આજના મુખ્ય સમાચાર

0
47

*આજથી ધો.10-12ના 18 લાખ વિદ્યાર્થીઓ ત્રીજી આંખની નજર હેઠળ આપશે પરીક્ષા*
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી લેવામાં યોજનાર ધો.10 અને ધો.12ની પરીક્ષામાં આ વખતે રેકોર્ડબ્રેક ૧૮.૫૦ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા.
**********
*બોર્ડના પરીક્ષાર્થીઓએ બૂટ-મોજાં પરીક્ષા ખંડની બહાર જ કાઢવાં પડશે*
7મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને ગણત્રરીના કલાકો બાકી છે બોર્ડ પરીક્ષાઓમાં પરીક્ષા ખંડમાં બૂટ-મોજા બહાર કાઢવાનો નિયમ રદ કરવામાં આવ્યો હોવાની અફવાને જિલ્લા શિક્ષણાધિકારીએ રદીયો આપ્યો છે
*********
*ઉત્તર પ્રદેશમાં BJPના સાંસદે MLAને ચપ્પલે-ચપ્પલે ફ્ટકાર્યા*
ઉત્તરપ્રદેશમાં ભાજપના સાંસદે ભાજપના જ ધારાસભ્યને જૂતાથી ઝૂડી નાંખ્યા. સંતકબીર નગર જિલ્લામાં ભાજપના સાંસદ શરદ ત્રિપાઠી અને મેહદાવલ વિધાનસભાના ધારાસભ્ય રાકેશસિંહ વચ્ચે એક કાર્યક્રમ દરમિયાન બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર થતાં મામલો બિચક્યો હતો. શિલાપટ્ટમાં ભાજપના સાંસદ શરદ ત્રિપાઠીનું નામ ન હતું. જેને લઈને શરદ ત્રિપાઠી અને ધારાસભ્ય રાકેશ સિંહ વચ્ચે વિવાદ થયો. દરમિયાન શરદ ત્રિપાઠીએ જુતુ કાઢ્યું અને રાકેશ સિંહ પર તૂટી પડ્યા
*********
*સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ફરી જેલ પહોંચ્યો*
સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાને અમરોલી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ લાજપોર જેલ ખસેડ્યો છે વર્ષ 2017ના રાયોટિંગ અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે અલ્પેશને કોર્ટમાં રજૂ કર્યો હતો આ સાથે જ હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં મળેલા જમીન રદ કરવા પોલીસે કોર્ટમાં અરજી પણ કરી છે 11 માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે
********
*સુરત: કતારગામ દરવાજા નજીક બ્રિજની કામગીરીને પગલે ટ્રાફિક જામ*
કતારગામ દરવાજા વિસ્તારમાં કામગીરીને પગલે પીક અવર્સમાં ટ્રાફિકજામથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે પીક અવર્સમાં આ રોડ પર વાહનોની સંખ્યા વધુ હોવાથી લોકો રોજેરોજ ટ્રાફિકજામનો ભોગ બની રહ્યા છે. પીકઅવર્સમાં એકસાથે 20થી વધુ સીટી બસ ફસાયેલી હોવાથી લોકોની મુશ્કેલી વધી હતી
*********
*સુરત દેવપ્રયાગ રેસીડેન્સી ઠગાઇમાં વરાછાના બિલ્ડરના આગોતરા જામીન નામંજુર*
ઠગાઇ કરી હતી સિંગણપોરમાં દેવપ્રયાસ રેસીડન્સીના બે બિલ્ડરોએ પ્રોજેકટ બે બેન્કમાં મોર્ગેજ મુકીને કરોડો રૂપિયાની લોન લીધા બાદ બેન્કની જાણ બહાર ફલેટોનું વેચાણ કરી કરોડો રૂપિયાની ઠગાઇ કરવાના કેસમાં એક બિલ્ડરે આગોતરા જામીન પર મુકત થવા માટે અરજી કરતા કોર્ટે ફગાવી દીધી સિંગણપોરમાં દેવપ્રયાગ રેસીડેન્સી નામે અશ્વિન લાલજી વીરડીયા રહે.જય ગંગેશ્વર સોસાટી હીરાબાગ વરાછા તેમજ જંયતિ લાલ રણછોડદાસ પટેલે રહે.શાંતિનિકેતન એપાર્ટમેન્ટ સુમુલ ડેરી રોડ પ્રોજેકટ શરૂ કર્યો હતો. આ પ્રોજેકટ શરૂ કર્યા બાદ અલ્હાબાદ બેન્ક તથા નાસીક મર્કેન્ટાઇલ બેન્કમાંથી ફલેટો ઉપર કરોડો રૂપિયાની માર્ગેજ લોન લીધી હતી.
