ટોપ ટેન સમાચાર

0
202

*લોકસભા ચૂંટણીની તારીખ*
11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન યોજાશે 18 એપ્રિલે બીજા ચરણનું મતદાન
23 એપ્રિલે ત્રીજા ચરણનું મતદાન 29 એપ્રિલે ચોથા ચરણનું મતદાન
6 મેના રોજ પાંચમાં ચરણનું મતદા 12 મેના રોજ છઠ્ઠા ચરણનું મતદાન
19 મેના રોજ સાતમાં ચરણનું મતદાન પહેલી અધિસૂચના 18/03/19ના દિવસે થશે
7 તબક્કામાં મતદાન યોજવામાં આવશે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 25/3/2019
23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે
********
પરીક્ષામાં થઇ બિહારવાળી, ‘સ્કૂલનો વરડો કૂદી પેપર લઈ યુવક ફરાર’
સમગ્ર રાજ્યમાં ગુજરાત બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે અનેક જગ્યાએથી કોપીકેસની ઘટનાઓ સામે આવી રહી છે. જેમ યૂપી અને બિહારમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવતી ઘટનાઓ સામે આવતી હોય છે, તેમ ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષામાં બિહારવાળી જેવો કેસ સામે આવ્યો છે.
********
સરકાર ભાજપની દબદબો કોંગ્રેસનો
ગુજરાતની ભાજપની સરકાર છે પરંતુ મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓનો દબદબો છે. વર્તમાન સરકારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને બાદ કરતાં અત્યારે મંત્રીઓની કુલ સંખ્યા ૨૨ છે, જેમાંથી ૭ મંત્રીઓ એવા છે જે કોંગ્રેસમાંથી આવેલા છે. આમ ગુજરાતની ભાજપ સરકારમાં ત્રીજા ભાગના મંત્રીઓ કોંગ્રેસમાંથી આવેલા છે.ભાજપનું કોંગ્રેસીકરણ
વર્ષ ૨૦૦૭- ૧ ધારાસભ્ય જોડાયાવર્ષ ૨૦૧૨- ૧૧ ધારાસભ્ય, ૩ સાંસદ, એક પૂર્વ નાયબ મુખ્યમંત્રી જોડાયા વર્ષ ૨૦૧૮- ૧૪ ધારાસભ્ય- ૦૧ સાંસદ૨૦૧૯- ચાર ૪ ધારાસભ્ય જોડાયા
*********
સુરત સિટીમાં બનશે જંગલ
સુરત શહેરમાં જે રીતે કોન્ક્રીટના જંગલો ઉભા થઇ રહ્યા છે તેના કારણે શહેરમાં હરિયાળી ઓછી થઈ રહી છે. સુરતના વિકાસની સાથે સાથે જે રીતે રોડ રસ્તાઓ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે તેનાથી શહેરમાં વૃક્ષોનું પ્રમાણ પણ ઘટયું છે. અને આ જરૂરિયાતને પુરી કરવા માટે સુરત મહાનગરપાલિકા વાઈલ્ડ વેલી બાયોડાયવર્સીટી પાર્ક પ્રોજેક્ટ કરી રહી છે.૧૦૮ કરોડના ખર્ચે દોઢ ૬૦ એકર જમીનમાં અર્બન ફોરેસ્ટ ઝોન બનશે
********
સ્ટીંગ ઓપરેશનમાં ખુલી મા અમૃતમ કાર્ડ કાઢી આપવામાં ચાલતી પોલમપોલ
સુરતમાં મા અમૃતમ કાર્ડ કાઢવામાં ચાલી રહી છે મોટી પોલમંપોલ. 2500 રૂપિયામાં બોગસ પુરાવાઓને આધારે 24 કલાકમાં જ કાર્ડ તૈયાર કરી આપવામાં આવી રહ્યું છે સ્ટીંગ ઓપરેશનમાં આ ખુલાસો કર્યો છે સુરતના રાંદેર આરોગ્ય કેન્દ્રમાં આવી રીતે કાર્ડ તૈયાર કરવામાં આવે છે. જેમાં એજન્ટો રૂપિયા લઇ કાઢી કાર્ડ કઢાવી આપે છે આ માટે બોગસ રેશન કાર્ડ અને આવકનો દાખલો બનાવાય છ અનેક રજુઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું છે
********
તારીખ પે તારીખ શું ઈતિહાસ તો નહિ બની જાય ને કલ્પસર યોજના?
