ધોરાજી ખવાઝા ગરીબે નવાઝ ર.અ. ના છઠી શરીફ નીમીતે શહેરી જુલુસ નીકળયુ લતાવાસીઓ એ સ્વાગત કર્યુ.

0
19

 

(રશમીનભાઈ ગાંધી દ્રારા) ધોરાજી : ધોરાજીમાં પરંપરાગત હઝરત ખવાઝા મહોયનુદીન અજમેરીના ઉર્ષ મુબારક પ્રસંગે આજરોજ છઠી શરીફ હોય કે.જી.એન કમીટીના ઉપક્રમે ચમાલીપાથી શહેરી જુલુસ નીકળયું હતું. જે પોતાના પરંપરા ગત રુટ મુજબ હઝરત ખવાઝા મોહકમુદીન સૈરાની સાહેબના દરગાહ શરીફ થઈ સોની બજાર, મેઈન બજાર થઈ ત્રણ દરવાજા, ફુલવાડી થઈ ચમાલીપા ખાતે પૂર્ણ થયેલ હતું. આ જુલુસમાં આશીકા ને ખવાઝા ઈસલામી લીબાસમાં ખૂબજ શીસ્તબધ રીતે મીલાદ શરીફ પઢતા પઢતા નીકળયા હતા. દરેક લતાવાસીઓ એ શહેરી જુલુસનું સ્વાગત કર્યુ હતું. ચા પાણી સરબત જુલુસમાં નયાઝ સવરૂપે આપવામાં આવેલ હતું. આ શહેરીજુલુસને સફળ બનાવવા માટે કે.જી.એન કમીટીના હોદ્દેદારોએ ભારે જહેમત ઊઠાવી હતી.

(તસવીર રશમીનભાઈ ગાંધી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here