર્નામેન્ટ રમવા માં આવનાર છે.

શનિવારના પ્રથમ ચરણની ચેમ્પિયનશિપ પૂર્ણ થવા પામી હતી જેનું ઇનામ વિતરણ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડો. ટી.એસ. બીસ્ટ આઈ પી એસ ડીજીપી અને આમંત્રિત મહેમાન ના હસ્તે ખેલાડીઓ અને મેડલ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.

આ ટુર્નામેન્ટમાં ગુજરાત ટેનિકોઇટ એસોસીએશનના સેક્રેટરી જનરલ ડો જવેલ વસરા તેમજ ચેરમેન શક્તિસિંહ જાડેજા ની જહેમતથી ટુર્નામેન્ટનું પ્રથમ ચરણ પૂર્ણ થવા પામ્યું હતું.

આ ટુર્નામેન્ટની યજમાની ક્ષત્રિય અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા વાળા તથા રાજદીપસિંહ જાડેજા પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે આ ટુર્નામેન્ટમાં સાડા ત્રણસોથી પણ વધારે ભારતભરના ખેલાડીઓ રમી રહ્યા છે . આવતીકાલથી દ્વિતીય ચરણની ટૂર્નામેન્ટ શરૂ થનાર છે.

ટેનિકોઇટ ગેમ અંગે શક્તિસિંહ જાડેજા અને ડૉ. જવેલ વસરા એ જણાવ્યું હતું કે આ ગેમ નો જન્મ જર્મનીમાં થયો હતો અને ૧૯૬૨ થી ભારતમાં રમાઈ રહેલ છે ભારત ચાર વર્લ્ડ કપ રમી ચૂક્યું છે, તેમાં ભારતે જર્મનીમાં સિલ્વર મેડલ અને બેલારૂસ ખાતે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આગામી ત્રિકોણીય સિરીઝ પોલેન્ડ ખાતે રમનાર છે.
દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલ ખેલાડીઓ યજમાનોની વ્યવસ્થાથી પભાવીત થયા હોવાનું જણાવ્યું હતું.

23 COMMENTS

  1. [url=https://loans-nocreditcheck.us.com/]easy loans no credit check[/url] [url=https://directlender.us.com/]payday loans direct lenders[/url] [url=https://cash-advance.us.com/]cash advance[/url] [url=https://creditpersonalloans.us.com/]credit card loans[/url] [url=https://paydayloansinstant.us.com/]payday loans instant[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here