********
*સુરત સિટી ક્લિન એર એક્શન પ્લાન માટે સુરત મહાનગરપાલિકા વિશ્વ બેંક પાસેથી લેશે સહાય*
મહાનગર પાલિકા શહેરના વિકાસના કામો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મળતા ભંડોળ નિર્ભર હોય છે. જોકે હાલમાં જ સુરત મહાનગરપાલિકા બોન્ડ દ્વારા પણ ફંડ મેળવ્યું હતું. ત્યારે મહાનગર પાલિકાએ આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહકારથી કોઈ પણ ખર્ચ કર્યા વગર સિટી ક્લીન એર એકશન પ્લાન તૈયાર કરાવવાનું આયોજન કર્યું છે. હવાની ગુણવત્તા સુધારવા માટેના તેમના જુદા જુદા સાત વિભાગોના પ્રોજેક્ટો પાછળ ધારણાને આધારે તૈયાર કરેલા અંદાજીત રૂપિયા 1925 કરોડના ખર્ચ માટે વિશ્વ બેંક પાસે સહાય મેળવવા તૈયારી પાલિકાએ કરી છે
********
*સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯*
સ્વચ્છતામાં રાજકોટનો ડંકો દેશમાં ૯માં સ્થાને ટોપ-૧૦૦માં ગુજરાતના ૭ શહેરો ઇન્દોર નં.૧ અમદાવાદ ૬ઠ્ઠા ક્રમે તો સુરત ૧૪મા ક્રમે ૪૨૩૭ શહેરોનું સર્વેક્ષણ કરાયુ ૬૪ લાખ લોકો પાસેથી ફીડબેક લેવાયા આ શહેરોના ૪૧ લાખ ફોટો એકઠ્ઠા કરાયા ૭૦ કેટેગરીમાં પુરસ્કાર
********
*ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહને કોર્ટે ફરી ઉધડા લીધા*
રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાનની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઈકોર્ટે ફરી એક વખત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના ઉધડા લીધા હતા ખુદ શિક્ષણ પ્રધાનને કોર્ટ કાર્યવાહીમાં ભરોસો ન હોય તેવું સોંગંદનામું કર્યું હોવાનું હાઈકોર્ટે કહ્યું હતું. કાયદામંત્રી કરતા ચૂંટણી અધિકારી પર કોર્ટને વધારે ભરોસો હોવાની વાત હાઈકોર્ટે કહી હતી આ મામલે વધુ સુનાવણી આઠ માર્ચે હાથ ધરાશે
*********
*આપ પાર્ટીનાં નેતાઓ પર એકસામટા 140 કેસો કોર્ટમાં દાખલ*
ભારતમાં મોટાભાગની ન્યાયિક પ્રણાલીની ઝડપ ઓછી છે એના માટે સૌથી મોટું કારણ એ છે કે દરેક મુખ્ય કેસમાં અદાલતનો દરવાજો ખટખટાવવો પડે છે. પરંતુ મુખ્ય દિલ્હીમા આપ પાર્ટીમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, મંત્રીઓ, સાંસદો સામે સામે વારવાંર આવા કેસો આવી રહ્યા છે અને કોર્ટનો સમય બગાડે છે
********
*અમદાવાદ વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ શરૂ થયો*
રોડ ગટર પાણી અને સફાઇ જેવી પ્રાથમીક જરૂરીયાતની સેવાઓ પુરી પાડતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર નવો એક અનોખો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. વેસ્ટ માંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ એએમસીએ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા સ્લજને વૈજ્ઞાનીક પધ્ધતીથી ખાતરમાં રૂપાંતરીત કરવાનો પ્રોજેક્ટ કાર્યરત કરી દીધો છે પ્લાન્ટ દેશનૌ સૌથી પ્રથમ આ પ્રકારનો પ્લાન્ટ છે
********
*જંગલ છોડવાના આદેશના વિરોધમાં આદિવાસીઓની રેલી*
પોલીસ સાથે થઇ ખેચતાણ સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં જંગલમાં વસતા 11.80 લાખ જેટલા પરિવારોને જંગલ જમીન છોડવાના હુકમોને લઈને અન્યાય કરવા બાબતે ધરમપુર ખાતે અને મોટી સંખ્યામાં આદિવાસીઓની વિરોધ રેલી નિકળી હતી વિરોધમાં આ રેલીમાં આશરે 10 હજાર કરતા પણ વધુ આદિવાસીઓ જોડાયા હતા.
