યુએસ મધ્યસત્ર ચૂંટણી: ટ્રમ્પને ઝટકો, નીચલાં ગૃહમાં ડેમોક્રેટનો કબજો

101
306

અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોએ રાજકીય સમીકરણો બદલી નાખ્યાં છે. અત્યાર સુધી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બંને ગૃહમાં બહુમતી હતી પણ નીચલાં ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ડેમોક્રેટ્સે ફરી બહુમતી હાંસલ કરીને કબજો જમાવ્યો છે જ્યારે ઉપલાં ગૃહ સેનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ બહુમતી જાળવી રાખી છે. નીચલાં ગૃહમાં ડેમોક્રેટ્સની બહુમતીથી ટ્રમ્પ સામે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. યુએસ પ્રમુખની ચૂંટણીમાં રશિયાની દખલગીરીની તપાસ આગળ વધી શકે છે અને તેમની સામે મહાભિયોગ ચલાવવાનો રસ્તો ખૂલી શકે છે. ડેમોેક્રેટ્સ હવે તેમના આવકવેરાનાં રિટર્ન તપાસવા માગશે, જોકે વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે સેનેટમાં રિપબ્લિકન્સની બહુમતીથી ટ્રમ્પના એજન્ડામાં કોઈ ફેરફાર થશે નહીં.

ડેમોેક્રેટ્સે રિપબ્લિકન્સ પાસેની ૨૩ સીટો જીતી લીધી હતી, જેમાં વોશિંગ્ટન ડીસી, ફિલાડેલ્ફિયા, કેન્સાસ સિટી અને મિયામીનો સમાવેશ થાય છે. હેલ્થકેર અને ઇમિગ્રેશનના મુદ્દા મતદારા માટે મુખ્ય મુદ્દા રહ્યા હતા. મતદારોનો ઝોક મિશ્ર રહ્યો હતો, જોકે ટ્રમ્પે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં બહુમતી ગુમાવતાં તેમનાં એકચક્રી શાસન પર લગામ લાગશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે. નેવાડા અને એરિઝોનાનાં પરિણામો હજી આવવાનાં બાકી હતાં પણ તેનાથી અન્ય પરિણામો પર મોટો ફરક પડશે નહીં.

પરિણામો ટ્રમ્પ વિરુદ્ધનો જનમત

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાનાં ૨ વર્ષમાં જ તેમના પક્ષે પીછેહઠ અનુભવવી પડી છે. આ પરિણામો યુએસમાં સત્તાનું સંતુલન સ્થાપી શકે છે, કારણ કે ૨૦૧૬ની ચૂંટણી પછી સંસદનાં બંને ગૃહમાં ટ્રમ્પની જીત થઈ હતી કોઈપણ કાયદો પાસ કરાવવામાં કોઈ તેમને રોકી શકે તેમ ન હતું, હવે નીચલાં ગૃહમાં ડેમોક્રેટ્સનો દબદબો સર્જાતાં ટ્રમ્પ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આ મધ્યસત્ર ચૂંટણી ટ્રમ્પ માટે ટેસ્ટ સમાન હતી, જેેમાં પરિણામોને ટ્રમ્પ વિરુદ્ધનો જનમત માનવામાં આવે છે.

૨૦૨૦માં ટ્રમ્પને હરાવવાનો ડેમોક્રેટ્સનો દાવો

અમેરિકનોએ પૂરા જોશ અને ઉત્સાહ સાથે ન્યૂયોર્કથી કેલિર્ફોિનયા તેમજ મસૂરીથી ર્જ્યોિજયા સુધી મતદાન કર્યું હતું, જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝની ૪૩૫ સીટો અને ૧૦૦ સભ્યોની સેનેટમાં ૩૫ સીટ તેમજ ગવર્નરની ૩૬ સીટ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં નીચલાં ગૃહમાં ડેમોક્રેટ્સ જીત્યા હતા. હવે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ટ્રમ્પ સામે યુએસ પ્રમુખની ચૂંટણી લડી શકે છે. ડેમોક્રેટ્સે દાવો કર્યો હતો કે તેઓ ૨૦૨૦માં ટ્રમ્પને હરાવી શકે છે. યુએસના ચૂંટણીઅધિકારી માઇકલ મેકડોનાલ્ડે કહ્યું હતું કે આ મધ્યસત્ર ચૂંટણીમાં ૩૮.૪ લાખ મતદારોેએ મતદાન કર્યું હતું. લોકો આ વખતે પરિવર્તન લાવવાના મૂડમાં હતાં.

ડેમોક્રેટ્સ વધુ શક્તિશાળી બનશે

સાંસદ નેન્સી પેલોસ ફરી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝના સ્પીકર તરીકે ફરી ચૂંટાઈ શકે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં બહુમતીથી ડેમોક્રેટ્સ વધુ શક્તિશાળી બનશે. ટ્રમ્પ માટે વહીવટી ખર્ચ, વ્યક્તિગત ખર્ચ, હોટેલ ખર્ચ તેમજ બિઝનેસને લગતા પ્રશ્નો પડકારરૃપ બનશે. ગૃહમાં હવે તેનો જવાબ આપવો પડશે. ચૂંટણી પહેલાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં રિપબ્લિકન્સની ૨૩૫ અને ડેમોક્રેટ્સના ૧૯૩ સાંસદ હતા, હવે મધ્યસત્ર ચૂંટણી પછી ડેમોક્રેટ્સને નવી ૨૩ સીટ મળી છે.

