પોન્ઝી સ્કીમ/ 260 કરોડના કૌભાંડી વિનય શાહને નેપાળથી ભારત એક વર્ષ સુધી લાવી નહીં શકાય

4
76

 
નેપાળના DRI, ITમાં કેસ ચાલતો હોવાથી વિલંબ થાય તેવી શક્યતા

અમદાવાદ: 260 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચરનારા વિનય શાહને નેપાળ પોલીસે 40 લાખથી વધુ રકમના વિદેશી હુંડીયામણ સાથે ઝડપી લીધા બાદ ગુજરાત સીઆઈડી ક્રાઈમે તેની કસ્ટડી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. હાલમાં નેપાળના ડીઆરઆઈ અને આઈટી વિભાગની પાસે વિનયનો કબજો હોઈ તેમની પાસેથી વિનયને પ્રત્યર્પણ સંધિ અનુસાર પાછો ભારત લાવવામાં એક વર્ષ જેટલો સમય વીતી જાય તેવી સંભાવના છે. જો કે સીઆઈડી ક્રાઈમે ભારત સરકારની મદદ લઈ નેપાળની સરકાર સાથે વાતચીતનો દોર જારી રાખી તેની કસ્ટડી લેવાની તજવીજ હાથ ધરી છે.

પૂજાના ખાતાના વ્યવહારોની તપાસ

વિનય શાહની કંપની આર્ચર કેરમાં એકાઉન્ટના વ્યવ્હારોનું કામકાજ સંભાળતી પૂજા શાહના બેંક એકાઉન્ટની સીઆઈડી ક્રાઈમે હાથ ધરેલી તપાસમાં રૂ.25 લાખના વ્યવ્હારો મળી આવ્યા છે. જે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

નિવેદન માટે જિલ્લામાં વ્યવસ્થા કરાશે

600 જેટલા લોકોએ પોતાના નિવેદનો સીઆઈડી ક્રાઈમની ગાંધીનગર સ્થિત કચેરીએ નોંધાવ્યા છે. જ્યારે ઘણા રોકાણકારો ગાંધીનગર સુધી પહોંચી શકયા નથી જેથી જિલ્લાની સીઆઈડી કચેરીએ નિવેદનો નોંધાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.

4 COMMENTS

  1. I simply want to mention I am just beginner to blogs and absolutely loved this website. Almost certainly I’m want to bookmark your blog . You amazingly come with exceptional articles. Bless you for sharing with us your blog.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here