અમદાવાદમાં ખાનગી ચેનલના પત્રકાર સહિત એક અન્ય યુવકની મળી લાશ

0
17
અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં એક જ રાતમાં બે લાશ મળી આવી છે. જેમાં એક બનાવમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું જ્યારે એક કેસમાં પોસ્ટમોર્ટમ બાદ પોલીસને માલૂમ પડશે કે હત્યા છે કે અન્ય કોઇ કારણ, જો કે એક જ રાતમાં બે બનાવ બનતા પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા લથડી રહ્યું હોય તેવું નિકોલમાં બનેલા બે બનાવ પરથી લાગી રહ્યું છે.
Image result for લાશ
નિકોલના ભુવાલડી રોડ પર આવેલા ખાડામાંથી શુક્રવારે રાત્રે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. જે લાશને પીએમ માટે પોલીસે મોકલી આપી. જ્યારે બનાવને પગલે પોલીસ ઇન્સપેક્ટર અને અન્ય સ્ટાફે અજાણ્યા શખ્સોને પકડવા માટે નાઇટ ડ્યુટી કરી પણ આ દરમિયાન શનિવારે સવારે પણ એક મૃતદેહ મળ્યો હોવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઇ ગઇ.

બીજો મૃતદેહ કઠવાડા ગામમાં ટેંબલી હનુમાન રોડ પર આવેલ કેનાલ પાસે થી ખુલ્લી અવાવરું જગ્યાએથી મળ્યો હતો. સળગાવેલી હાલતમા લાશ મળી આવતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તપાસ  કરતા ઘટના સ્થળેથી યુવકનું સપલેન્ડર બાઇક અને આઈ કાર્ડ મળતા ડેડ બોડી ચિરાગ પટેલ નામના યુવકની હોવાની સામે આવ્યું હતું.

ચિરાગ પટેલ નિકોલ ખાતે તેના મોટા ભાઈ અને માતા સાથે રહેતો હતો અને ખાનગી મીડિયા ચેનલમાં પત્રકાર તરીકે નોકરી કરતો હતો. શુક્રવારના રોજ વિકલી ઓફ હોવાથી ઘરે બપોરે જમ્યા બાદ ગલ્લે જઈને આવું છું તેમ કહી નીકળ્યો હતો. મોડી રાત સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પોલીસ સ્ટેશને આ મામલે અરજી કરવા પહોંચયા હતા, પરંતુ પોલિસે તપાસ ના કરતા આખરે ચિરાગની લાશ મળી હતી.

હાલ તો પોલીસે ચિરાગ પટેલના મૃતદેહને પીએમ માટે મોકલી પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી છે. કોલ ડિટેઈલ મુજબ ચિરાગ એ તેના મોટા ભાઇ સાથે રૂપિયા આરટીજીએસ કરવા કહ્યું હતું, ત્યારબાદ ચિરાગે કોઈ પણ વ્યકતિ સાથે ફોન પર વાત નહોતી કરી. આ સિવાય તેણે છેલ્લા છએક મહિનાની પોસ્ટ પણ સોશિયલ મિડીયા પરથી ડિલીટ મારી દીધી છે.

Related image
ઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળેથી ચિરાગનો મોબાઈલ ફોન પણ નથી મળી આવ્યો. ત્યારે ચિરાગ પટેલની લાશ બાબતે હત્યા છે કે અન્ય કોઇ કારણ તે રહસ્ય ઉકેલવા પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here