ખંભાતના અખાતમાં 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં 10 હજાર મિલિયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના 25% જથ્થાનો સંગ્રહ થશે. કરોડોનો ખર્ચ છતાં કલ્પસર હજી કલ્પનાતીત તારીખ પે તારીખમાં અટવાયેલી છે
**********
પરેશ ધાનાણીનો વિરોધ, રાજીનામાની ઉઠી માં
પોતાના નેતાઓ સાચવી રાખવામાં અને પક્ષનું ડેમેજ કન્ટ્રોલ રોકવામાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ નેતા પરેશ ધાનાણી અસફળ દેખાઈ રહ્યાં છે. માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના રાજીનામા બાદ પક્ષમાં દરેક કાને ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં જ સળવળાટ શરૂ થયો છે. પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જિલ્લા પંચાયતના સદસ્યો મેદાનમાં આવ્યા છે.
*********
કોંગ્રેસ ખખડી ગઈ હોય તેવી પરિસ્થિતિનો નિર્માણ થયો છે
લોકસભાની ચૂંટણીની જાહેરાતોના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં આયારામ-ગયારામની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં કોંગ્રેસની બે વિકેટ ખરી છે. જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરિયા બાદ કયો કોંગ્રેસી નેતા કે ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેના પર સૌની નજર છે. ગુજરાત કોંગ્રેસ નેતાઓનાં પક્ષ છોડવાથી ખખડી ગઈ હોય તેવી પરિસ્થિતિનો નિર્માણ થયો છે
*********
બોર્ડ એક્ઝામમાં ખૂટ્યા 90 પેપર, ઝેરોક્ષ કરાવવા દોડ્યા શિક્ષક
ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગઈકાલે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાનના પેપરમાં પેપરો ખુટવાની ઘટના બની હતી. લુણાવાડાની આદર્શ વિદ્યાલયમાં શિક્ષણ વિભાગ દ્વારા પેપરની ઝેરોક્ષ કઢાવી અન્ય પરીક્ષાર્થીઓને પેપર આપ્યા, ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
*********
સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી 12,020.32 કરોડ કર્યા મંજૂર
આ પ્રોજેક્ટમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની 50-50 ટકા ભાગીદારી રહેશે પ્રથમ તબક્કે બે કોરિડોરનું કરાશે નિર્માણ શહેર ભારતનું સૌથી તેજ ગતિએ વિકસતું શહેર છે. શહેરના વધતા જતા વિસ્તાર, વસતી અને વાહનોને ધ્યાનમાં રાખીને હવે શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવાનો નિર્ણય લેવાયો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.12,020.32 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
**********
PM પદના ઉમેદવાર બનવાની ન તો મારી કોઇ મહત્વકાંક્ષા છે, ન તો RSSની મંશા
વિપક્ષી દળોએ મહાગઠબંધનને મહામિલાવટ ગણાવતા કહ્યું કે, અમે જે કામ કર્યું છે, તેને જોઇને લાગે છે કે મોદીના નેતૃત્વમાં અમને ગત વખત કરતા પણ વધારે સીટો મળશે
********
1980થી રામ મંદિર નિર્માણ આંદોલન ચાલુ છે, જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી ચાલુ રહેશે: ભૈયાજી જોશી
દેશમાં લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યાં બાદ આરએસએસના સહકાર્યવાહક ભૈયાજી જોશી સતત આ મામલે નિવેદનો આપી રહ્યાં છે.
**********
લોકસભા ચૂંટણી 2019: MPમાં કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ, હવે OBCને મળશે 27 ટકા અનામત
મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી અગાઉ ઓબીસી વર્ગને સાધવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકારે મધ્ય પ્રદેશમાં ઓબીસી માટે અનામત 14 ટકાથી વધારીને 27 ટકા કરવાના વટહુકમનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
********
CISF સમારોહમાં બોલ્યા PM મોદી, ‘પાકિસ્તાન પાસે યુદ્ધ લડવાની ક્ષમતા નથી, આતંકને શરણ આપે છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 50માં સ્થાપના દિવસે આયોજિત કરાયેલા એક સમારોહમાં ભાગ લઈ રહ્યાં છે. આ માટે તેઓ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમાં સીઆઈએસએફના 5મા બટાલિયન કેમ્પ પહોંચ્યા છે. પીએમ મોદીને અહીં ગાર્ડ ઓફ ઓનર અપાયું.