********
*કોંગ્રેસની સ્ક્રીનીંગ સમીટીની*
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ બંન્ને પક્ષમાં ઉમેદવારોને લઇને સતત મીટીંગો થઇ રહી છે. ત્યારે કોંગ્રેસના દ્વારા બુધવારે ઓલ ઇન્ડિયાની કોંગ્રેસની સ્કિનિંગ સમીટીની બેઠક મળી હતી. જેને લઇને ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનણી અને અમિત ચાવડા દિલ્હી ખાતે ગયા હતા.
*********
*કોંગ્રેસ ધારાસભ્ય ભગવાન ભરવાડના રાજીનામાંથી કાર્યકરોએ કર્યો દેખાવો*
ધારાસભ્ય ભગવાન ભાઇ ભરવાડને ધારાસભ્ય પદેથી બરતરફ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ રસ્તા પર આવી રાજ્યના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા અને કલેક્ટરને આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું
********
*હાઇ એલર્ટ વચ્ચે કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો ઝડપાયો પાકિસ્તાની શખ્સ*
બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાવડા 1050 પિલર પાસેથી ભારતમાં ઘૂસણખોરી કરતા પાકિસ્તાની શખ્સને પકડી પાડવામાં આવ્યો છે આ ઘટનાને પગલે બીએસએફ દ્વારા તેમનો કબ્જો લઈ વધુ તપાસ અર્થે બોર્ડર વિસ્તાર પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે
********
*હીરાના કારખાનાઓથી ધમધમતુ હતુ ગુજરાતનું માળિયા મિયાણા ગામ થઇ ગયું ખાલીખમ*
મોરબી જીલ્લામાં આવતા માળિયા મિયાણા તાલુકાના નાનાભેલા ગામમાં રહેતા લોકો ધંધા રોજગાર માટે હિજરત કરીને મોરબી કે પછી અન્ય શહેરમાં ચાલ્યા ગયા છે.
*********
*વડોદરા: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા કોર્પોરેશને મતદારોને આકર્ષવાની લહાણી*
કોર્પોરેશનમાં સામાન્ય રીતે ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળે છે પરંતુ લોકસભાની ચૂંટણીને લઈ કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 46 કામોની દરખાસ્ત લાવવામાં આવી જેને માત્ર એક કલાકમાં જ ચર્ચા કરી મંજુરી આપી દેવામાં આવી છે.
********
*કર્ણાટકઃ કોંગ્રેસને ફટકો*
વિદ્રોહી ધારાસભ્ય ઉમેશ જાધવ ભાજપમાં જોડાયા એવું કહેવાય છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેશ જાધવ કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જૂન ખડગેની સામે ચૂંટણી લડશે
*******
*ભારત ઈઝરાયેલ બની શકે નહીં*
અને બની શકશે પણ નહીં વી.કે. સિંહ કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે સરકારની ટીકા કરી રહેલા વિરોધ પક્ષના નેતાઓ, વિદ્યાર્થી નેતાઓ, કાર્યકર્તાઓ મીડિયા સહિતના લોકો પણ સીધું નિશાન તાક્યું છે
*********
*ફેક ન્યૂઝથી બચવા કહ્યું, ECIના સંપર્કમાં રહેવા આદેશ*
દેશમાં આવી રહેલી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈટી અંગે બનેલી સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ સાવચેત રહેવા માટે કેટલાક સુચનો કર્યા છે
******
*મને 125 કરોડ લોકોના આશીર્વાદ ભ્રષ્ટાચારીઓ કે પાકિસ્તાનથી ડરતો નથી: પીએમ મોદી*
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તામિલનાડુના પ્રવાસે છે. કર્ણાટકના કલબુર્ગીમાં અનેક યોજનાઓના શિલાન્યાસ સાથે જ પીએમ મોદીએ વિપક્ષ ઉપર પણ આકરા પ્રહારો કર્યાં.
