‘ચાર બંગડી વાળા’ કિંજલ દવે ફરી ફસાયા, કોર્ટે કર્યો આ નિર્ણય..જૂઓ આ વિડીયો

0
160

અમદાવાદ: લોકગાયિકા કિંજલ દવેના ગીત પર કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો. કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળી ગાડી ગાડી ગીત પર કોમર્શિયલ કોર્ટે પ્રતિબંધ મુક્યો છે.

મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાના યુવકે કિંજલ દવેના ગીત પર કોપીરાઈટના દાવા સાથે કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે કોમર્શિયલ કોર્ટે ગીત પર પ્રતિંબધ મુક્યો છે. સાથે જ ઈન્ટરનેટ પરથી પણ કોર્ટે હટાવી લેવાનો આદેશ કર્યો છે.

Chat conversation end Type a message… આ મામલે મળતી વિગતો મુજબ,ઓસ્ટ્રેલિયાના અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ આ ગીત વિરૂદ્ધ રજૂઆત કરતા જણાવ્યું કે, આ ગીત તેમણે બનાવી તેનો VIDEO યુટયૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ કર્યો હતો. જો કે, આ ઘટનાના એક માસ બાદ ગીતમાં સામાન્ય ફેરફારો કરી જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ આ ગીત ગાયું હતું જે ખુબ જ પ્રચલિત થયું હતું.

આ ગીતનો VIDEO ઓક્ટોબર-૨૦૧૬માં યુટયૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના યુવકે તૈયાર કરેલ ચાર બંગડી વાળી ગાડી વાળા ગીત બાદ કિંજલ દવેને ખુબ જ મોટા પ્રમાણમાં લોકચાહના પ્રાપ્ત થઇ અને દર્શકોએ તેના વખાણ પણ કર્યા હતા. ત્યારે આ મામલે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી યુવકે કોપીરાઇટ એક્ટ હેઠળ કોર્ટ સમક્ષ રજૂઆત કરતા અંતે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે આ ગીત ગાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ચાર બંગડી વાળી ગાડી ગીત પહેલા પણ સપડાયું છે વિવાદમાં
જાણીતી ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેના કંઠે ગવાયેલ ચાર બંગડી વાળી ગીત રીલીઝ થયાનાં થોડા સમયમાં જ એકવાર વિવાદમાં સપડાયું હતું. આ ગીતના રેકોર્ડિંગ સમયે ઉપયોગમાં લીધેલ ગાડી કોઇ ખુન કેસ સાથે સંબંધ ધરાવતી હોવાને લીધે પણ વિવાદમાં આવ્યું હતું. ત્યારે ફરીએકવાર કોપીરાઇટ એક્ટ હેઠળ વિવાદમાં સપડાતાં ફરીવાર આ ગીત લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here