**********
ચૂંટણી પ્રચારમાં સૈનિકોના ફોટાના ઉપયોગ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ
આ અગાઉ સંરક્ષણ મંત્રાલયે ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજકીય પક્ષો અને નેતાઓ તરફથી સેનાના જવાનોના ફોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના અંગે પંચ યોગ્ય દિશા-નિર્દેશ આપે, ત્યાર બાદ જ ચૂંટણી પંચ તરફથી રાષ્ટ્રીય અને સ્થાનિક પક્ષોને દેશના સૈનિકોના ફોટાનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
**********
દુકાન ખૂલી છે હજી મંત્રીમંડળમાં સભ્યોને સમાવી શકાય તેવી જગ્યાઓ છે: નીતિન પટેલ
કોન્ગ્રેસના વધુ વિધાનસભ્યને ભાજપ ખેંચે તેવી સંભાવનાવિજયી થવા ભાજપના હવાતિયાંત્રણ મંત્રીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે. ગુજરાતના પ્રધાનમંડળમાં હજી બીજા ઘણાંને સમાવી શકાય તેટલી જગ્યાઓ છે એમ શપથવિધી સમારોહ પછી રાજ્યપાલ હાઉસની બહાર પત્રકારોને આપેલી ટૂંકી મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિર્દેશ આપ્યો હતો. તેમના આ નિર્દેશ પછી વધુ કોન્ગ્રેસીઓને આગામી દિવસોમાં ભાજપમાં પ્રવેશ આપવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે
********
દેવાદારો પાસેથી પડાવી લીધેલા ૫૭૦ ચેક, ૨૫ એટીએમ કાર્ડ સાથે બે વ્યાજખોરો પકડાયા
દેવાદારો આપઘાત કરવા મજબૂર બને તેટલી હદે વ્યાજ લેતા હતાવડોદરાનાણાં ધીરધાર કરવાનું લાયસન્સ નહી હોવાછતાંય જરૃરિયાતમંદ વ્યક્તિઓને વ્યાજે રૃપિયા આપતા બે વ્યાજખોરો દેવાદાર પાસેથી એટીએમ કાર્ડ પીનનંબર સાથે તેમજ કોરા ચેક લઇ લેતા હતા અને પગાર થાય ત્યારે પોતે જ રૃપિયા ઉપાડી લેતા હતા. પીસીબી પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
**************
બોર્ડ પરીક્ષામાં બેદરકારી બદલ પાદરાની ઝેન સ્કૂલના સ્થળ સંચાલકને હટાવાયા
હાલમાં ચાલી રહેલી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાની કામગીરીમાં બેદરકારી બદલ પાદરાની ઝેન સ્કૂલના સ્થળ સંચાલકને ડીઈઓએ પરીક્ષાની કામગીરીમાંથી દૂર કરી દેતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
ધો.૧૨ના સામાન્ય પ્રવાહની પરીક્ષા ચાલુ હતી ત્યારે વડોદરાના ડીઈઓ ડો.યુ એન રાઠોડે પાદાર ખાતેની ઝેન સ્કૂલની મુલાકાત લીધી હતી.ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીઈઓની મુલાકાત દરમિયાન સ્કૂલમાં બોર્ડ પરીક્ષાની કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી
*********
ગાંધીનગર: CM રૂપાણીએ ભૂલકાંઓને પોલિયો રસીના બે ટીપા પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યોવિજય ભાઈ રૂપાણીએ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભુલકાંઓને પોલિયો રસીના બે ટીપા પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
********
*પ્રિય વાચક મિત્રો સુરતમિત્રના સમાચારો* યોગ્ય અને પ્રમાણિક હોય છે માટે આગળ ફોરવર્ડ કરતા રહેવું જેથી કરી અન્ય વાચક મિત્રોને લાભ મળી શકે આભાર *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here