ધાનેરા પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી……..

0
15

 

ધાનેરા લોકસભાની ચૂંટણીને લઇ બુટલેગરો દારૂનો જથ્થો કરવાની ફીરાકમાં છે પરંતુ પોલીસે દારૂની હેરાફેરી સામે લાલ આંખ કરતાં દરરોજ જિલ્લાના ખૂણે ખાંચરેથી વિદેશી દારૂ ભરેલી ગાડીઓ ઝડપાઇ રહી છે. જે અનુસંધાને ધાનેરા પોલીસે પણ માલોત્રા ગામ પાસે રૂ. ૫૨,૮૦૦ નો વિદેશી દારૂ ભરેલી હુન્ડાઇ વરના ગાડી સાથે રાજસ્થાનના ચાલકને ઝડપી પાડ્યો હતો.જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળની સુચના અને અજીત રાજયાણ (મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ) ના માર્ગદર્શન મુજબ દારૂના કેશો શોધી કાઢવા માટે કડક સુચના કરેલ હોઇ જેથી ધાનેરા પી.આઇ. સી.જી. સોલંકી, રવિકુમાર રમેશભાઇ, જશવંતસિંહ કેશરસિંહ, ઇશ્વરભાઇ હરસીંગાભાઇ, વિજયસિંહ સોમસિંહ, અરજણાજી સ્વરૂપાજી, મનોહરસિંહ રામસિંહ વગેરે સ્ટાફ સાથે લોકસભા ચૂંટણી સબંધે વાહન ચેકીંગ દરમિયાન માલોત્રા ગામ પાસેથી હુન્ડાઇ વરના ગા (નં. એપી-૨૯-એડબલ્યુ-૦૫૦૯) માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૯ બોટલ નંગ-૨૧૬ (કિંમત રૂ. ૫૨,૮૦૦), હુન્ડાઇ વરના ગાડી (કિંમત રૂ. ૨,૦૦,૦૦૦) અને મોબાઇલ નંગ-૧ (કિંમત રૂ. ૨,૦૦૦) મળી કુલ મુદ્દામાલ રૂ. ૨,૫૪,૮૦૦ નો કબજે કરેલ છે અને ગાડીના ચાલક ગોપાલજી તનસિંહ રાજપૂત (ભાટી) (રહે, ઓલા, તા. પોખરણ, જી. જેસલમેર-રાજસ્થાન) ને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here