ટ્રાફિક નિયમન ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો ટ્રાફિક નિયમોનું બિલકુલ ગંભીરતાથી પાલન કરવામાં આવતું નથી

0
591

ટ્રાફિક નિયમન:

 

નિયમો દ્વારા નિરાકરણનો પરિશ્રમ
થોડા વર્ષો પહેલા હિંદી ફિલ્મ અભિનેતા સલમાન ખાને મોડી રાત્રીના ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ વ્યક્તિને કચડી નાખ્યા હતા. એ સમયે તેના પર હીટ એન્ડ રનનો કેસ ચાલેલો ત્યારે આ શબ્દ લોકો માટે નવો હતો પરંતુ ત્યારબાદ ‘હીટ એન્ડ રન’ના અનેક કિસ્સાઓ જોવા સાંભળવા મળ્યા તાજેતરમાં રાજકોટમાં આવા ‘હીટ એન્ડ રન’ના કેસમાં નિદોર્ષ વિદ્યાર્થીની મૃત્યુ પામી હતી.
આ વિદ્યાર્થીનીને ન્યાય મળે તે માટે લડત પણ ચલાવવામાં આવી હતી પરંતુ એ વિદ્યાર્થીનીનું અમૂલ્ય જીવન રોળાઇ ગયું અને જે કારચાલક મહિલા હતી તે પણ જવાબદારી સ્વીકારવાના બદલે ફરાર થઇ ગઇ.
આ બનાવ અને આવા બીજા અનેક બનાવ બને છે જેમાં રોડ પર લોકોએ જીવ ગુમાવ્યા હોય. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના પરિણામ સ્વરૂપ પણ આ બધા જીવલેણ અકસ્માતો બનતા હોય છે. પરંતુ લોકો આ બાબતે ગંભીર નથી હોતા અને જાગૃત પણ નથી હોતા.
ફક્ત જ્યારે કોઇ ગંભીર ઘટના બને ત્યારે ચર્ચા, આંદોલન અને વિરોધ પ્રદર્શિત કરે છે. ખરેખર તો આજે મેટ્રોસિટી કે નાના શહેરમાં દરેકને ટ્રાફિક સમસ્યા પજવતી હોય છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ વાહનોની સંખ્યા પણ વધે છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ટુ વ્હિલરોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે તેમજ રિક્ષા, સિટીબસ, અને ખાનગી ટ્રાવેલ્સની બસ વગેરે ભેગા થાય પછી તો પૂછવું જ શું? ટ્રાફિકના નિયમો જાણે ફક્ત લાઇસન્સ લેવા માટે જ જાણવા જરૂરી હોય એવું લાગે. ગુજરાત બહાર જો જાવ તો હજુ પણ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા જોવા મળે છે. પરંતુ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો ટ્રાફિક નિયમોનું બિલકુલ ગંભીરતાથી પાલન કરવામાં આવતું નથી એટલું જ નહીં બીજાનો વિચાર કર્યા વગર આડેધડ પાર્કિંગ, બિનજરૂરી હોર્નનો પ્રયોગ, ખૂબ આત્મવિશ્ર્વાસપૂર્વક રોંગ સાઇડમાં દાખલ થઇ જવું, બેફામ સ્પીડથી ઓવરટેઇક કરવું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here