**********
*PAK F-16એ 40-50 કિમીના અંતરેથી ભારતીય વિમાનો પર AMRAAM મિસાઈલો છોડી હતી*
બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકથી હચમચી ઉઠેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ ભારતની હવાઈ સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. આ માટે તેણે એફ-16નો ઉપયોગ કર્યો અને એટલું જ નહીં તેણે સુખોઈ-30 અને મિગ-21ને નિશાન બનાવીને ચારથી પાંચ મિસાઈલો પણ છોડી.
*******
*રાફેલ કેસ: AGએ MiG21ના કર્યા વખાણ, કહ્યું-ઓલ્ડ જનરેશનનું હોવા છતાં સારું પરફોર્મન્સ આપ્યું*
સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ મામલે દાખલ થયેલી પુર્નઅરજીઓ પર આજે જે સુનાવણી થઈ તેમાં અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કેટલાક ગંભીર તથ્યો કોર્ટ સમક્ષ રજુ કર્યાં. તેમણે કોર્ટને જણાવ્યું કે કેટલાક લોક સેવકો દ્વારા મામલા સંબંધિત મહત્વના દસ્તાવેજો ચોરાયા અને અખબારમાં પ્રકાશિત કરાયા. આ મામલે તપાસ ચાલુ છે.
*******
*અયોધ્યા વિવાદ: બાબરે જે કર્યું તેને બદલી શકાય નહીં, અમારો હેતુ વિવાદનો ઉકેલ લાવવાનો છે-SC જજ*
અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારે મધ્યસ્થતા અંગે ઈન્કાર કરી દીધો હિન્દુ મહાસભા મધ્યસ્થતા માટે તૈયાર થઈ નહી. આ અંગે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે વિકલ્પ અજમાવ્યા વગર મધ્યસ્થતાને ફગાવવામાં કેમ આવી રહી છે?
**********
*બાલાકોટ: રાતે મચ્છર બહુ હતાં તો HIT માર્યું, હવે મચ્છર કેટલા માર્યા તે ગણું કે પછી આરામથી સૂઈ જાઉ?*
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારા લોકોને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વી. કે સિંહે જડબાતોડ જવાબ આપ્યો છે
*********
*કોંગ્રેસ ઈચ્છે તો પાકિસ્તાન જઈને આતંકીની લાશો ગણી આવેઃ રાજનાથ સિંહ*
રાજનાથે જણાવ્યું કે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેઈનિંગ કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ‘આજે નહીં તો કાલે’ દરેકને ખબર પડી જ જવાની છે
********
*દિલ્હી:અંત્યોદય ભવનના 5માં માળે ભીષણ આગ*
ફાયરની 28 ગાડીઓ ઘટનાસ્થળે દેશની રાજધાની દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ સીજીઓ કોમ્પલેક્ષમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય ભવનના પાંચમા માળે લાગી છે.
********
*દેશમાં હવે જો એક પણ આતંકી હુમલો થયો તો પાકિસ્તાનનું આવી જ બન્યું તમામ વિકલ્પો ખુલ્લા*
સરકારી સૂત્રોએ જણાવ્યું કે જો દેશમાં હવે એક પણ આતંકી હુમલો થયો તો આવી સ્થિતિમાં ભારત પાસે તમામ વિકલ્પો’ ખુલ્લા છે
**********
*અમારા માટે ભાજપ પહેલા ભારત છે:મોદી*
ગુજરાતના બે દિવસીય પ્રવાસ બાદ મધ્યપ્રદેશના ધાર ખાતે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના કોંગી નેતાઓને આડે હાથ લઇ આકરા પ્રહાર કર્યા હતા. મહામિલાવટી મંડળી તરીકે ઓળખાવી વિપક્ષ અને ગઠબંધન સામે નિશાન તાક્યું હતું. અમારા માટે ભાજપ પહેલા ભારત છે એવું કહેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભક્તિની મિસાલ જણાવી આતંકવાદ સામેની લડાઇ નિર્ણયાક હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
**********
*પાટણ હેમચંદ્રાચાર્ય યુનિ.ના કુલપતિ પ્રજાપતિને પદ પરથી હટાવાયા*
ગાંધીનગરઃ પાટણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બી.એ. પ્રજાપતિને ભ્રષ્ટાચારના આરોપમાં પદભ્રષ્ટ કરાયા છે. ડૉ. પ્રજાપતિ પર સત્તાનો દુરઉપયોગ અને ગંભીર ગેરરીતિઓ કરવાનો આક્ષેપ છે. લોકાયુક્તે આપેલા અહેવાલમાં પ્રજાપતિએ ભ્રષ્ટાચાર કર્યાની પુષ્ટિ થતાં તેમને પદ પરથી હટાવાયા છે.
