સદણ વિસ્તારના ઇંગલીશ દારુના ધંધાર્થી ઉપર ત્રાટકી ઇંગ્લીશ દારુ નો મોટો જથ્થો પકડી પાડતી આર.આર.સેલ રાજકોટ રેન્જ ની ટીમ

0
159
રાજકોટ ગ્રામ્ય  જીલ્લાના જસદણ પો.સ્ટે. વિસ્તારની હરીકૃષ્ણ ઓઇલ મીલના સેડમાંથી ઇંગ્લીશદારૂની નાની-મોટી બોટલ નંગ-૫૭૯૬ કિ.રૂ.૧૭,૧૨,૭૦૦/- મોબાઇલ ફોન-ર કિ. રૂ.૨૫૦૦ મળી કુલ રૂ.૧૭,૧૫,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
  રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપસિંહ સાહેબે  આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળા તથા તેમની ટીમને પ્રોહીબીશન અંગેની અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે સેલની ટીમના માણસોને મળેલ હકીકત આધારે સ્ટાફના નરેન્દ્રસિહ રાણા, મનીશભાઇ વરૂ તથા દિગુભા ઝાલા નાઓએ જસદણ પો.સ્ટે. વિસ્તારના ગઢડીયા રોડ શિવનગરમાં આવેલ હરીકૃષ્ણ ઓઇલ મીલના સેડમાંથી ઇંગ્લીશ દારુની નાની-મોટી બોટલ નંગ-૫૭૯૬ કિ.રૂ.૧૭,૧૨,૭૦૦/- તથા મોબાઇલ ફોન-ર કિ.રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૧૭,૧૫,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપી નં.(૧) જગદીશભાઇ ધીરુભાઇ હીરપરા રે.બજરંગનગર રામપરા જસદણ વાળાને ધોરણસર અટક કરી અને સદર ઇંગ્લીશ દારુનો જથ્થો મંગાવનાર આરોપી નં.(ર) ભનુ ઉર્ફે કાળુભાઇ દાદાભાઇ ખાચર રહે.ચીતલીયા તા.જસદણ તથા આરોપી નં.(૩) હરેશ ઉર્ફે હકનભાઇ મનસુખભાઇ છાયાણી રહે. જસદણ વાળા તમામ વિરુધ્ધ જસદણ પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here