8 માર્ચ ” વિશ્વ મહિલા દિન ” નિમિતે ઉષાબેન કુસકીયા ની જાહેરાત

0
9

 

*8 માર્ચ ” વિશ્વ મહિલા દિન ” નિમિતે ઉષાબેન કુસકીયા ની જાહેરાત…*
*સોમનાથ-વેરાવળ શહેરની મહિલાઓ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર ની તમામ યોજનાની સહાયો માટે “મહિલા સહાયતા કેન્દ્ર ” શરૂ કરાશે …*

આજરોજ 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ હોય જેની ઉજવણી પ્રસંગે વેરાવળ ખાતે ગીર-સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ મંત્રી ઉષાબેન કુસકીયા ની આગેવાની માં જીલ્લા મહિલા કોંગ્રેસ ની અગ્રણીઓ ની બહેનો દ્વારા મીઠાઈ વહેંચીને પરસ્પર મીઠા મોઢા કરાવીને વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ…

આ પ્રસંગે સૌ નારી શક્તિ ને બિરદાવી નારી શક્તિને હાર્દિક શુભેચછા ઓ પાઠવવામાં આવેલ.

આ તકે ખરા અર્થ માં સ્ત્રી સશક્તીકરણને વેગ આપવા ઉષાબેન કુસકીયા દ્વારા મહિલાઓ માટે અગત્યની જાહેરાત કરતા સૌ મહિલાઓ એ આ જાહેરાતને વધાવી ઉષાબેન કુસકીયા ને અભિનંદન પાઠવ્યા હતા. ઉષાબેન કુસકીયા એ આજના મહિલા દિને મહિલાઓ ને પુરા ગર્વ સાથે અને પુરા સ્વાભિમાન સાથે જીવી શકે તે દિશામાં સૌ મહિલાઓ એ પુરા સંપ અને સહકાર સાથે એકજુટ થઇ આગળ આવવું પડશે તો જ સ્ત્રી સશક્તિકરણ ને સાચી દિશા મળશે. સ્ત્રી વગર સર્જન જ શક્ય ન હોય. આજના આધુનિક યુગ માં રાષ્ટ્ર ના વિકાસ માં ચાવી રૂપ ભૂમિકા ભજવતી થાય તે માટે સૌપ્રથમ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થવું જરૂરી હોય. તેમ જણાવી હાલની તકે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાઓ ને લગતી તમામ યોજનાઓ નો યોગ્ય લાભ મળી રહે તેવા શુભ આશય સાથે જીલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ શહેરની મધ્યમાં સોમનાથ-વેરાવળ શહેરની તમામ મહિલાઓ માટે “મહિલા સહાયતા કેન્દ્ર ” શરૂ કરવામા આવનાર હોવાનું જણાવી ને આ કેન્દ્ર માંથી વિનામૂલ્યે ફોર્મ વિતરણ તેમજ જે તે સબંધિત વિભાગો સુધી સહાયતા પુરી પડાશે. તેવી જાહેરાત કરવામાં આવેલ. અને વધુ માહિતી માટે મોબાઈલ નં. 9228135503 તથા 7069265247 ઉપર સંપર્ક કરવા ઉષાબેન કુસકીયા ના કાર્યાલય ઇન્ચાર્જ રીઝવાનાબેન ચૌહાણ નીઅખબારી યાદી માં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here