********
*સ્યૂસાઈડ બોમ્બર રેહાન ગમે ત્યારે વૃદ્ધા સાથે ગુજરાતમાં ત્રાટકી શકે, એજન્સી એલર્ટ*
અમદાવાદઃ પુલવામા આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ છે. જેને પગલે જૈશએ મહમ્મદનો આતંકી મહમ્મદ ઈબ્રાહીમ અને તેનો સાથી રેહાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા શહેરમાં ગમે ત્યારે હુમલો કરે એવી ભીતિ સેવવામાં આવી રહી છે.
*********
*રાજ્યના મહેસૂલી કર્મીઓ 11મીથી અચોક્કસ મુદતની હડતાળ પર*
ગાંધીનગર: વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ 11મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે
***********
*વિરમગામના 150થી વધુ સફાઈ કર્મી હડતાલ પર*
વિરમગામ પાલિકાના 150થી વધુ સફાઈ કર્મીઓ દ્વારા વિવિધપડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી વિરમગામ નગરપાલિકા ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા
**********
*ગાંધીધામની બે ટ્રેનોને અપાયો પ્રાયોગીક હોલ્ડ*
રેલવે પ્રશાસન દ્વારા દેશભરની વિવિધ ટ્રેનોને માંગણીઓ અનુસારના કેટલાક સ્થળોએ પ્રાયોગીક રીતે હોલ્ડ અપાઈ રહ્યા છે. વિશાખાપટ્ટનમ ગાંધીધામ એક્સપ્રેસને ચંદ્રપુરના ભંડક વાની, વરોરા અને ગાંધીધામ બેંગલુરુને સાંગલીના કિર્લોસકરવાડીમાં હોલ્ડ અપાશે.
*********
*લંડનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ત્રણ બોમ્બ મળી આવતાં હડકંપ*
લંડન: લંડનમાં આતંકવાદી હુમલાની આશંકાને કારણે પોલીસ અને સુરક્ષા દળો સતર્ક બની ગયા છે. બ્રિટનના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડ (સીટીસી)ને બાતમી મળી હતી કે, હિથ્રો એરપોર્ટ, વોટરલૂ સ્ટેશન અને સિટી એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે. જ્યારે પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ત્યાં પહોંચી ત્યારે ત્રણ નાની બેગમાં વિસ્ફોટક (એક્સપ્લોઝિવ) મળી આવ્યા હતા.
*********
*રિઝર્વ કોચમાં મુસાફરી કરનાર દરેક પાસે ફોટો આઈડી હોવું ફરજિયાત*
અમદાવાદ: રેલવેમાં મુસાફરી કરી રહેલા કોઇ પણ પ્રવાસી પાસે તેની મુસાફરીના સમયગાળા દરમિયાન જો પોતાનું ફોટો આઇડે‌િન્ટટી પ્રૂફ સાથે નહીં હોય તો ટિકિટ ચેકર તેમને ચાલુ પ્રવાસે ટ્રેનમાંથી ઉતારી મૂકશે. રેલવે દ્વારા તાજેતરમાં મુસાફરીના નિયમો કડક બનાવાયા છે. જે પ્રવાસીએ ટિકિટ બુક કરતી વખતે ઇ-મેઇલ આઇડી જણાવ્યું હોય તેના ઉપર રેલવેતંત્ર આ બાબતે સૂચના આપીને પ્રવાસીઓને સાવચેત કરી રહ્યું છે
********
*પ્રિય વાચક મિત્રો* સમાચારો યોગ્ય અને પ્રમાણિક હોય છે માટે આગળ ફોરવર્ડ કરતા રહેવું જેથી કરી અન્ય વાચક મિત્રોને લાભ મળી શકે આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here