સેનેટ પર રિપબ્લિકન્સનો કબજો

સેનેટ પર ફરી રિપબ્લિકન્સે કબજો જમાવ્યો છે. ટ્રમ્પની પાર્ટીને બહુમતી કરતાં વધુ સીટ મળી શકે છે. રિપબ્લિકન્સને ફ્લોરિડા, ટેક્સાસ, ટેનેસી અને નોર્થ ડાકોટા, ઈન્ડિયાનામાં જીત મળી છે. ટ્રમ્પે આ માટે લોકોનો આભાર માન્યો છે.

યુએસમાં મધ્યસત્ર ચૂંટણી શું છે?

યુએસમાં દર ચાર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે તેનાં બે વર્ષ પછી મધ્યસત્ર ચૂંટણી યોજાય છે. અમેરિકી કોંગ્રેસ એટલે કે સંસદમાં બે ગૃહ છે. ઉપલાં ગૃહને સેનેટ અને નીચલાં ગૃહને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ કહેવાય છે. સેનેટના સભ્યોનો કાર્યકાળ ૬ વર્ષનો છે દર ૨ વર્ષે સેનેટમાં ત્રીજા ભાગની સીટો ખાલી થાય છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ૪૩૫ સભ્યો છે. જેમનો કાર્યકાળ ૨ વર્ષનો છે, આમ તેની ચૂંટણી દર બે વર્ષે થાય છે.

યુએસની ચૂંટણીમાં પહેલી વાર બે મુસ્લિમ મહિલાઓ ચૂંટાઈ

-આ વખતની ચૂંટણીમાં બે મુસ્લિમ મહિલાઓ ઇલ્હાન ઉમર અને રાશિદા તાલિબ પહેલી વાર યુએસ સંસદમાં પહોંચી છે. ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સવિરોધી નીતિ વચ્ચે તેમનું ચૂંટાવું મહત્ત્વનું છે. ઇલ્હાન ઉમર રિપબ્લિકન જેનિફર ઝાઇલિન્સ્કીને હરાવીને ચૂંટાયાં છે. તેઓ ચૂંટણી જીતનારાં પહેલાં સોમાલિયાથી આવીને વસેલાં અમેરિકી મુસ્લિમ મહિલા છે. રાશિદા તાલિબ પેલેસ્ટાઇનથી આવીને વસેલાં મુસ્લિમ મહિલા છે.

-કેન્સાસની ડેમોક્રેટ શેરાઇસ ડેવિસ કોંગ્રેસમાં પહોંચનાર પહેલી મૂળ અમેરિકન મહિલા છે.

-કોલોરાડોના ડેમોક્રેટ જેરેડ પોલિસ અમેરિકાના પહેલા ગે ગવર્નર બન્યા છે.

-એલેક્ઝાન્ડ્રિયા ઓકેસિયો સૌથી નાની ૨૦ વર્ષની વયે અમેરિકન સાંસદ બની.

-એરિઝોનાને માર્થા મેકસેલી કે ક્રિસ્ટન સિનેમા પૈકી કોઈ એક સૌથી પહેલા મહિલા સાંસદ મળશે.

ચૂંટણીનાં પરિણામોને અપ્રતિમ સફળતા ગણાવતા ટ્રમ્પ

યુએસ પ્રમુખ ટ્રમ્પે ચૂંટણીનાં પરિણામોને અપ્રતિમ સફળતા ગણાવ્યાં હતાં. સેનેટ પર રિપબ્લિકન્સે જાળવેલી બહુમતીને તેમણે આવકારી હતી અને મતદારોનો આભાર માન્યો હતો. તેમણે સાંજનો સમય પરિવાર સાથે ચૂંટણીનાં પરિણામો જોવામાં ગાળ્યો હતો.

101 COMMENTS

  1. Im no professional, but I feel you just crafted an excellent point. You clearly know what youre talking about, and I can seriously get behind that. Thanks for being so upfront and so truthful.

  2. I was suggested this blog by my cousin. I am not sure whether this post is written by him as no one else know such detailed about my trouble. You are incredible! Thanks!

  3. Nice blog here! Also your web site lots up fast! What web host are you the use of? Can I get your associate hyperlink for your host? I desire my website loaded up as quickly as yours lol

  4. You made some decent points there. I checked on the internet to find out more about the issue and found most people will go along with your views on this web site.

  5. This article has truly peaked my interest. I am going to take a note of your site and keep checking for new details about once per week. I opted in for your RSS feed too.

  6. Pretty nice post. I just stumbled upon your blog and wished to say that I have really enjoyed browsing your blog posts. After all I all be subscribing to your feed and I hope you write again soon!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here