ઝાલાવાડની ઐતિહાસિક નગરી હળવદ મહાશિવરાત્રી એ 531 વર્ષની થઈ, 532 માં વષૅ માં મંગલ પ્રવેશ,

0
104

“હેપી બથૅ ડે ટુ હળવદ “મહાવદી તેરસ સોમવારે મહાશિવરાત્રિ ઈ, સ, ૧૪૮૮ સંવત ૧૫૪૪ હળવદ નો પાયો નંખાયો હતો

 

 

હળવદના લલાટે ઝાલા રાજવીઓનો 500 વરસ નો ઇતિહાસ નાનકડા ગામે પોતાના ખોળામાં અનેક શોયૅઓને સમાવ્યા છે 1488માં હળવદ નો પાયો રાજા રાજોધરજીએ નંખાવ્યો હતો,

 

ઝાલાવાડની બંજરભૂમિ પર આવેલું હળવદ કંઈક અનોખો ઇતિહાસ ધરાવે છે એક સમયનો સમરાંગણ અને રતુંબડી માટીમાં બ્રાહ્મણોનો ઈતિહાસ ધરાવતા હળવદ નો પાયો રાજા રાજોધરજીએ 1488ના મહાવદ તેરસ સોમવાર નાખ્યો હતો ઝાલા રાજાઓની એક સમયે રાજધાનીનું શહેર હતું શોયૅ ભૂમિ હળવદ નો ઇતિહાસ પુરાતન છે ત્યારે જોગાનુજોગ આજે હળવદના વસવાટને 531 વર્ષ પૂરા થઇ રહ્યા છે અને 532 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે હળવદમાં અનેક શિવાલયો અને સુરાપુરા ની ખાંભીઓ પાળીયા અને ક્ષત્રિયો ના કારણે હળવદ એ દેશ-વિદેશમાં છોટા કાશી તરીકે નામના મેળવી ચૂક્યું છે
હળવદ ને નામ સાથે વિવિધ દંતકથાઓ છે જેમા જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના વડીલ બંધુ હળધરજીના લઘુબંધુ રણછોડરાયનું મંદિર આ ગામની મધ્યમાં હાલમાં મોજુદ છે આ ગામનો વસવાટ હળજેવો હોય તેનું નામ હળવદ છે એવું પણ અનુમાન કરવામાં આવે છે ઈ,સ, 1488ના ને સોમવારે હળવદ ગામ નો પાયો રાજા રાજોધરજીએ નખાવ્યો હતો પહેલા હળવદ ની જગ્યા રે જંગલ હતું રાજોધરજી રાજા શિકારે નીકળ્યા ત્યારે એક સસલું રાજાના ઘોડા સામે થયો હતો તેથી રાજાને ઘણું આશ્ચર્ય થયું કે આ જગ્યા શુરવીર ની હોય તેવું લાગે છે માટે અહીં નગર વસાવો અને મહેલ બંધાવ્યો આ વીરભૂમિ ના પ્રતાપે ઘણા બધા લોકો શુરવીર થયા અને ઘણી સ્ત્રીઓ સતી થઇ જે હળવદના પ્રથમ કુંવારા સતી મોતીભાઈની સતી હતા જે જનક્ષત્રિય શુરાસતિ નામે આજે પણ ઓળખાય છે રાજોધરજી હળવદ ના પાદરે સામંત સરોવર બંધાવ્યું હળવદમાં મોટાભાગે બ્રાહ્મણો અને જનક્ષત્રિયો ની તે વખતે વસ્તી વધારે હતી ઘણા વર્ષો પહેલા હળવદ ને મહમહમદનગર તરીકે પણ જાણીતું હતી આ નગરને લાખણપુર તરીકે પણ ઓળખાતું હતું હતું હળવદ શહેરમાં સ્વામિનારાયણ ભગવાને ત્રણ દિવસ રોકાયા હતા અને શિવરામ જાનીના ઘરે મહારાજે નો થાળ નો સ્વીકાર કયૉ હતો સામંતસરોવરના કિનારે સુંદર મજાનો કાસ્ટ કામ માટે પ્રખ્યાત એવો મહેલ સ્થાપિત કરવામાં આવ્યો હતો હળવદ ફરતે નાના મોટા અનેક શિવાલયો આવેલા છે હળવદમાં ટેનની શરૂઆત 1951માં બીજી એપ્રિલ ધાંગધ્રા થી હળવદ ટ્રેન આવી હતી રેલવે લાઇન નું બાંધકામ હળવદના જ રાવલ સમાજનું ગૌરવ એવા પ્રભાશંકર ભવાનીશંકર કર્યો હતો હળવદ એ દરિયાની સપાટીથી ૪૦ મીટર ઉપર છે અને ઉષ્ણતાપમાન સરેરાશ ૪૦ થી ૪૨ ડિગ્રી રહેશે સરેરાશ વરસાદ 25 છેલ્લા પાંચસો વર્ષ સુધી ઝાલાવાડના ઝાલાઓ નું પાટનગર રહ્યું છે હળવદ ગામ ફરતે એક કિલો હતો જેની પહોળાઈ 20 ફુટ હતી અને ત્રિજયા પાંચ કિમી હતી આ કિલા ને છ દરવાજા હતા ધાંગધ્રા દરવાજો દંતેશ્વર દરવાજો કુંભાર દરવાજો તળાવ દરવાજો શક્તિમાની બારી ગોરી ઘનશ્યામપુર દરવાજો,
હળવદ એટલે ભૂદેવોની નગરી આ નગરીમાં ભોજન નો ઇતિહાસ છે બ્રાહ્મણો જમી જાણે છે અને જમાડી પણ જાણે છે સામાજિક અને ધાર્મિક પ્રસંગો ઉત્સાહથી ઉજવાય છે બ્રહ્મચાયાસીઓ થાય છે પાળિયાનું નગર એટલે હળવદ આ નગર માં શુરવીરો દેવોના સ્મારકો પાળિયો લગભગ ચાર હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા છે ઈ, સ, 19મીના ઉતરાર્ધની એક ગણતરી મુજબ 376 થી વધુ પાળીયાઓ મોજુદ છે હળવદ 4 અક્ષરોનું બનેલુ ગામ છે અને આ નાનકડું ગામ પોતાના ખોળામાં અને વિરાટ ઈતિહાસ સમાવીને બેઠું છે આ નાનકડા ગામના વડની શાખાઓ વિશ્વભરમાં પોતાની છાયા પાથરી જગતને ગામના ખમીર અને ખંત ના દર્શન કરાવી રહી છે સમગ્ર વિશ્વમાં હળવદના લાડુ અને ભૂદેવો પ્રખ્યાત છે એક વખતમાં 70 લાડવા ખાનાર દુર્ગાશંકર સવાલી બાપા જગત પ્રખ્યાત ગણાતા હતા આજે પણ હળવદના અમુક બ્રાહ્મણો 20 લાડવા સામાન્ય આરોગી જાય છે

મયુર રાવલ હળવદ
મો 9909458555

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here