ભોળાનાથનું આ અદભૂત ચમત્કારિક મંદિર, જ્યાં ખુદ ભોલેનાથ ખાવા આવે છે ખિચડી !!!

0
336

દેશભરમાં ભગવાન ભોલેનાથના ભક્તોની કોઈ કમી નથી, ભોલેનાથના ભક્તો દિવસ રાત તેમની સેવામાં રહે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત મેળવે છે. જે રીતે જોવામાં આવે છે, આપણા દેશમાં એવા ઘણા બધા શિવ મંદિર છે, જે વિશ્વ ભરમાં પોતાની વિશેષતા અને ચમત્કાર માટે પ્રખ્યાત છે. આ બધા મંદિરોમાં એક બનારસ શહેરમાં આવેલ શિવમંદિરમાં પણ ઘણા રહસ્યો છુપાયેયા છે, કાશી શહેરને પોતાની ભક્તિ માટે માનવામાં આવે છે અને અહીં હાજર મંદિરમાં આજ દિન સુધી દર્શન કરવા માટે ભક્તોની સંખ્યા પણ ઘણી વધારે જોવા મળે છે, આજે અમે તમને કાશીના એક એવા મંદિર વિશે માહિતી આપવા જય રહ્યા છીએ, જ્યાં શિવલિંગ બે ભાગમાં વહેચાયેલ છે અને આ મંદિરમાં ભોલેનથ પોતે ખિચડી ખાવા માટે પણ આવે છે.

 

 

 

આજે અમે તમને જે મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ તે કાશી કે કેદારખંડનું ગૌરી કેદારશ્વર મંદિર છે.આપ દરેકે દુનિયાભરમાં ઘણી બધી શિવલિંગ જોઈ જ હશે. અથવા તો તેના વિષે ઘણું બધુ સાંભળ્યુ પણ હશે જ. કાશીમાં મૌજૂદ આ શિવલિંગ ઘણું જ ચમત્કારિક છે. અને તેનો એક જ નહી પણ ઘણા બધા મહિમા છે, આ શિવલિંગની સૌથી વિશેષ વાત એ છે કે આ શિવલિંગ બે ભાગમાં વહેંચાયલ છે, એક ભાગમાં માતા પાર્વતી સાથે ભગવાન શિવ જી વાસ કરે છે, તો બીજા ભાગમાં ભગવાન નારાયણ તેમના અર્ધંગિની માતા માતા લક્ષ્મીજી સાથેવાસ કરે છે. પણ આ મંદિરમાં ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના પણ અલગ રીતે થાય છે. અન્ય મંદિરોથી આ મંદિરમાં પૂજા પદ્ધતિ અલગ જોવા મળે છે. મંદિરની અંદર સિલાઈ કર્યા વગરના વસ્ત્રો ધારણ કરી બ્રાહ્મણ ચાર પ્રહરની આરતી કરે છે અને શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, ગંગાજલ સાથે ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. અને એ ખાવા માટે સાક્ષાત મહાદેવ આવે છે.

 

આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે જે સ્થળ પર ગૌરી કેદારશ્વરનું મંદિર આવેલું છે, તે કાશી ભગવાન વિષ્ણુનું હતું. અને અહીં માંધાતા ઋષિ તેમની કુટિયા બનાવવી રહેતા હતા. એવું કહેવાય છે કે માંધાતા બંગાળી જાતીના હોવા છ્તા જેના કારણે એ ચોખાની જ વસ્તુ બનાવતા હતા. માંધાતા ઋષિ ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હતા અને રોજના ભગવાન ભોલેનથનીતપસ્યા કર્યા પછી આ જ સ્થાને તે ખિચડી બનાવી એક પાત્રમાં રાખતા અને તેના બે ભાગ કરતાં હતા.

 

શિવપુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે માંધાતા પોતાના હાથે ખિચડી બનાવતા અને રોજ એ ખીચડીનો એક ભાગ લઈને પહેલા ગૌરી કેદારશ્ર્વરને જમાડવા માટે હિમાલયક જતાં હતા. પછી પાછા આવીને અડધી ખિચડી એ પોતે જમતા ને અડધી આવનાર કોઈ અતિથિને ખવડાવતા હતા.

માંધાતા ઋષિ કેટલાય વર્ષો સુધી આમ સેવા કરી પછી એક દિવસ તે અચાનક બીમાર પડી જાય છે. તેમણે ઘણા પ્રયાસ કર્યા કે તે ખિચડી હિમાલય લઈ જાય પરંતુ તે એ કરવા માટે અસમર્થ રહ્યા. જેના કારણે તે ખૂબ જ દુખી થઈ જાય છે. અને તે પ્રભુ અને માતાને ખિચડી ખવડાવી નથી શકતા. તે ખૂબ દુઃખી થઈ ગયા અને પછી બેભાન થઈ જાય છે. ત્યારે હિમાલયથી ગૌરી કેદારશવર આ સ્થળ પર સ્વયં પ્રગટ થયા હતા અને ખીચડીનો ભોગ લીધો હતો અને માંધાતા ઋષિને આશીર્વાદ આપ્યા કે આજથી મારૂ એક સ્વરૂપ કાશીમાં જ વાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here